________________
૩૭૪
શાસનપ્રભાવક
જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તે સુપ્રસિદ્ધ છે. આ સર્વ ગુણના યોગથી જીવનમાં જે શાંતિ–શુદ્ધિ અનુભવી શકાય એને ભરપેટ આસ્વાદ માણુને પૂ. આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે શાસનને એક મહાતપસ્વી, સમર્થ સ્વાધ્યાયવીર અને સદ્ગણભંડાર સાધુવર્ય ગુમાવ્યાને શોક વ્યાપી વ. લાખ લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને!
(સંકલન : “કલ્યાણ” માસિકમાંના પૂ. પં. શ્રી (હાલ આચાર્યશ્રી) પૂર્ણચંદ્રવિજ્યજી મહારાજના લેખને આધારે)
ગુર્વાશાને જીવનમંત્ર બનાવનારા, તપોતિ, પરમ સહિષ્ણુ પૂ. આચાર્યશ્રી વિજયત્રિલેચનસૂરીશ્વરજી મહારાજ
પૂજ્ય આચાર્યશ્રી વિજયત્રિલેચનસૂરિજી મહારાજને જન્મ પવિત્ર અને ધર્મવાસિત એવા સ્થંભનતીર્થ (ખંભાત)માં સં. ૧૯૫૪ના માગશર વદ ૧૧ને દિવસે થયે હતો. તેમના પિતાનું નામ પિપટલાલ, માતાનું નામ જયકેરબહેન અને તેમનું પિતાનું જન્મનામ ત્રિભુવન હતું. ત્રિભુવને બાલ્યવયમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું, પણ વ્હાલસોયી માતાએ બેવડી જવાબદારી સંભાળી પુત્ર ત્રિભુવનમાં ઉચ્ચ સંસ્કારો અને સદ્ગુણોનું આરોપણ કર્યું. સમય જતાં માતાને પુત્રને પરણાવવાના કોડ જાગ્યા. માતાના આગ્રહને વશ થઈ ત્રિભુવને સંસાર તે માંડ્યો, પણ તેમનું મન સંસારમાં લાગ્યું નહીં. તેમાં એક પુત્રીને જન્મ થયે. સંસારનું બંધન વધ્યું અને સાથે તેમની મને વેદના પણ વધી. એક બાજુ સંસાર ગમતા ન હતા, અને બીજી બાજુ દીક્ષા લેવાતી ન હતી. આવી દ્વિધામાં જીવન આગળ ચાલ્યું. એમાં સંસારની અસારતાના પ્રસંગે આવ્યા. એ અનુભવથી તેમનું મન સંસાર ત્યાગ અને ત્યાગમાર્ગને સ્વીકાર કરવા ઝંખે છે. તેમાં પૂ. મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજના સચોટ વ્યાખ્યાનશ્રવણથી તેમના પર જાદુઈ અસર થઈ મુક્તિમાર્ગની ઝંખના તીવ્ર બની. તેઓ દીક્ષા લેવાનો નિશ્ચય કરી, હવે કેનું શરણું લેવું તે વિચારવા લાગ્યા. એવામાં પ્રખર ત્યાગી—વૈરાગી પૂ. મુનિ શ્રી જશવિજ્યજી (આચાર્યશ્રી વિજયયદેવસૂરિજી) મહારાજનું અપ્રમત્ત સંયમજીવન જોઈ તેઓશ્રીનું શરણું લેવાનું નક્કી કર્યું. પ્રવ્રજ્યાના માર્ગે જવા માટે તેઓ જ નહીં, તેમના ધર્મપત્ની પણ તત્પર બન્યાં. પુનિત માર્ગે સંચવાને એ પાવન દિવસ પણ આવી પહોંચે. સં. ૧૯૮ન્ના જેઠ વદ ૧૧ને દિવસે ખંભાતમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને પૂ. મુનિશ્રી જશવિજયજીના શિષ્ય તરીકે મુનિશ્રી ત્રિલોચનવિજયજી નામે ઘેષિત કરવામાં આવ્યા. અને તેઓશ્રીનાં ધર્મપત્નીને સાધ્વીશ્રી ઈન્દ્રાશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં
જેની ઝંખના ઊંડે ઊંડે વર્ષોથી ભરી હતી તે પ્રાપ્ત થતાં મુનિશ્રી ત્રિલોચનવિજયજી સંયમસાધનામાં લાગી ગયા. દાદાગુરુદેવનું અને પિતાના ગુરુદેવનું સંયમજીવન આંખ સામે રાખી તપ-ત્યાગ, જ્ઞાન–ધ્યાન, વૈયાવચ્ચ અને આજ્ઞાંકિતપણાને આત્મસાત્ કર્યા, ગુરુસમર્પણભાવ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org