________________
શ્રમણભગવંતો-૨
૩૪૯
ડભોઈમાં આગમન ભાઈ ખુશાલને ખુશ-હાલ કરી ગયું. શ્રી પ્રેમવિજ્યજી મહારાજે તે ખુશાલચંદના લલાટની લકીરને ઓળખી લઈને, તેને હાથ પકડીને કહ્યું પણ ખરું કે, “કેમ, સંસારમાં મજા આવે છે? સંયમ ક્યારે લેવું છે?” આ વચને ખુશાલચંદના હૈયાને હચમચાવી ગયા. એવામાં એક વાર રૂકપાસના ધીકતા ધંધામાં નવા માલનાં ગાડાં ખાલી કરાવતાં તેમાંથી બે-ત્રણે બિલાડીનાં બચ્ચાને જીવતાં નીકળતાં જોઈને વિચાર આવ્યો કે જે ખ્યાલ ન હતા તે આ બચ્ચાંનું શું થાત ! અહાહા...આ સંસારનાં કાર્યો તે પાપના આટાપાટા છે. આમાંથી શું છૂટાય ! બીજી વખત, તાજા જન્મેલાં પિતાનાં નાનાં બાલુડાંને દૂધ આપવાનું હતું. તેમાં ચડેલી કીડીઓ જોઈને વળી સંસાર પરથી મન ઊતરી ગયું. પુત્ર, પત્ની, કુટુંબીજનેને છોડીને
સુવર્ણ કમાવા જાઉં છું.” એવું બહાનું કાઢીને ઘેરથી નીકળી ગયા. અને પૂ. ગુરુદેવે રાજસ્થાનમાં વિચરી રહ્યા છે તેની જાણ હતી તેથી રાજસ્થાન પહોંચ્યા. પૂ. ગુરુદેવની છત્રછાયામાં પહોંચવા સુધી રાહ જોયા વિના, શિરોહીના જિનમંદિરમાં જાતે જ મુંડન કરાવી સાધુવેશ પરિધાન કરી લીધું. અને પછી પૂ. ગુરુદેવ પાસે પહોંચ્યા, અને કહ્યું કે, “ગુરુદેવ ! હવે મને આપનો શિષ્ય બનાવે.” પૂ. શ્રી પ્રેમવિજ્યજી મહારાજે રાજસ્થાનના ગોહિલી ગામમાં સં. ૧૯૭૮ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને મુનિ શ્રી જંબૂવિજયજી નામે પોતાના શિષ્ય તરીકે ઘેષિત કર્યા. મોહમગ્ન પરિવારને સમાચાર મળતાં સૌ આવી પહોંચ્યાં. મેહનું તાંડવનૃત્ય શરૂ થયું પરંતુ મુનિશ્રી રામવિજયજી મહારાજની સમજાવટથી, ધીરજપૂર્વક સૌને શાંત કર્યા. સૌ નૂતન મુનિવરને પ્રણામ કરી પાછાં વળ્યાં. વિનિનાં વાદળ વીખરાયાં. જ્ઞાનસાધના અને તપસાધનાના ઊજળા દિવસે આવ્યા. મુનિશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં અહોનિશ આરાધનામાં નિમગ્ન રહેવા લાગ્યા. જોતજોતામાં તેઓશ્રી આગમશાસ્ત્રોના ગહન અને પ્રખર અભ્યાસી બની રહ્યા અને સંઘમાં આગમપ્રસ” મુનિવર્ય તરીકે વિખ્યાત થઈ ગયા.
પૂજ્યશ્રીની તપ-જ્ઞાનની દિન-પ્રતિદિન પ્રગતિને લક્ષમાં લઈ સં. ૧૯૯૦માં અમદાવાદમાં ગણિ-પંન્યાસપદથી, સં. ૧૯૯૨માં મુંબઈમાં ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૯માં રાજનગરઅમદાવાદમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ તરીકે તેઓશ્રીને જાણ થતે રહ્યો. ધર્મશાસ્ત્રોનું પરિશીલન અને અધ્યયન એ જેમ તેઓશ્રીનો નિત્યક્રમ હતો, તેમ પ્રાચીન ગ્રંથનું સ ધન તથા ગુજરાતી ભાષામાં ધર્મસાહિત્યનું સર્જન એ પૂજ્યશ્રીનું નોંધપાત્ર અર્પણ છે. તીક્ષ્ણ બુદ્ધિ અને સતેજ સ્મરણશક્તિને લીધે દિવસો પૂર્વેનાં શ્રવણ કરેલાં પ્રવચનનું પૂજ્યશ્રી યથાતથ અવતરણ કરી શકતા. “તિથિદિન અને પરધન આદિ વિષયને લગતાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનનું તેઓશ્રીએ કરેલું અવતરણ-સંપાદન આજે પણ આ વાતની શાખ પૂરે છે. પૂજ્યશ્રીના ઉપદેશથી જન્મભૂમિ ડભોઈમાં “આર્ય જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર” તેમની જીવંત કીતિગાથા સમું શોભી રહ્યું છે. “આર્ય જંબૂ ”માં સ્વનામને અને “મુક્તાબાઈ' શબ્દમાં સ્વ-માતાને નિર્દેશ કરીને પૂજ્યશ્રીએ માતૃત્રણ અદા કર્યું છે. આ જ્ઞાનમંદિર પ્રાચીન હસ્તપ્રતના અભયારણ્ય જેવું લાગે છે. અસંખ્ય હસ્તપ્રતે આ સંસ્થામાં સચવાયેલી છે. શ્રી કષભદેવ આદિ પ્રાસાદ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org