________________
શ્રમણભગવંતે-૨
૩૫૫ અનેકવિધ કાર્યો સહજમાં કરાવતા. તેઓશ્રી ઈચ્છે અને બેલે તે થતું જ. અને તેથી જ તેઓશ્રી “વચનસિદ્ધ મહામા” તરીકે પૂજનીય બન્યા. પ્રતિકૂળ સંજોગોમાં પૂજ્યશ્રીએ પૂરેપૂરી સહનશીલતા કેળવી હતી. પૂજ્યશ્રીને હાથપગનું ખરજવું અસહ્ય પીડા આપતું, છતાં એ પીડા ક્યારેય કોઈ ને કળાવા ન દેતા, સમભાવે સહન કરતા. પિડા સ્વકર્માજનિત છે, માટે તે ઉપસર્ગો સહન કયે જ છૂટકે છે તેમ તેઓશ્રી માનતા. કેઈએ ખરજવા ઉપરની ચામડી છરીથી છેલાવવાની સલાહ આપી, અને જ્યારે વૈદ પાસે છરીથી ચામડી લાવી ત્યારે શાંત ચિત્ત નમસ્કાર મહામંત્રમાં લીન બની અને બંધક મુનિ અને ગજસુકુમાર મુનિનું આલંબન લઈ મેરુ પર્વત સમાન ધીરજ દાખવી. અતિ વૃદ્ધાવસ્થા અને વિહારના કારણે તેઓશ્રીની તબિયત સારી ન રહી. સિદેહીને છેલ્લા ચોમાસામાં તેઓશ્રીને કેન્સરનું જીવલેણ દરદ થયું. ઓપરેશન કરાવવાની સલાહ મળી. કુટુંબીઓ અને ભક્તો સિરોહમાં ઉપસ્થિત થયા. અમદાવાદ લઈ જવાની વિચારણા ચાલી, પણ કર્મસત્તામાં માનનાર પૂજ્યશ્રીએ ના કહી. દિવસે દિવસે તબિયત ક્ષીણ થતી ચાલી. કેઈ શાતા પૂછે તે કહે કે, “દેવગુરુપસાથે શાતામાં છું. મને કંઈ થતું નથી, જે થાય છે તે શરીરને થાય છે. આખરે સં. ૨૦૨૮ના કારતક સુદ અને કાળે દિવસ આવે. સાંજના પાંચના કેરે નાડીના ધબકારા ધીમા પડતા ગયા. શિષ્યએ સુંદર નિર્માણ કરાવી. નમસ્કાર મહામંત્રની ધૂનમાં એ આત્મા ૫-૨૦ મિનિટે પાર્થિવ દેહ છડી પરલોક સિધાવી ગ. સંઘ-શિષ્ય નિરાધાર બન્યા.
અનેકેને નવકારમંત્રના લાખોપતિ બનાવ્યા. ઘણુઓને દેવદ્રવ્યના ભારથી મુક્ત બનાવી સંઘમાં થતા સંઘર્ષોને અટકાવ્યા. મહારાષ્ટ્રની ઉજડ ભૂમિને ધર્મથી હરિયાળી કરનારા અનંત ઉપકારી તારણહાર આત્માને કેટિ કોટિ વંદના !
પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્યની વિગત આ પ્રમાણે છે :
શિમુનિશ્રી હેમવિજયજી, ૨. મુનિ શ્રી નરોત્તમવિજયજી, ૩. આચાર્યશ્રી વિજ્ય ત્રિલેચનસૂરિજી, ૪. મુનિ શ્રી લાવણ્યવિજયજી, પ. મુનિ શ્રી અશોકવિજયજી, ૬. આચાર્યશ્રી વિજયરંગસૂરિજી, ૭. મુનિ શ્રી પ્રકાશવિજ્યજી, ૮. મુનિ શ્રી નિરંજનવિજયજી, ૯. મુનિ શ્રી નેમવિજ્યજી, ૧૦. આચાર્ય શ્રી વિજ્યધનપાલસૂરિજી, ૧૧. મુનિ શ્રી રંજનવિજ્યજી, ૧૨. મુનિ શ્રી પ્રીતિવિજયજી, ૧૩. આચાર્ય શ્રી વિજયધનેશ્વરસૂરિજી અને મુનિશ્રી સિદ્ધસેનવિજયજી.
પ્રશિઃ –૧. મુનિ શ્રી જિતવિજયજી, ૨. મુનિ શ્રી દેવવિજયજી, ૩. મુનિ શ્રી કંચનવિજયજી, ૪. પ્રવર્તક મુનિ શ્રી જિનરત્નવિજયજી, પ. ગણિવર શ્રી ચતુરવિજયજી, ૬. મુનિ શ્રી ઈન્દ્રસેનવિજ્યજ, ૭. મુનિ શ્રી જિનેન્દ્રવિજયજી, ૮. મુનિ શ્રી ધર્મજ્ઞવિજયજી, ૯. મુનિ શ્રી શિવાનંદવિજયજી, ૧૦. મુનિ શ્રી કર્મજિતવિજયજી, ૧૧. મુનિ શ્રી અમરવિજયજી, ૧૨. મુનિ શ્રી નંદીશ્વરવિજયજી, ૧૩. મુનિ શ્રી જયપાલવિજયજી અને ૧૪. મુનિ શ્રી શિવભૂષણવિજ્યજી આદિ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org