________________
શ્રમણભગવંતા–ર
"
"
અને ગુરુ-આજ્ઞા તેઓશ્રીના જીવનમંત્ર બની ગયા. એક અપૂર્વ પ્રસંગ નોંધપાત્ર છે. નિત્યનિયમ મુજબ એક દિવસ મુનિશ્રી ત્રિલોચનવિજયજી ગુરુદેવને વંદન કરી પચ્ચક્ખાણુના આદેશ માગે છે. ગુરુદેવ પૂછે છે : ‘શાનું પચ્ચક્ખાણુ કરવુ છે ? ’ આજ્ઞાંક્તિ શિષ્ય કહે છે: ‘આપ આપે તે.' પૂ. ગુરુદેવ કહે છે : લ્યુા, ત્યારે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણુ આપુ છું. શિષ્યે - તત્તિ ' કહી હાથ જોડચા. નવકારશીની ધારણાથી ગયેલા, તેને બદલે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ લેતાં આનંદ પામનાર અને પેાતાને ધન્ય ધન્ય માનનાર એ મહાત્માએ ૧૬ ઉપવાસ ઉપર બીજા ૧૬ ઉપવાસ કરી, પેાતાનાં ઘણાં કાં ખપાવી નાખ્યાં હતાં. આવી તત્પરતા અને ઉગ્ર સાધના જોઇ અન્ય મુનિવરે વિસ્મય પામ્યા અને તેએશ્રી તપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીમાં એક બીજી પણ વિશેષતા હતી કે, તેઓશ્રી હમેશ દેષરહિત ગોચરી વાપરવા– લાવવામાં સાવધાન રહેતા. અન્ય સાધુએને વાચનામાં પણ ગાચરીના ૪ર દોષાના એવા સુંદર ખ્યાલ આપતા કે સાધુએ તે દોષામાંથી બચવાનો ખ્યાલ રાખે. વળી, · દેહ દુઃખમ્, મહા લમ્ આ મત્ર તેએશ્રીના જીવનમાં ઊંડે સુધી વણાઇ ગયા હતા. દેહનું દુઃખ સહન કરવા શ્રદ્ધાનુ... આત્મબળ જોઈ એ અને અ`તરાત્મામાં સહનશીલતા પરિણમવી જોઈ એ-એમ તેઓશ્રી માનતા. આ વાતની પ્રતીતિ પૂજ્યશ્રીના જીવનના અંત સુધી જોવા મળે છે.
"
"
મુનિશ્રી ત્રિલેાચનવિજયજી મહારાજને તેમની સંયમજીવનની ઉત્કટ સાધનાની ચેગ્યતા પ્રમાણીને સ. ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના અહમદનગરમાં પંન્યાસપત્તથી અને સં. ૨૦૨૯ના માગશર સુદ ૨ને દિવસે અમલનેરમાં આચાય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. આ. શ્રી વિજયયશેદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્યપરિવારમાં સૌ પ્રથમ સૂરિપદારૂઢ થનારા પૂજ્યશ્રી હતા. પૂ. ગુરુદેવ સાથે છેલ્લુ ચામાસુ` મહારાષ્ટ્ર છેડી રાજસ્થાન સિરેડ્ડીમાં કર્યું. સ’. ૨૦૨૮માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી વિજયત્રિલેાચનસૂરિજીને આ આઘાત કારમેા હતે. પણ સમતા કેળવી હતી, જવાબદારી સમજ્યા હતા. મહારાષ્ટ્રવાસીઓની ચિંતા દૂર કરવા તેઓશ્રી પોતાના શિષ્યપરિવાર સાથે મહારાષ્ટ્ર પધાર્યા અને તે પ્રદેશને પોતાની કમભૂમિ બનાવી. ગુરુદેવનું સ્થાન સંભાળી અન`તી કૃપાને વરસાદ વરસાવ્યેા. એ પ્રદેશમાં ગામેગામ વિચરી શ્રાવકોને શ્રીસ ંઘ પ્રત્યેની ફરજો અને શાસ્ત્રાક્ત વ્યવસ્થા વગેરે સમજાવી દાષાથી વાય. યુવાન ભાઈ–બહેનને પણ વડીલેાને નિત્ય વંદન કરતા તેમ જ દેવદર્શન, પૂજા અને ગુરુવંદન આદિમાં રસ લેતાં કર્યાં. આ પ્રદેશનાં નાનાં-મોટાં શાસનકાર્યો કે મતભેદો માટે તેઓશ્રી સદા જાગૃત રહેતા. પૂજ્યશ્રીના કાને એક વાર એક વાત આવીં. અમલનેર સંઘમાં મતભેદ વિશે વાત હતી. સમાધાન કરાવવા માટે તેઓશ્રીએ અમલનેર તરફ વિહાર કર્યાં. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ પણ જલગાંવથી પધારવાના હતા. બંનેના પ્રવેશ એક જ દિવસે થવાના હતે. અમલનેર તરફના પૂ. આ. શ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજના વિહાર ચાલુ હતા. ચાર-પાંચ માઈલનું અંતર આકી હતું. પૂજ્યશ્રી એક પછી એક વિચારમાં ગૂંથાઇ રહ્યા હતા. અમલનેર સંઘના મતભેદ મિટાવી સર્વાંનું કલ્યાણ કરીશુ. ગુરુબંધુને ભેટીશુ....તેવામાં સામેથી કાળ સમી એક એમ્બેસેડર કાર આવી અને ધક્કો લાગ્યા. સાથેના શ્રમણભગવંતે અને આસપાસના સૌ ભેગા
Jain Education International 2010_04
૩૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org