________________
૩૫૪
શાસનપ્રભાવક
દીક્ષાગ્રહણ માટે નકકી થયે. એ પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેસીંગભાઈએ અને બીજા પણ સાધીઓએ દીક્ષા ગ્રહણ કરી. કુટુંબીઓને ઉકળાટ હવે ઉલ્લાસમાં પલટાઈ ગયું હતું. દીક્ષા પ્રસંગે હેરાવવાનાં કપડાં, પાત્રાનાં ઉપકરણની છાબ પત્નીએ માથે લીધી. પુત્ર-પુત્રવધૂઓ પણ ઊલટભેર આગળ આવ્યાં. જ્યારે જેસીંગભાઈ વરસીદાન આપતાં રાજનગરના રાજમાર્ગો પરથી પસાર થયા ત્યારે ધન ધન્ય બની ગયું. દિક્ષામંડપમાં જેસીંગભાઈ જેસીંગભાઈ મટી મુનિશ્રી જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના માર્ગે શ્રી રામવિજ્યજીના શિષ્ય બની ગયા. આ દીક્ષા મહોત્સવની ભવ્યતા નીરખી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તે ઈસ કાલ કે શાલીભદ્ર કી દીક્ષા હુ.”
દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન બની, ગુવજ્ઞાનું પાલન–વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, અન્ય મુનિરાજે માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ–પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૦૫માં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી સંયમસાધનામાં તેમ જ શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત સિંચન કર્યું. અનંત ઉપકાર કર્યો, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ નથી. મહારાષ્ટ્રમાં તેઓ “મહારાષ્ટ્ર કેસરી” તરીકે જ ઓળખાતા રહ્યા. પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ તેમ જ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના હૃદયમાં પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન વિશિષ્ટ હતું. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તે કાયમ કહેતા કે, આ તે તીર્થકરને જીવ છે. પૂ. આ. શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ ઘણું જ સરળ, શાંત, વિનમ્ર, વત્સલ, સહિષ્ણુ, નિસ્પૃહી ગુણે ધરાવતા સૂરિવર હતા. તેઓશ્રીમાં અને જરા પણ સ્થાન ન હતું. “બધાં મારાં અને હું બધાને. આ મધ્યસ્થભાવ તેઓશ્રીમાં હરહંમેશ પ્રવર્તતે. પૂજ્યશ્રીનું ચારિત્ર એટલું ઉચ્ચ કેટિનું હતું કે પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીએ સમુદાયના સાધ્વીગણની જવાબદારી તેઓશ્રીને સેંપી હતી. તેઓશ્રીના ઉત્કૃષ્ટ સંયમ અને સત્યવચન સૌને પ્રેરણારૂપ બન્યાં હતાં. આપણુ લીધે બીજાને કષાય ન થાય તે માટે ઘણું વાર તેઓશ્રી ગમ ખાઈ જતા અને બીજાઓને ગમ ખાવાની સલાહ આપતા.
નમસ્કાર મહામંત્રની સતત આરાધના એ પૂજ્યશ્રીને જીવનમંત્ર હતું. જીવનની એક પળ પણ આરાધના વિનાની જવા દેતા ન હતા. નમસ્કાર મહામંત્ર તેઓશ્રીને પૂરા જીવનમાં અને નસેનસમાં વ્યાપી ગયો હતો. આંગળીના વેઢે અહોનિશ જાપ ચાલુ રહેત. આ પદ્ધતિથી તેમણે ૩૬ કરોડ ૬૩ લાખ મહામંત્રનો જાપ કર્યો હતે. શાસનમાં કરે મહામંત્રના આરાધક આત્મા તરીકે તેઓશ્રીનું ગૌરવવંતું સ્થાન છે. આવી અજોડ આરાધનાના બળે પૂજ્યશ્રીનું અંતઃકરણ પ્રસન્ન રહેતું. સાધનાના બળની મસ્તીમાં તેઓશ્રી ધર્મ પ્રભાવનાનાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org