________________
શ્રમણભગવત-૨
૩૩૯ વગેરે હતા. મેહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લકે “મેહન ચકલી” અથવા “ચકલી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોંશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણવેલા. આ ચકલી માસ્તર પાસે મારા પિતાશ્રી સાથે ત્રિભુવને પણ અભ્યાસ કર્યો હતે.
શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નોકરીએ બેસાડવામાં આવ્યું હતું. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મોટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી ટ્રેન દ્વારા અનાજ પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હોંશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બોલેરા ગામે અનાજની ખરીદી માટે મોકલેલા. આ દૂરને પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભુવનની હુંશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. પણ એને વ્યાવહારિક કેળવણમાં બહુ રસ ન હતે; નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેના અભ્યાસમાં વધુ રસ પડત. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મ પ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંતે પાદરા જેવા નાના ગામને ચાતુર્માસને લાભ આપતા. પ. પૂ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરા ક્ય હતાં. એ જમાનામાં પાદરામાં વખતોવખત દીક્ષાના પ્રસંગો ઊભા થતા. જૈન સાધુસમાજમાં પાદરાનું ગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દિક્ષા લીધી છે. એમાં પાદરાની જેની પાઠશાળાને પણ ઠીક ઠીક ફળ રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાને વહીવટ વકીલ મેહનલાલ હીમચંદ તથા ડાયાલાલ વનમાળીદાસ કરતા. પાદરામાં બે દેરાસર છે : નવઘરી પાસેનું શાંતિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતે એટલે ત્યાં પૂજા કરવા જતો. પણ પાઠશાળા ફક્ત નવઘરીમાં હતી, એટલે સાંજના નવઘરમાં ભણવા આવતે.
પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ ભગવતેની પ્રેરક અને ઉોધક વાણુને લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં ચોટીલા ગામના વતની હતા. એમની બહેનને પાદરામાં શ્રી કેશવલાલ પ્રેમચંદ સાથે પરણાવ્યાં હતાં. એટલે ઊજમશી માસ્તરને પાદરા આવવાનું વારંવાર થતું. તેમણે મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો અને ધાર્મિક શિક્ષક તરીકે વ્યવસાયાર્થે પાદરામાં આવીને વસ્યા હતા. કારણ કે તેમને પાદરાનું ધાર્મિક વાતાવરણ ગમી ગયું હતું. તેમને આત્મા ઘણી ઊંચી કેટિને હતો. શિક્ષક તરીકેની નોકરી કરતાં લોકોમાં ધર્મભાવના જગવવાની હોંશ તેમનામાં ઘણું હતી. પિતાનાં બાળકિશોર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સૂત્ર, સ્તવને, સાથે તેઓ કંઠસ્થ કરાવતા. તેઓ એટલા બધા ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવતા કે વિદ્યાથીઓ ગાથાઓ, સ્તવને, સજ્જાયો હશે હશે કંઠસ્થ કરતા. ઊજમશી માસ્તરને કંઠ બહુ મધુર હતો. તેમના ઉચ્ચારે અત્યંત શુદ્ધ હતા. તેઓ સંગીતના જાણકાર હતા. હારમનિયમ સરસ વગાડતા અને મધુર કંઠે સ્તવને-સમ્બા ગાતા અને વિદ્યાર્થીઓ પાસે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org