________________
૩૮૨
શાસનપ્રભાવક પારણું કર્યું. સં. ૨૦૪૪ના અષાઢ સુદ ૬ અમદાવાદ-વાસણા ચાતુર્માસ પ્રવેશના પ્રથમ દિવસથી જ પુન: આયંબિલ શરૂ કરેલ છે, જેને આજે સં. ૨૦૪૭ના ભાદરવા સુદ પને શુક્રવારે ૧૧૫૧ આયંબિલ નિરંતર થયાં અને વર્તમાનમાં હજુ પણ આગળ ચાલુ જ છે.
૫૮ વર્ષના નિર્મળ સંયમપર્યાયમાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ-બનાસકાંઠા-રાજસ્થાનમહારાષ્ટ્ર-કર્ણાટક વગેરે ક્ષેત્રમાં વિચરી, સ્વ-પર ઉપકાર કરવા પૂર્વક અને ભવ્ય જીવોને તારવા દ્વારા મેક્ષના માર્ગના વાહક બની રહ્યા છે. આવા સૂરિ દેવના ચરણકમલમાં અનંતશ વંદના !
(સંકલન : પૂ. મુનિશ્રી અનંતબોધિવિજ્યજી મહારાજ)
સમતાધારી, વિનયમૂર્તિ, સરળસ્વભાવી, જીવદયાપ્રેમી પૂ. આચાર્યશ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મહારાજ
સંત મહાત્માઓનાં પવિત્ર ચરણોથી પાવન બનેલ ગુર્જરદેશના વીજાપુર તાલુકાના માણેકપુર ગામના શાહ ફૂલચંદ લલ્લુભાઈના સુપુત્ર હીરાલાલના પરિવારમાં અનોખા એવા એક પુષ્પનું પ્રાગટય થયું, જે રાતદિવસ કરમાયા વગર સતત સુગંધ ફેલાવતું રહે છે, જે ઊગ્યું અમદાવાદમાં, પણ એની સુવાસ સમગ્ર ભારતભરમાં ફેલાઈ રહી છે. સં. ૧૯૮૨ના પિષ વદ ૧૧ ને રવિવારના દિવસે અમદાવાદ–તળિયાની પિળમાં શાહ ફૂલચંદભાઈના સુપુત્ર હીરાલાલભાઈનાં ધર્મપત્ની ચંદનબહેને ચંદન-શા શીતળ, નરેમાં રત્ન સમાન, એવા પુત્રરત્નને જન્મ આપ્યો.
ળિયાને ચિનુભાઈ એવું નામ આપવામાં આવ્યું, પણ માંહ્યલે તે અનામીપણની સાધનાના માગ પર મીટ માંડીને બેઠા હતા. નાનપણથી જ એ માગે ડગ માંડતા પિતાજીની આંગળી પકડીને દેરાસર જતા. એ જ આંગળી પકડી ઉપાશ્રય જતા. આશ્ચર્ય તો એ વાતનું છે કે આંગળી પકડનારે એક દિવસ આંગળી ખેંચીને કાયમ માટે પિતાજીને ઉપાશ્રયમાં સ્થાન અપાવી દીધું.
પિતાજીને સંયમની ભાવના થતાં બે ચાતુર્માસ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં અનુક્રમે પાટણ અને વઢવાણ ર્યા. ચિનુભાઈ એ છ જ વર્ષની બાળવયમાં પૂજ્ય પિતાજી સાથે પ્રથમ ચાતુર્માસ સં. ૧૯૮૭ની સાલમાં પાટણ મુકામે કર્યું. વઢવાણ ચાતુર્માસમાં જ્ઞાનપંચમીના દિવસે જીવનને પ્રથમ ઉપવાસ કરી, વૈરાગ્યદીપકને પ્રજ્વલિત કર્યો. તે દરમિયાન પાટણમાં સતના તરસ લાગવાના કારણે અંધારામાં જાગતા બેઠા હતા ત્યારે પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી ગણિયે પૂછયું, “કેમ ચિનુ, શું થાય છે? ઊંઘ નથી આવતી?” વગેરે પ્રશ્નો થતાં લાગેલ તરસની વાત કરી. કુશળ સંયમ-રત્ન-પરીક્ષક એવા પૂ. ઉપાધ્યાયજી ભગવંતે તરત મોકે (અવસર) ઝડપી લઈ કસોટી કરી; “ચિનુ, ઉકાળેલું ચૂનાનું પાણી છે, જે ઉપયોગ કરવો હોય તે.” ત્યારે પોતાના અંતરમાં પ્રગટી ઊઠેલી જ્ઞાનજ્યોત અને સરળતાને આછો ઇશારો કરતા હેય તેમ ચિનુએ જવાબ આપે, “સાહેબ ! આપણાથી રાત્રે પાણું ન પિવાય”. આ જવાબ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org