________________
શ્રમણભગવંતો-ર
૩૭૭ ધારણાશક્તિ ગજબ કોટિની, પ્રભુભક્તિ તેમ જ સાધુ-સાધ્વીજી મહારાજની ભક્તિને રંગ કેસૂડા જેવો હતો. સંઘના ભાઈઓના મુખે પ્રતિક્રમણનાં સૂત્રો સાંભળતાં સાંભળતાં માત્ર તેર જ વર્ષની ઉંમરે બે પ્રતિક્રમણ સ્વયં કરતા થઈ ગયા. એટલું જ નહિ, સાધુભગવંતેની અનુપસ્થિતિમાં સ્વયં સંઘને પ્રતિકમણ કરાવતા.
નાની ઉંમરથી તપસ્યા કરવાને ઘણો શોખ. એક દિવસ આયંબિલ કરવાની ભાવના થઈ. નાનકડા ગામમાં બીજી કઈ વિશેષ અનુકૂળતા નહીં હોવાથી અને બાળપણથી જ ગમે ત્યારે ગમે તેવી ઓછી-વત્તી વસ્તુથી ચલાવવાની અનુપમ સંતોષવૃત્તિના કારણે પ્રથમ આયંબિલ ફક્ત સેકેલા ચોખા અને પાણીથી કરી ભવિષ્યના ઉગ્ર અને દીર્ઘ તપની ભવ્ય ઇમારતને પાયે નાખ્યું. એક દિવસ મુંબઈમાં બીજું આયંબિલ કરવાની ભાવના થતાં ક્યાં જવું? કેને કહેવું? શું કરવું? વગેરે સંકેચના કારણે બજારમાંથી સેકેલા ચણા લઈ પાણી સાથે વાપરી આત્મસંતોષ માની લીધે. તેમના આ પ્રસંગેથી નિશ્ચય પ્રત્યેની અડગતા, નિસ્પૃહતા વગેરે ગુણે તેમનામાં નાનપણથી ખીલ્યા હતા તે દર્શાવે છે. જીવનનિર્વાહાથે ૧૯૭૬ની સાલમાં અમદાવાદ આવ્યા. થોડો સમય અમદાવાદ રહી ૧૯૮૨માં મુંબઈ ગયા અને પાંચ વર્ષ કાપડની દુકાને રહ્યા. તે દરમિયાન રાજનગરતળિયાની પોળમાં સં. ૧૯૮૨ પિષ વદ ૧૧ને રવિવારના શુભ દિવસે તેમનાં ધર્મપત્ની ચંદનબહેને પુત્રરત્નને જન્મ આપે, જેનું નામ ચીનુભાઈ રાખવામાં આવ્યું. અને સં. ૧૯૮૪ના ભાદરવા સુદ ૮ને દિવસે એક પુત્રીને જન્મ થયો, જેનું નામ વિમુબહેન રાખવામાં આવ્યું. નોકરી અર્થે મુંબઈ ગયા ત્યારે કર્ણાટક બાજુ વારંવાર જવાનું થવાથી ત્યાંનાં તમામ તીર્થોની યાત્રા પ્રાયઃ કરતા. સં. ૧૯૮૭ના માગશર વદ ૯ના દિવસે સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુંબઈઅધેરીમાં સંસારી વડીલ બંધુ માણેકલાલે પ્રત્રજ્યા ગ્રહણ કરી પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી મૃગાંકવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. ત્યાર બાદ મુનિ શ્રી મૃગાંકવિજયજી મહારાજની શુભ પ્રેરણા, પૂ. ગુરુભગવંતની વૈરાગ્યરસઝરતી જિનવાણી અને પરમ કૃપાળુ પરમાત્માની અનન્ય અને અનુપમ ભક્તિના પ્રભાવે સં. ૧૯૮૭માં દીક્ષા લેવાની ભાવના થઈ. ભાવના સફળ કરવા તેમ જ પુત્રને પણ વૈરાગ્યના માર્ગે વાળવા માટે સહકુટુંબ પાટણમાં પ્રથમ ચાતુર્માસ પૂ આ. શ્રી વિજય મેઘસૂરિજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજ અને પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી ગણિવર્ય આદિની નિશ્રામાં કર્યું. વૈરાગ્યમાં વેગ આવતાં સં. ૧૯૮૮માં પુનઃ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયજી તથા પૂ. પંન્યાસજી મહારાજ આદિના સાંનિધ્યમાં વઢવાણ સીટીમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહારાદિની તાલીમ માટે સાડા-છ વર્ષના પુત્ર ચીનુભાઈને ગુરુભગવંત સાથે વિહારમાં રાખ્યા. વિરોધ કરનાર સ્વજનને પિતાની કુનેહથી સમજાવી અમદાવાદ-ઝાંપડાની પળે બિરાજમાન પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષાનું મુહૂર્ત કઢાવી શ્રી સમેતશિખરજી આદિ કલ્યાણક તીર્થ ભૂમિઓની સ્પર્શના પુત્ર સહિત કરી આવ્યા. તે સમયમાં બાળદીક્ષાને સખત
2. ૪૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org