________________
૩૫૩
શ્રમણભગવત-૨
મહાન ત્યાગી-વૈરાગી, સમતાના સાગર, નવકારમંત્રના આરાધક;
વચનસિદ્ધ મહાત્મા, સમર્થ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-કેસરી
પૂ. આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ - સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી અમદાવાદમાં પૂજ્યશ્રીને જન્મ છે. તેમનું સંસારી નામ જેસીંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ ગજરાબાઈ હતું. કુટુંબ જેનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું ભાગ્ય જેસીંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કાર અને દેવ-ગુરુ ઉપરની દઢ શ્રદ્ધા – આ પ્રમુખ ગુણે તેમનામાં બાલ્યવયથી જ વણાઈ ગયા હતા. ભેગ-ઉપભેગનાં સાધને વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસીગભાઈ ભણીગણીને યૌવનવયને પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતા તેઓ પરણ્યા અને સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. કર્તવ્યની કસેટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના મેળવી. બજારમાં પેઢીની આબરૂ પણ ખૂબ વધારી. આ બધું પ્રાપ્ત છતાં તેમને મન તે જિનપૂજા, પ્રવચનશ્રવણ, જપ-તપ અને આરાધના જ મુખ્ય હતાં. આરાધકેના વર્ગમાં તેમનું સ્થાન મોખરે હતું. સંસારના ફળસ્વરૂપ ત્રણ પુત્રો થયા. પ્રસંગે પ્રસંગે જેસીંગભાઈને આ સંસાર પ્રત્યે ઉદાસીન બનવા લાગ્યું. ગૃહસ્થધર્મનું પાલન સંયમ સાથે કરવા લાગ્યા. એવામાં એક પ્રસંગ ધ્યાન ખેંચે એવે બન્યું. મોટા પુત્ર સારાભાઈનાં લગ્ન લેવાયાં. ઘરમાં ઉત્સાહને પાર ન હતો. પણ જેસીંગભાઈના મનમાં ઉગ હતું. આ લગ્નપ્રસંગની અનુમોદના માટે તેઓ તૈયાર ન હતા. તેમને લાગતું કે આપણે એ કર્યું, છોકરાઓ કરશે, પણ આ કરવા જેવું નથી એ ચોક્કસ છે. પુત્રના લગ્નના દિવસે સવારે ઊઠે છે અને સીધા પૌષધશાળામાં જઈ પષધ ઉચ્ચરે છે. ચારિત્રધર્મ પ્રત્યેની તેમની ઊડી શ્રદ્ધા આ પ્રસંગથી જણાઈ આવે છે.
વિ. સં. ૧૯૮૧માં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. પ્રવચનમાં માનવમેદનીને પાર રહેતું નથી. ગુરુ ભગવંતેની અભિલાષા ફક્ત “સવિ જીવ કરું શાસનરસી” હોય છે. તેઓ આવેલ તકને સાધી લે છે. પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે શ્રાદ્ધરો પારખી લીધાં. અને એક દિવસ પૌષધમાં રહેલા શ્રાવકેને પૂછ્યું, “બેલે ભાઈ, આ જેસીંગલાલ ચારિત્ર લે તે તેમની સાથે કણ કણ તૈયાર છે?” આ વાતમાં આરાધકેએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યું. સારા એવા અભિગ્રહો થયા. જેસીંગભાઈ એ પણ નિર્ણય જણાવ્યું કે, આવતાં ચોમાસા પહેલાં દીક્ષા લેવી, નહિતર અષાઢી ચૌદશથી ઉપવાસ કરવા.” આવા અભિગ્રહથી સર્વ કુટુંબીજને અકળાઈ ઊઠયાં, પણ જેસીંગભાઈ તેમના નિર્ણયમાં મક્કમ હતા. આખરે તેમની મકકમતાને વિજ્ય થયે. સં. ૧૯૮૧ના ફાગણ સુદ બીજને દિવસ છે, ૪૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org