________________
શ્રમણભગવંતો-૨
૩૮૩ ઉપર જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે ખુશ થઈ તેમના પર ગ્યતાને સિકકો મારી દીધે. બીજે દિવસે સવારે પૂજ્યશ્રીએ હીરાલાલભાઈને બોલાવી રાતની હકીકત જણાવી, અને કહ્યું કે, દીકરાને સાથે લઈને નીકળજે, ઉતાવળ કરીશ નહીં. રાતની હકીકતની જાણ થતાં જ પિતાજી (હીરાલાલ)ની છાતી તે ગજ ગજ ફૂલવા લાગી અને હૃદય આનંદવિભેર બની ગયું. પિતાજીએ પિતાનામાં વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે અને પુત્ર વિશેષ વૈરાગ્ય પામે તે માટે સં. ૧૯૮૮માં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ, પૂ. પંન્યાસજી શ્રી રામવિજ્યજી ગણિવર્યાદિની નિશ્રામાં પુનઃ ચાતુર્માસ વઢવાણ મુકામે કર્યું ચાતુર્માસ બાદ વિહારાદિની તાલીમ માટે પિતાજીની અનુમતિથી પૂ. આચાર્ય મહારાજશ્રી સાથે ૬ વર્ષની બાળવયમાં વિહાર કરી પાલીતાણા આવ્યા. આમ ચિનુભાઈ સો ટચનું સોનું થયા બાદ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે દીક્ષાનું મુહૂર્ત કાઢી આપ્યું. દીક્ષા નક્કી થયા બાદ પિતાજી સાથે શ્રી સમેતશિખરજી આદિ તીર્થભૂમિઓની સ્પર્શન-પૂજા-વંદનાદિ કરી મેહરાજાની સામે સંગ્રામ ખેલવા સમ્યગ્દર્શન રૂપી તલવારની ધાર એકદમ તેજસ્વી બનાવી દીધી.
તે વખતે ગાયકવાડ સરકારને બાળદીક્ષા સામે સખત વિરોધ હોવાથી જાહેરમાં દીક્ષા થાય તેમ ન હોવાથી પિતાજી આદિ કુટુંબ સહિત ખંભાત પાસે વત્રા ગામે આવ્યા. તે સમયે પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી દાનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ, પૂ. પંન્યાસશ્રી રામવિજ્યજી ગણિવર્ય આદિ મુનિભગવંતે બાળદીક્ષાને વિરોધ અટકાવવા અને ગાયકવાડ સરકારને સમજાવવા વડેદરા પધાર્યા. વ્યાખ્યાન અને સમજાવટ આદિથી વિરોધ નરમ થઈ જવાથી બીજા પણ બાળમુમુક્ષુઓ માટે દીક્ષાને માર્ગ ખુલે છે. “પોપવાય સત્તાં વમૂતયઃ' એ ઉક્તિ તેમના જીવનમાં સાર્થક થતી દેખાય છે. સં. ૧૯૮ન્ના જેઠ સુદ ૧૪ ના પવિત્ર દિવસે વત્રા ગામની પુણ્યધરા પર પૂ. મુનિરાજ શ્રી નંદનવિજ્યજી મહારાજના વરદ હસ્તે અને પૂ. કાકા મુનિરાજશ્રી મૃગાંકવિજ્યજી મહારાજ આદિની ઉપસ્થિતિમાં ૭ વર્ષ ૪ મહિના અને ૧૮ દિવસના ચિનુભાઈએ દીક્ષા અંગીકાર કરી બાલમુનિ શ્રી નરરત્નવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. દીક્ષા પ્રસંગે મુંડન કરવા બેલાવેલ નાઈ (હજામ) ભયને લીધે ન આવતાં, ખુદ પિતાજીએ અન્ને લઈને મુંડન કર્યું. અને એ રીતે ભવિષ્યમાં કર્મરાજાને મૂંડી નાખવાને ઈરાદો જગતના ચોગાનમાં જાહેર કર્યો.
નૂતન મુનિશ્રી નરરત્નવિજયજી મહારાજે મેહસુભટ સામે જબરદસ્ત ગૂંગિયો ફૂંક્યો અને સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ગુરુવિનય, તપ-ત્યાગાદિ શસ્ત્રોને લઈ અપ્રમત્તપણે સંયમસાધના ચાલુ કરી અને સં. ૧૯૯૦ના ફાગણ વદ ૬ના અમદાવાદ-રાજનગર, દોશીવાડાની પિળમાં આવેલ વિદ્યાશાળાના ઉપાશ્રયે સકલાગમ રહસ્યવેદી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદાસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે નૂતન મુનિશ્રી નરરત્નવિજ્યજી મહારાજે વડી દીક્ષા ગ્રહણ કરી. પૂજયેના સાંનિધ્યમાં સંયમજીવનની સાધના–નિરતિચાર કરવા લાગ્યા. દીક્ષાથી ૧૧ મહિના બાદ પિતાજીની દીક્ષા થતાં એક નવું જેમ, ન ઉલ્લાસ, નવી તાજગી પૂજ્યશ્રીના જીવનમાં પ્રગટી. અપ્રમત્તપણે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org