________________
૩૪ર
શાસનપ્રભાવક તેઓ નિરાશ થઈને પાદરા પાછા ફર્યા. દાદીમા રતનબાને બધી વાત કરી. બનેલી પરિસ્થિતિ સાથે હવે મનથી સમાધાન કરવા સિવાય તેમને માટે બીજે કઈ રતે રહ્યા ન હતા.
દીક્ષા પછી શ્રી રામવિજ્યજી મહારાજે સં. ૧૯૬૯નું પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી. પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજ્યજીની તબિયત સારી ન હતી ત્યારે એમના ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજ્યજી મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે ફરમાવ્યું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાને શ્રી રામવિજયજી માટે આ પહેલે જ પ્રસંગ હતે. પિતે ના પાડી છતાં પૂ. ગુરુભગવંની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી જ પડી. કયા વિષય પર વ્યાખ્યાન આપવું એને વિચાર કરી લીધે. સમકિતના સડસઠ બેલની સઝાય પિતાને કંઠસ્થ હતી એના વિવેચન રૂપે તેઓશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજીએ એ વ્યાખ્યાન સાંભળીને તે વખતે આગાહી કરી કે રામવિજયજી ભવિષ્યમાં એક સમર્થ વ્યાખ્યાતા થશે અને પિતાના વિષયને તર્કબદ્ધ રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરવાની ક્ષમતા ધરાવશે.
મુનિશ્રી રામવિજ્યજીને દિક્ષાના પહેલા વર્ષે જ શરીરમાં પિત્તપ્રકોપને કારણે દાહની અસહ્ય વેદના થઈ હતી. પરંતુ તે વખતે તેમણે ચિત્તની પૂરી સમાધિ જાળવી હતી. ત્યાર પછી પણ પિત્તને કારણે જ્યારે જ્યારે દાહ ઉપડે ત્યારે તેઓશ્રી પૂરી સ્વસ્થતા ધારણ કરતા. પૂ. શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૭૦ તથા ૭૧ના ચાતુર્માસ પૂ. ગુરુદેવ સાથે ભાવનગરમાં કર્યા. તે દરમિયાન “કમ્મપયડીને અભ્યાસ ગુરુદેવ પાસે કર્યો. ત્યાર બાદ પોતાના ગુરુ ભગવંતે સાથે જ વિહાર કરતા રહ્યા. પ્રત્યેક ચોમાસામાં તેઓશ્રીના વિદ્યાભ્યાસ માટે પંડિતની વ્યવસ્થા કરવામાં આવતી. પરિણામે, પૂજ્યશ્રીને શાસ્ત્રીય અભ્યાસ ઘણે ઊંડે થયે. તેઓશ્રીની બુદ્ધિશક્તિ ઘણી ખીલી. દીક્ષાના સાતમા વર્ષથી તેઓશ્રી સરસ વ્યાખ્યાન આપતા થઈ ગયા. એટલી યુવાન વયે પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનને પ્રભાવ શ્રોતાઓ ઉપર જબરદસ્ત પડતે, જે જીવનના અંત પર્યત રહ્યો. એ તે હવે સર્વવિદિત વાત બની ગઈ છે કે પૂ. શ્રી રામવિજયજી મહારાજની વાણીને પ્રભાવ શ્રેતાઓ ઉપર એટલો બધે પડતે કે તે સાંભળીને કેટલાંકનાં હૃદયમાં તરત જ ત્યાગ–વૈરાગ્યને ભાવ ઊભરાઈ આવે. કેટલાકને દીક્ષા લેવાનું મન થતું. પૂજ્યશ્રીના સંપર્કમાં આવતી વ્યક્તિ ઉપર જાણે કે કઈ પવિત્ર જોઈ અસર થતી અને એમની પાસે દીક્ષા લેવાનું મન થઈ આવતું. પૂ. શ્રી રામવિજયજી મહારાજનું પિતાનું ચારિત્ર એટલી ઊંચી કેટિનું હતું, શાસ્ત્રાભ્યાસ એટલે જ હતું, તર્કશક્તિ અને વિષયને રજૂ કરવાની શૈલી એટલી પ્રભાવક હતી અને એટલે અપાર વાત્સલ્યભાવ ધરાવતું વ્યક્તિત્વ હતું કે તેઓશ્રીના પરિચયમાં આવનાર વ્યક્તિ હોંશે હોંશે દીક્ષા લેવાને ઉમંગ ધરાવતે. યુવાન વયે જ અમદાવાદના કેટચાધિપતિ શેઠ શ્રી જેથી તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. એ ઘટનાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. આવા તે બીજા અનેક પ્રસંગે બન્યા. પિતાના સ્વજન ઘર છોડીને દીક્ષા લે એ ઘટના.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org