________________
શ્રમણભગવત-૨
૩૯
શાંત, સરળ અને ભદ્રિક તથા સંયમના ઉત્કૃષ્ટ સાધક પૂ. આચાર્યશ્રી વિજયજયંતશેખરસૂરીશ્વરજી મહારાજ
ગૌરવવંતા ગુર્જર પ્રદેશમાં રાધનપુર ધર્મનગરી તરીકે વિખ્યાત છે. એ નગરીમાં શેઠશ્રી હરજીવનદાસભાઈને ત્યાં સં. ૧૯૬૬ના આસો સુદ ૧૪ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. પુત્રનું નામ જીવણલાલ રાખવામાં આવ્યું. કુટુંબમાં ધર્મસંસ્કારો હતા અને જીવણલાલ પૂર્વભવના સંસ્કાર લઈને અવતર્યા હતા. એમાં પૂ. આ. શ્રી જબ્સૂરીશ્વરજી મહારાજ આદિ અનેક ગુરુઓને સંપર્ક થયે. પરિણામે જીવણલાલમાં સંયમ સ્વીકારવાની ભાવના જાગી. સં. ૧૯૮૮ના મહા સુદ ૬ના દિવસે રાધનપુર મુકામે પૂ. આચાર્યદેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી જયંતવિજયજી મહારાજના નામે પૂ. આ. શ્રી જંબુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ઘોષિત થયા. થોડાં જ વર્ષોમાં ગુરુપ્રભાવે જ્ઞાન-ધ્યાનની સુંદર પ્રાપ્તિ થયા બાદ પિતાની પ્રશાંત પ્રકૃતિ અને સંયમશુદ્ધિના બળે આરાધના–પ્રભાવનાની સુંદર સુવાસ ફેલાવનારા મુનિવર્ય શ્રી જયંતવિજયજી મહારાજને ગણિપંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૨ના માગશર સુદ બીજે અંકલેશ્વર મુકામે આચાર્યપદે આરૂઢ કરવામાં આવતાં પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયજયંતશેખરસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. શાંત સ્વભાવ, સ્વાધ્યાય-તત્પરતા, તપમગ્ન વૃત્તિને લીધે ઠેર ઠેર ચિરસ્થાયી સુંદર સુવાસ સઈ જનારા પૂજ્યશ્રીને દીક્ષા પર્યાય ૫૬ વર્ષને છે. શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સફળતાપૂર્વક પાર પાડવા માટે, સ્વ-પરના કલ્યાણ માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુષ્ય બક્ષે એવી અંતરની અભ્યર્થના અને પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના!
تھی۔
પ્રખર જ્યોતિર્લિંદ, સૌમ્ય અને ઔદાર્યમૂર્તિ, શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયરેવતસૂરીશ્વરજી મહારાજ
આરાધનાનું ધામ રાધનપુર. ભવ્ય જિનાલયે અને સુંદર ધર્મસ્થાનોમાં થયેલાં અગણિત મહાપુરુષોના ચરણસ્પર્શથી પાવન બનેલા આ નગરને “જૈનપુરી” નામે જ ઓળખી શકાય. આ નગરમાં ગેરધનદાસ ખુમખરામ શાહ અને તેમના ધર્મપત્ની ચંપાબહેન એક ધાર્મિક દંપતી હતાં. એમને ત્યાં સં. ૧૯૬૮ના ચૈત્ર વદ ૩ને શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ રમણીકલાલ પાડયું. રાધનપુરનું વાતાવરણ જ ધર્મમય, તેથી રમણીકને બાલ્યકાળમાં જ દર્શન-પૂજન-ગુરુવંદનના સંસ્કારો મળી ગયા. ચાર વર્ષના રમણીકને પૂ. આ. શ્રી વિજયવીરસૂરિજી મહારાજ પૂછતા કે, “તું દીક્ષા લઈશ ?' ત્યારે ચાર વર્ષનું બાળક શું જવાબ આપે ! પરંતુ સાત વર્ષની વયે રમણીકલાલ મુંબઈમાં પિતાનાં બહેન ચંદનબહેન શ્ર, ૪૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org