________________
શ્રમણભગવંતો-૨
૩૬૭ સ્વર્ગ સમાન દક્ષિણાઈ ભરતખંડમાં અનેકાનેક પ્રશમરસનિમગ્ન જિનપ્રતિમાજીથી વિભૂષિત ભવ્યાતિભવ્ય ગગનચુંબી જિનમંદિરેથી પરમ પવિત્ર તીર્થ તુલ્ય બનેલા મેવાડ દેશમાં ૪૦ જિનમંદિરથી ભતા ઉદયપુર શહેરથી એક માઈલે ત્રેવીસમા તીર્થપતિ પુરુષાદાનીય પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સો વર્ષ પ્રાચીન દેવાલી તીર્થ છે. તેમાં વીસા ઓસવાલ વંશીય મેહતા ચલોત્રીય ધર્મશ્રદ્ધેય માનનીય શ્રેષ્ઠિવર્ય દેવ-ગુરુ-ધર્મભક્તિકારક શ્રી લક્ષ્મીલાલજી ખરેખર લક્ષ્મીના લાલ હતા. તેમને અનેક ગુણોથી યુક્ત પતિવ્રતા શીલવ્રતધારિણી કંકુબેન નામે ધર્મપત્ની હતાં. પુત્ર ભગવતીલાલ અને પુત્રી સેવનબહેનના જન્મ પછી સં. ૧૯૭૦ના માગશર સુદ ૭ની મધ્યરાત્રિએ પુણ્યશાળી કંકુબેનની રત્નકુક્ષિએ પૂર્વજન્મનાં મહાન ગીરત્ન પુત્રને જન્મ થયે. કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયે. પુત્રના તેજસ્વી ગુણે જઈને ફઈબાએ નામ પાડ્યું સંગ્રામસિંહ.
હાલયા માતાપિતાના મમતાભર્યા લાલનપાલનમાં ઊછરતા સંગ્રામસિંહ પાંચ વર્ષના થયા ત્યારે તેમનાં માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. બંને ભાઈ અને એક બહેન કાકા પન્નાલાલજીને ત્યાં રહીને મોટા થવા લાગ્યા. સંગ્રામસિંહ બાલ્યકાળથી ભારે ચતુર, વિદ્યાભિલાષી અને સુસંસ્કારી હતા. હિંદી સાત ઘેરણને અભ્યાસ કરી લીધું. સાથેસાથ નિત્ય દેવવંદન, ગુરુવંદન, પર્વતિથિએ તપ આદિ અનેક સદ્દગુણોનો વિકાસ થવા લાગે. એવામાં મોટાભાઈ ભગવતીલાલે સમૃદ્ધિ છેડીને ભરયૌવનમાં સં. ૧૯૮૦માં રાજેદ (માલવા)માં દીક્ષા લીધી. આથી ભાઈ સંગ્રામસિંહનું મન પણ વિચારે ચડયું. મને મંથનમાં પડેલા તેમના ભવ્યાત્માએ પૂજ્યપાદ શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ વિરચિત શ્રી શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં “અથિર સંસારમાં સાર તુજ સેવના” એ મહાવાક્યના ભાવાર્થને વિચારતાં, તથા “વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે.” જૈન શાસનની સર્વ વિરતિનું કેટલું મહત્ત્વ છે, તેમ જ મહાજને યેન ગતઃ સ પથાઃ” એ સૂત્રાનુસાર ત્રણે કાળના અનંતાનંત સર્વ જિનેશ્વર ભગવંતોએ સ્વયં આચરેલી તથા ગણધર ભગવંતે એ આચરેલી ભાગવતી પરમ પાવની સંસારે છેદકારિણી મોક્ષદાયિની દીક્ષા લેવાની ભાવનાથી સં. ૧૯૮૩માં અમદાવાદ પૂ. આચાર્ય શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજ પાસે ગયા. ખબર મળતાં જ બનેવી ત્યાં પહોંચ્યા ને ઘેર પાછા લઈ આવ્યા. મોટાંબહેન સેવનબહેનને નાનાભાઈની દીક્ષા લેવાની ઈચ્છાની જાણ થતાં જ મૂર્છા આવી ગઈ. મોટાભાઈએ ત્રણ વર્ષથી સંયમમાર્ગ સ્વીકાર્યો હતો. હવે નાનો ભાઈ પણ સંસારને ત્યાગ કરે એ બહેનને માન્ય ન હતું. સંગ્રામસિંહ બહેનની ઇચ્છાને આધીન થઈને સંસારમાં રહ્યા. એ રીતે સાત વર્ષ વીતી ગયાં અને કર્મયોગે સેવનબહેન દેવલોક સીધાવ્યા. પ્રબળ વૈરાગી મુમુક્ષુ હવે સંસારના પાંજરામાં પુરાઈ રહે તેમ ન હતા. મુમુક્ષુ સંગ્રામસિંહ પૂર્વકલ્યાણક ભૂમિ સમેતશિખરજી, પાવાપુરીજી આદિ મહાન તીર્થોની યાત્રા કરી કુટુંબીઓની રજા લઈ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાયશ્રી પ્રેમવિજ્યજી ગણિવર્ય તથા પૂ. પંન્યાસ પ્રવર શ્રી રામવિજયજી ગણિવર્ય આદિ શ્રી પંચાસરા પાર્શ્વનાથ આદિ પાંચ હજાર જિન પ્રતિમાજથી યુક્ત ૧૨૫ ભવ્ય જિનમંદિરેથી વિભૂષિત પાટણ તીથે ચાતુર્માસ બિરાજમાન હતા, ત્યાં પહોંચી પૂજ્ય ગુરુભગવંતેનાં ચરણે માથું મૂકી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org