________________
૩૪૮
શાસનપ્રભાવક
સચ્ચારિત્ર પરિમલ આજે પણ અનેક પુણ્યાત્માઓને પાવનપંથે પ્રેરી રહ્યો છે. એવા એ ઉત્તમ ગુણરાશિ સૂરિવરને કેટિશઃ વંદન !
(–પ. પૂ. પંન્યાસશ્રી વિમલસેનવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી એક સગ્ગહસ્થના સૌજન્યથી)
જ્ઞાનારાધનના પરમ ઉપાસક, સમર્થ સાહિત્યસર્જક, આગમ પ્રજ્ઞ
પૂ. આચાર્યશ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયજંબુસૂરીશ્વરજી મહારાજ જેમ સંયમના જાગૃત સાધક હતા, તેમ શ્રતના પણ સતત ઉપાસક હતા. શીલ અને પ્રજ્ઞાની નિષ્ઠાભરી ઉપાસના દ્વારા પૂજ્યશ્રીએ પોતાના ચારિત્રને ઉજજવળ અને ભાયમાન કર્યું હતું. શીલ-પ્રજ્ઞાના પુંજ સમા જૈનસંઘના મહાન જ્યોતિર્ધર અને વિવિધ વિષયના અને વિવિધ ભાષાના સંખ્યાબંધ શાસ્ત્રના સર્જક ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજ્યજીના નિર્વાણથી પાવન બનેલી દક્ષિણ ગુજરાતની ડભોઈ (દર્ભાવતી) નગરી તેઓશ્રીની જન્મભૂમિ હતી. જ્યાં મંત્રીશ્વરે વસ્તુપાલ-તેજપાલ દ્વારા નિર્મિત ડભોઈને કિલો શિલ્પ-સ્થાપત્યની આગવી કળા ઉપસાવતે આજે પણ ઊભે છે,
ત્યાં વડજવાસી શાહ મગનલાલ દલપતભાઈ અને તેમનાં ધર્મપત્ની મુક્તાબહેન ધર્મમય જીવન વિતાવતાં હતાં. સં. ૧૯પપના મહા વદ ૧૧ને દિવસે એમને ત્યાં એક પુત્રરત્નને જન્મ થયે. પિતાએ પુત્રનું નામ ખુશાલચંદ રાખ્યું. નાનપણથી જ ખુશાલચંદ જેવા ભણવા-ગણવામાં હોંશિયાર હતા, તેવા ધાર્મિક ક્રિયાઓમાં રસ-રુચિ ધરાવતા હતા. ખુશાલચંદ જ્યારે ૧૩ વર્ષના હતા, ત્યારે તેમનાં એક બહેન સં. ૧૯૬૮માં દીક્ષિત બની સાધ્વી શ્રી કલ્યાણશ્રીજી બન્યાં, તે જોઈને ખુશાલચંદના માનસ પર વૈરાગ્યની રેખાઓ દઢ બની. પરંતુ તે જમાનામાં સંયમ સ્વીકારવાની વાત સહેલાઈથી સ્વીકારાતી ન હતી. ખુશાલચંદનું મન વૈરાગ્ય અને સમાજના રાગ વચ્ચે ઝોલાં ખાતું હતું. મુનિવરની વાણીનું શ્રવણ, પિતાની કુશાગ્રબુદ્ધિ અને સતેજ સ્મૃતિશક્તિ તેમને સંસારની હેયતા માટે સુનિશ્ચિત કરી શકી, પરંતુ કર્મનાં બંધને અફર છે. ભેગની ભૂતાવળોથી દૂર ભાગનારાને પણ ભોગાવેલી છેડતી નથી. ખુશાલચંદને પણ સંસારની શૃંખલાથી બંધાવું પડ્યું. મોટાભાઈ બાપુભાઈ અને પાનાચંદભાઈને વેપારમાં સહાય કરવા જોડાવું પડયું. કુટુંબીજનોએ ખુશાલચંદને લગ્નગ્રંથિથી બાંધી દીધા અને એક પુત્રના જન્મથી એ બંધન વધુ ને વધુ દઢ થયું.
' સદ્ધર્મસંરક્ષક સૂરિપુરંદર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના નેતૃવે તે સમયમાં શ્રીસંઘમાં વૈરાગ્ય અને વીસ્તાનાં પડઘમ વાગ્યાં હતાં. શાસનમાન્ય પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની વીરહાક મેહનિદ્રામાં મસ્ત આત્માઓને ઢઢળીને જગાડવા શક્તિમાન હતી. મુનિવર્ય શ્રી રામવિજ્યજી મહારાજની વેધક વાણી કાજળકાળાં હૈયાઓમાં પણ સત્યપ્રકાશ પાથરી રહી હતી. એવા એ આચાર્ય દેવનું સપરિવાર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org