________________
૩૬૨
શાસનપ્રભાવક રહેતા નહીં. તેઓશ્રીની ઉપસ્થિતિ દરમિયાન સર્વત્ર ધાર્મિક સૌરભ પ્રસરી રહેતી. એવા સચ્ચારિત્રસંપન્ન સાધુવર પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં સૌથી વડીલ તરીકેનું સ્થાન શોભાવતા આ સૂરિદેવ ૨૦૪૮માં જેઠ સુદિ ૧૨ બપોરે ૨-૫૦ વાગે સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. અનેકવિધ રંગોના આક્રમણને ભેગવતા રહીને પૂજ્યશ્રીએ સમાધિના સુંદર આદર્શનું દર્શન કરાવ્યું હતું.
અપ્રમત્ત આગમાભ્યાસી અને સંયમજીવનની સાધનાના આદરૂપ પૂ. આચાર્યશ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મહારાજ
આગમપ્રજ્ઞ પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યજંબુસૂરીશ્વરજી મહારાજની કૃપાથી દીક્ષિત બનેલા પિતાના લઘુબંધુ વાડીલાલ તે મુનિશ્રી વર્ધમાનવિજયજીને જોઈ ચારિત્રમાર્ગે જવા થનગની રહેલા ચીમનલાલ પણ સં. ૧૯૮૬ના ચૈત્ર વદ ૯ને શુભ દિને મુંબઈમાં ભદધિતારક પુ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પ્રજ્યા પામ્યા, અને મુનિશ્રી ચિદાનંદવિજ્યજી તરીકે જાહેર થયા. સં. ૧૯૬૯ના ફાગણ વદ ૪ને દિવસે જન્મેલા ચીમનલાલે મુનિશ્રી ચિદાનંદવિજ્યજી બનીને સ્વાધ્યાયતપમાં ખૂબ પ્રગતિ કરી. પૂજ્ય ગુરુવર્યને પ્રેમ સંપાદન કર્યો. સં. ૨૦૧૫માં પંન્યાસપદ અને સં. ૨૦૨માં આચાર્યપદ પ્રાપ્ત કર્યું. અને ત્યારથી પૂ. આચાર્ય શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત થયા. માતા-પિતા, મામા-માસી અને લઘુબંધુએ પણ પુનિત પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કર્યું હતું. પૂજ્યશ્રી દ્વારા સંપાદિત અને અનુવાદિત ગ્રંથરત્ન અલ્પમતિ જીવોની જ્ઞાનપિપાસા પૂર્ણ કરવા માટે પરબની ગરજ સારે છે અને ચિત્તને આનંદ પમાડે છે. ધર્મપુરી છાણીમાં પ્રત્યેની આને શિરોધાર્ય કરી, ચાતુર્માસાર્થે પધાર્યા ત્યારે સ્વાધ્ય કથળ્યું. અષાઢ સુદ ૯ની સવારે શ્રી નમસ્કાર મહામંત્રની ધૂન વચ્ચે કાળધર્મ પામ્યા. ૪૬ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક શાસનપ્રભાવના થઈ. શાંત પ્રકૃતિ, સતત સ્વાધ્યાયવૃત્તિ અને વાત્સલ્યપૂર્ણ વ્યવહારને લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં ખૂબ જ આદરણીય બન્યા હતા. સંયમજીવનના અલિખિત આદર્શોને મૂર્ત કરી અનોખો પ્રભાવ પાથરી જનાર સૂરિવરને કેટિ કેટિ વંદન !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org