________________
શ્રમણભગવંત-૨
૩૬૧ મૃતિ થતાં જ નજર સમક્ષ અનેક પ્રસંગોની હારમાળા ખડી થઈ જાય છે, મસ્તક નમી પડે છે, હાથ જોડાઈ જાય છે અને મોંમાંથી શબ્દો સરી પડે છેઃ
શિરસા મનસા મથ્થણ વંદામિ.
પૂજ્યશ્રીના નામમાં જ નહિ, પણ કામમાં પણ કનક જેવી નક્કરતા અને સુંદરતા તેમ જ ચંદ્ર જેવી આહલાદક શીતળતાને સુભગ સમન્વય હતે. આવા સુભગ સંગમના પુનરવાર માટે હવે તે કોણ જાણે કેટકેટલા યુગો સુધી પ્રતીક્ષા કરવી પડશે! આપણે ઈચ્છીએ. કે, આ પ્રતીક્ષાને અંત વહેલે આવે અને “કનકચંદ્ર” સમાન કાયા-છાયાનું દર્શન-વંદનસ્પર્શન-પૂજન કરવા સૌ સૌભાગ્યશાળી બનીએ!
(સંકલનઃ પૂ. પં. શ્રી પૂર્ણચંદ્રવિજયજી ગણિવર –હાલ આચાર્યશ્રી)
ભદ્રપરિણામી-સંસ્કારમૂર્તિ-વાત્સલ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયવર્ધમાનસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતની ઐતિહાસિક અને પવિત્ર નગરી ડભોઈમાં દલપત ભગવાનના પ્રતિષ્ઠિત કુટુંબમાં હીરાભાઈ અને રાધિકાબહેનને ત્યાં સં. ૧૯૭૧ના પ્રથમ વૈશાખ સુદ ૩–અખાત્રીજના દિવસે એક પુત્રરત્નને જન્મ થયો. પુત્રનું નામ વાડીલાલ રાખ્યું. વાડીલાલનાં માતા-પિતા ધર્માનુરાગી હતાં. તેઓ બંને પણ પરમેશ્વરી પ્રવજ્યા સ્વીકારી મુનિશ્રી પ્રિયંકરવિજયજી અને સાધ્વીશ્રી રંજનશ્રીજી બન્યાં હતાં. પરિણામે, વાડીભાઈમાં બાલ્યકાળમાં જ ધર્માનુરાગી સંસ્કારોનું સિંચન થયું હતું. સં. ૧૯૮૩માં ડાઈમાં સાગરગચ્છના ઉપાશ્રયે મુનિશ્રી પ્રધાનમુનિનું ચોમાસું હતું, વાડીભાઈ પાંચમું ધોરણ ભણતા હતા. હંમેશાં ઉપાશ્રયે જતા. નાનું-મોટું જે કામ ચીધે તે કરતા. સામાયિક કરતા. એ જ ચાતુર્માસમાં સંસારી મામા પૂ. આ. શ્રી વિજ્યજંબુસૂરીશ્વરજી મહારાજને વંદના કરવા ખંભાત ગયા. વાડીલાલને ત્યાં ગમી ગયું. ધાર્મિક અભ્યાસ માટે ત્યાં રોકાઈ ગયા. સં. ૧૯૮૪ના જ્ઞાનપંચમીના દિવસે પહેલીવાર પૌષધ કર્યો, જાણે દીક્ષા જીવનની પૂર્વતાલીમ લીધી. સં. ૧૯૮૪ના ફાગણ વદ ૬ના શુભ દિવસે દીક્ષા અંગીકાર કરી, ખંભાત પાસે વતર ગામે મુનિશ્રી રક્ષિતવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી વર્ધમાનવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીની દીક્ષા પછી બે વર્ષ બાદ મોટાભાઈ ચીમનલાલ પણ દીક્ષિત થઈને મુનિશ્રી ચિદાનંદવિજય બન્યા. દીક્ષા પછી મુનિશ્રી વર્ધમાનવિજયજી મહારાજે તપ અને અભ્યાસમાં ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ સાધી. પૂજ્યશ્રી ગુરુસેવામાં પણ સદાય તત્પર બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવશ્રીએ આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની પંન્યાસપદવી સં. ૨૦૧૫માં સુરેન્દ્રનગરમાં થઈ હતી અને આચાર્ય પદવી સં. ૨૦૨માં ધુળિયા (મહારાષ્ટ્ર ) મુકામે થઈ હતી. પૂજ્યશ્રી વાત્સલ્યના ભંડાર હતા. તેઓશ્રીના દર્શનથી કોઈ પણ લાગણીથી ભીંજાયા વગર
શ્ર, ૪૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org