________________
શાસનપ્રભાવક
સ્વરૂપ પકડતાં, વાગડ દેશેાદ્ધારક પૂ. જીતવિજયજી દાદા વિ. સં. ૧૯૭૮ના અષાઢ વદ ૬ને દિવસે શાંતિ-સમતા-સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ચતુવિધ સંઘના, પં. શ્રી કનકવિજયજી મહારાજ આદિ મુનિવરેામાં તથા સુવિશાળ સાધ્વીસમુદાયના અતરમાં પોતાના પરમ ઉપકારી મહાપુરુષના કાયમી વિરહથી સૂનકાર વ્યાપી ગયા ! દાદાગુરુના કાળધમ પછી પૂરાં ૪૦ વર્ષ સુધી પુ. પ. શ્રી કનકનિજયજી મહારાજે વાગડ પરગણાની ધર્મભાવનાની રક્ષા અને વૃદ્ધિ કરવાની, ૨૫૦ જેટલાં સાધ્વીજીઓના વિશાળ સમુદાયને સાચવવાની, શ્રીસ`ઘને ધમમાગે દેરવાની, અનેક ભાવિકજનાને દીક્ષાના પંથે વાળવાની તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાન અને ઉજમણાં જેવાં ધ કાર્યાં કરાવવાની અને આ બધી પ્રવૃત્તિએ વચ્ચે પેાતાની સયમસાધનાને અખંડ અને અપ્રમત્ત રાખવા સાથેની જે વ્યાપક જવાબદારી બજાવી હતી તેની વિગતે એક પ્રેરક, પ્રશાંત અને શૌય ભાવને મેધ કરાવતી ધ કથા બની રહે એવી અદ્ભુત છે.
૩રર
ત્યારબાદ,
સ, ૧૯૮૫ના મહા સુદ ૧૦ને દિવસે, ભેાંયણી તીની વÖગાંડ પ્રસંગે એકત્ર થયેલા સંઘમેળામાં પૂ. આ. શ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વજી મહારાજ તથા પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય મુનિવર્યંની તથા ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી મહારાજને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ચાર વર્ષ પછી, સ’. ૧૯૮૯ના પાષ વદ છને દિવસે જૈનપુરી અમદાવાદમાં, પૂ. સંધસ્થવિર આચાર્ય શ્રી. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાયશ્રી કનકનવિજયજી મહારાજને આચાય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારબાદ પૂજ્યશ્રી આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના નામે સમેધાવા લાગ્યા. આવા આદર્શ શ્રમણરત્નને પામીને આચાય પદ પાતે જ જાણે ધન્ય બની ગયું. આ રીતે સંઘનાયકની સાથેાસાથ હવે આચાર્યશ્રી પણુ બન્યા અને ત્રણ ત્રણ દાયકા સુધી પોતાની એ સમગ્ર જવાબદારીને ઉલ્લાસપૂર્વક અને સફળતાથી નિભાવતા રહ્યા. તે દરમિયાન પૂજ્યશ્રીએ સખ્યાબંધ પુણ્યાત્માઓને વૈરાગ્યવાસિત કરીને દીક્ષા આપીને મેાક્ષમાર્ગના યાત્રિક બનાવ્યા. પૂજ્યશ્રીના પદર શિષ્યેામાં પૂ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિ, પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવÖશ્રી કચનવિજયજી મહારાજ વગેરે મુખ્ય હતા. આ ૩૦ વર્ષ દરમિયાન ૨૭ વર્ષ સુધી તે પૂજ્યશ્રીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પ્રદેશે અને શહેરમાં વિચરીને જે તે સ્થાનના શ્રીસ ઘને ધમ ભાવનાનાં વિવિધ પ્રકારનાં અનેકાનેક સત્કાર્યો કરવાની પ્રેરણા આપીને પોતાના સંઘનાયકપદને વિશેષ ચરિતાર્થ અને શૈાભાયમાન બનાવ્યું. ત્રણ પચીસી વટાવીને આગળ વધેલી વૃદ્ધ અવસ્થાને લીધે અને સતત વિહાર તથા કર્તવ્યપરાયણતાને કારણે કાયા અસ્વસ્થ થાય, થાકવા લાગે એ સ્વાભાવિક છે. એટલે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને
આ સંતપુરુષે સ, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯નાં ત્રણ ચામાસાં કચ્છના ભચાઉ શહેરમાં જ કર્યાં. ત્રીજા ચામાસામાં પૂજ્યશ્રીનુ સ્વાસ્થ્ય વધુ કથળ્યું અને ચતુષિ`ધ સંઘનાં ધર્માંસૂત્રને સાંભળતાં સાંભળતાં અને સમતાભાવે પેાતાના ઇષ્ટસૂત્રનું (પાંચસૂત્રનું) શ્રવણ કરતાં કરતાં શ્રાવણુ વદ ૪ ( પંદરના ઘરના પુણ્ય દિને, ૮૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ પૂ. આચાર્ય ભગવંત પૂર્ણ સમાધિભાવમાં કાળધર્મ પામ્યા. એ મહાસમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને ભાવભીનાં વંદન !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org