________________
૩ર૪
શાસનપ્રભાવક
કરીને અશક્ય લાગતી વાતને શક્ય બનાવી એક આદર્શ રજૂ કર્યો હતો. આ પછી પિતાનાં માતુશ્રી કે સગાંવહાલાં પિતાને લગ્નની બેડી પહેરાવીને સંસારમાં રોકી રાખવા ફરી પ્રયત્ન ન કરે તે માટે અગમચેતી વાપરીને પિતાના ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. આથી ગોપાળભાઈનું અંતર એક પ્રકારની કાયમી નિશ્ચિતતા અનુભવી રહ્યું. એમને થયું ? ન હશે વાંસ, ન વાગશે વાંસળી !
આમ છતાં, ગોપાળભાઈ માટે દિલ્હી હજી દૂર જ હોય, એમ એમના મનોરથ સફળ થવાની વેળા ન આવી. પિતાની માતાની પિતાની પ્રત્યે મમતા અને હેતપ્રીતને લીધે એમને ઠીક ઠીક લાંબા કહી શકાય એટલા સમય સુધી સંસારમાં રોકાઈ રહેવું પડ્યું. પણ એમ કરતાં બે જાતને લાભ મળે. પહેલે લાભ માતૃભક્તિને ધર્મ અદા કરવારૂપે મળે અને બીજે લાભ ઘરમાં રહેવા છતાં વૈરાગ્યમય અને સંયમી જીવન જીવવાની તાલીમ મળી ગઈ એ થયો. ઘરવાસ દરમિયાન એમણે પિતાનાં માતુશ્રીને તીર્થયાત્રા કરાવી અને ઉપધાન તપની આરાધના કરવાની એમની ભાવના પૂરી કરી અને એમ કરીને જાણે પિતાની માતૃભક્તિ ઉપર ધર્મભાવનાને રંગ ચડાવીને એને વિશેષ ચરિતાર્થ કરી. પરિણામે માતા મૂળીબાઈ પણ પિતાના કુળદીપક પુત્રને ત્યાગધર્મને સ્વીકાર કરવાની ભાવનાને સ્વીકાર કરવા તૈયાર થઈ ગયાં. એટલે દીક્ષા–મહોત્સવ ગેપાળભાઈના વતન લાકડિયા નગરમાં જ મહાન પ્રતાપી આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી (તે સમયે પંન્યાસશ્રી) મહારાજની નિશ્રામાં ઊજવવાનું નક્કી થયું. સં. ૧૯૮૩ના પિષ વદ પાંચમે આ મહાપ્રભાવક શ્રમણભગવંતે ગોપાળભાઈને ભાગવતી દીક્ષા આપીને મુનિ દીપવિજયજીના નામથી પિતાના શિષ્ય બનાવ્યા. મુનિ દીપવિજયજીનું રોમ રોમ ઇષ્ટપ્રાપ્તિના ભવ્ય આનંદ અને દિવ્ય સંતેષથી રોમાંચિત થઈ ગયું. તે વખતે તેઓશ્રીની ઉંમર ૩૫ વર્ષની હતી.
- દીક્ષા લીધી તે દિવસથી મુનિશ્રી દીપવિજજીએ ગુરુદેવને સંપૂર્ણ સમર્પિત થઈને સંયમયાત્રાને નિર્વાહ કરવાની જે વૃત્તિ દાખવી હતી તે વિરલ અને દાખલારૂપ બની રહી હતી. એટલે કે દીક્ષાને સ્વીકાર કર્યો તે દિવસથી સં. ૨૦૧માં ગુરુદેવને કાયમી વિયોગ થયો ત્યાં સુધી, ૩૬ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી કાયાની સાથે છાયા રહે એ રીતે પિતાના ગુરુદેવની સેવા-સુશ્રષા કરવામાં જ એમણે ધન્યતા માની હતી. આ દરમિયાન સં. ૨૦૦૪માં વસંતપંચમીના દિવસે ધર્મ પુરી રાધનપુર શહેરમાં તેઓશ્રીને ગણિપદ તથા પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યાં. અને એમના ગુરુવર્ય આચાર્યશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગગમન બાદ બીજા વર્ષે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના, તીર્થશાસનની સ્થાપનાના ઐતિહાસિક મહાપર્વના દિને, કટારિયા તીર્થમાં પૂજ્યશ્રી દીપવિજયજીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. ત્યારથી તેઓ આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરિજીના નામથી વિશેષ સન્માનિત થવા લાગ્યા. પિતાના ૪૬ વર્ષના લાંબા દીક્ષા પર્યાય દરમિયાન આચાર્યદેવે સંયમપાલન, શાસનપ્રભાવના અને તપત્યાગ, સંયમ-વૈરાગ્યમય ધર્મની લહાણી કરીને પિતાની સંયમયાત્રાને વિશેષ ચરિતાર્થ કરી હતી.
જન્મેલાનું મૃત્યુ અવયંભાવિ છે એ અવિચલ નિયમ પ્રમાણે ૮૧-૮૨ વર્ષની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org