________________
શ્રમણભગવંતે-૨ સં. ૧૯૭૩ના અષાઢ સુદ બીજે બીકાનેરમાં ૧૫ વર્ષની કુમળી વયે સચ્ચારિત્રમૂર્તિ શ્રી અમીવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી ક્ષમાભદ્રવિજયજી નામ ધારણ કર્યું. સંયમજીવન સ્વીકારીને પૂજ્યશ્રીએ ગુરુનિશ્રામાં જ્ઞાને પાસના આરંભી દીધી. ગુરુકૃપાથી થોડા જ વખતમાં શાનાં રહસ્યથી અવગત થઈ ગયા. એવામાં પૂ. ગુરુદેવને વિયેગ થયે. આ પ્રબુદ્ધ આત્મા સુગ્ય ગુરુનિશ્રા શોધી રહ્યો. “ગષકની ગવેષણ સાચી રીતે નિર્માઈ હોય તો ઇષ્ટપ્રાપ્તિ પ્રાયઃ દુર્લભ નથી.” એ કહેતી આ મહાત્મા માટે ચરિતાર્થ થઈ. તે કાળે પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરિવારમાં જેઓશ્રી પ્રકાંડ પંડિત અને શુદ્ધ ચારિત્રમૂતિ તરીકે શોભી રહ્યા હતા તે સકલાગમ રહસ્યવેદી સ્વનામધન્ય પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજની પુણ્ય છાયા પામીને શ્રી ક્ષમાવિજયજી અને તેઓશ્રીને ગુરુબંધુવંગ સનાથી બન્યાની અદ્ભુત અનુભૂતિ કરી શકો. મુનિ શ્રી ક્ષમાવિજયજી ગુરુનિશ્રા પામીને જ્ઞાને પાસનાદિમાં વિશેષ પ્રગતિ કરવા લાગ્યા. સં. ૧૯૯૨ના માઘ સુદ બીજને દિવસે પૂજ્યશ્રીને સ્વર્ગવાસ થતાં એક વાઘાત થયું. ત્યાર બાદ સ્વર્ગીય સૂરિદેવના પટ્ટધર ૫. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
મસૂરીશ્વરજી મહારાજની ચરણ પાસનાને પિતાના પ્રાણાધાર બનાવી પિતાની આરાધનાયાત્રા આગળ ચલાવી. તેઓશ્રીની સુગ્યતા જાણીને સં. ૧૯૯૦ના ફાગણ સુદ ને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કરાયા. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૬ને દિવસે પૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ, પાઠકપ્રવર શ્રી રામવિજયજી ગણિવરના ઐતિહાસિક આચાર્યપદ પ્રદાનના મહામહત્સવ પ્રસંગે, આગમપ્રજ્ઞ પૂ. પં. શ્રી અંબૂવિજયજી ગણિવર સાથે પૂજ્યશ્રીને પણ ઉપાધ્યાયપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૯૯પના મહા સુદ ૭ને દિવસે મુંબઈ મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે શ્રીસંઘનું યોગક્ષેમ વહન કરતાં વિચરી રહ્યા.
ક્ષમાશીલ અને ભદ્રમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રમણસંઘના આદેયવચન હતા જ, પરંતુ શ્રાવકવર્ગની શુશ્રષાને સંતોષી તેમણે વિશાળ શ્રોતાવર્ગને ધર્મશ્રદ્ધાનાં અમીપાન કરાવ્યાં છે. ગંભીર શાસ્ત્રીય પ્રશ્નોમાં પિતાની મેધાશક્તિથી ઉકેલ શોધી અનેકાંતવાદના અકાટટ્ય સિદ્ધાંત દ્વારા ધર્મરક્ષાનું કાર્ય પણ દઢ મનોબળપૂર્વક કર્યું છે. નિર્મળ ચારિત્ર, સ્વાધ્યાયરસિકતા, વાત્સલ્યદષ્ટિ આદિ અનેક સગુણે દ્વારા અનેકેનાં હૃદય જીતી લેનારા પૂજ્યશ્રી સમુદાયના ગૌરવરૂપ બની રહ્યા. પરંત કાળના વિકરાળ પંજાએ પિતાની અદેખાઈભરી ચાલ અજમાવવામાં ભ ન અનુભવ્યો. સં. ૨૦૦૦ની સાલમાં પૂજ્યશ્રી પૂ. ગુરુદેવની આજ્ઞાનુસાર સૌરાષ્ટ્રના ઝાલાવાડ વિસ્તારના વઢવાણ-સુરેન્દ્રનગર પધાર્યા હતા. સાવ ઓચિંતા તબિયત બગડી અને એ આઘાતજનક સમાચાર સમગ્ર દેશમાં વ્યાપી વળ્યા કે, “પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ અષાઢ સુદ એકમને દિવસે કાળધર્મ પામ્યા. ” આ સમાચારથી ખુદ ગચ્છાધિપતિ પૂ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજ પણ વ્યથિત બની ગયા. શ્રીસંઘે એક અણમોલ રત્ન ગુમાવ્યું, શાસનસમુદાયને એક આધારસ્તંભ તૂટી પડ્યો. ૪૨ વર્ષની નાની વયે સ્વર્ગવાસી બનેલા પૂ. ગુરુમહારાજના ગુણકીર્તન માટે અનેક મહોત્સવ ઊજવાયા. પૂજ્યશ્રીના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org