________________
શ્રમણભગવંતો-ર
આગમગ્રંથો અને પ્રકરણગ્રંથના ગહન અભ્યાસી પૂ. આ. શ્રી વિજયમલયચંદ્રસૂરીશ્વરજી મહારાજ
એ પણ એક જમાનો હતો કે સુધારાવાદના ઘોડાપૂરમાં દીક્ષા-ધર્મક્રિયા અને ધર્મો. પદેશકેને ઊંચા મસ્તકે જીવવું અઘરું થઈ પડ્યું હતું. શાસ્ત્રકનિષ્ઠ સુવિહિત મહાપુરુષના સિંહનાદ સમી ધર્મદેશના સુધારકેના કુધારાઓને ખુલ્લા પાડી રહી હતી. પૂજ્ય આચાર્યદેવના આ પ્રયત્નોને લીધે જેનધર્મને એક વિશાળ વર્ગ શ્રદ્ધા, સમજ અને આચરણમાં યથાશક્તિ પ્રયત્નશીલ રહી શક્યા હતા. પરિણામે મુંબઈ જેવી મેહમયી નગરીમાં પણ ત્યાગના સંદેશવાહકે વૈરાગ્યની અમીધારાઓ એવી રીતે વહાવી કે સંસારને ત્યાગ કરી, સંયમ સ્વીકારનારા અનેક નરબંકાઓ મેદાને પડ્યા. સં. ૧૯૮૫માં જ્યારે સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ સમુદાય સાથે મુંબઈ પધાર્યા ત્યારે સુધારકો અને સંયમી સંરક્ષક વચ્ચે પરોક્ષ યુદ્ધ ખેલાયું હતું અને મુંબઈના સાધગે આમાં સાથ આપીને શાસનરક્ષાનાં સરાહનીય કાર્યો કર્યા હતાં. સં. ૧૯૮૭ના કારતક વદ ૩ના મંગળ દિને પૂજ્ય આચાર્યદેવ પિતાના પ્રભાવક પ્રશિષ્ય મુનિરાજ શ્રી રામવિજયજીને ગણિ–પંન્યાસપદ અર્પણ કરવાના હતા તે પ્રસંગે શ્રી ભગવાનદાસ હાલાભાઈ (આચાર્યશ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ) જેવા આરાધકેએ સંયમમાગે પ્રયાણ કર્યું, તેમાં રાધનપુરના મસાલિયા પરિવારના મણિલાલ ઉત્તમલાલના સુપુત્ર મહાસુખભાઈ પણ એક હતા. ધર્મ પુરી રાધનપુરથી ધંધાર્થે મુંબઈ આવી વસેલા મહાસુખભાઈ પરમાત્માની ભક્તિમાં એકાકાર રહેતા હોવાથી “ભગત” નામથી ખ્યાતનામ થયેલા હતા. ત્રણ ત્રણ કલાક પ્રભુપૂજામાં ગાળતા મહાસુખભાઈને જિનવાણુ-શ્રવણ માટે સમય રહેતે નહીં. તેથી તેમને સૂચના મળી કે પ્રભુના સ્વરૂપને સમજવા માટે “શ્રવણ” પણ અનિવાર્ય છે. ત્યારથી વાણી શ્રવણને પણ પિતાનું અનુષ્ઠાન બનાવ્યું. જિનવાણીના પ્રભાવે મહાસુખભાઈ ખરેખર મહા સુખમાં મહાલવા લાગ્યા. અને આગળ જતાં માતાની આજ્ઞા લઈ વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. પંન્યાસપ્રવર શ્રી રામવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુનિશ્રી મલયવિજયજી બની રહ્યા.
સંયમજીવનને સ્વીકાર કર્યા પછી પૂ. મુનિવર્ય સ્વગુરુદેવશ્રી, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજ્યજી ગણિવર અને દાદા ગુરુદેવશ્રીની-ગુરુત્રયીની નિશ્રામાં રત્નત્રયીની આરાધના કરવા લાગ્યા. બાલ્યકાળથી પ્રભુભક્તિમાં લીન રહેતા મુનિવર્યશ્રીને શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ રસ પડવા લાગ્યો. જ્ઞાનની આરાધના કરતાં તેઓશ્રીએ પ્રકરણગ્રંથો, આગમગ્ર આદિનું ગહન અધ્યયન કર્યું. સમિતિગુપ્તિના પાલનમાં તથા મુહપત્તિના ઉપયોગમાં પણ અનેકેના આદર્શરૂપ બની રહ્યા. આમ, બાહ્યાભ્યતર ચારિત્રધર્મનું પાલન કરતાં પૂજ્યશ્રી સૌના આદરપાત્ર બની રહ્યા. સં. ૨૦૧૫માં તેઓશ્રીને પંન્યાસપ્રવર શ્રી મલયવિજયજી ગણિવર અને સં. ૨૦૧૯માં પૂ. આ. શ્રી વિજયમલયચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરીકે પદારૂઢ કરાયા. વર્ધમાનતપની ઓળીના ઉગ્ર આરાધક આ મહાત્માએ ૧૦૦મી ઓળી નાદુરસ્ત તબિયત છતાં પૂર્ણ કરી. અને ત્યાર પછી જ–તે જ વર્ષે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org