________________
3२६
શાસનપ્રભાવક
દરમિયાન જ વળ્યા હતા અને દીક્ષા લીધા પછી તે એ આરાધના-ઉપાસના ખૂબ જ અંતરસ્પશી, મર્મસ્પર્શી અને વ્યાપક બની હતી. તદુપરાંત પૂજ્યશ્રીનું સંયમજીવન મુકુટમણિ સમાન બીજા ત્રણ ગુણથી પણ સમૃદ્ધ બનેલું છે. તે છે બાહ્ય-આત્યંતર તપ તરફને આદરભાવ, સત્ય માર્ગને સમજવા અને સ્વીકારવા માટે શાસ્ત્રાધ્યયનને નિષ્ઠાભર્યો પુરુષાર્થ અને બધા ય જીવો ઉપર અપાર કરુણા વરસાવતે આપમ્ય ભાવ. વળી, પૂજ્યશ્રી વાણીને પણ સંયમ પાળતા હોય તેમ બહુ ઓછું બોલે છે. પરંતુ તેઓશ્રીની અલ્પ પણ અમૃત-શી વાણીને એ પ્રભાવ પડે છે કે સૌ કોઈ એમને પડ્યો બોલ ઝીલવા તત્પર હોય છે અને એમાં ધન્યતા અનુભવે છે. આ રીતે ત્રણ પ્રકારની રત્નત્રયીથી એટલે કે ગુણનિધિથી અલંકૃત પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મહારાજની સંયમ સાધના ખૂબ ખૂબ સ્વચ્છ, વિમલ, પ્રભાવક, ઉપકારી અને કલ્યાણકારી બની છે. તેઓશ્રીના આવા દિવ્ય જીવનની થોડીક માહિતી મેળવીએ:
- રાજસ્થાનમાં ધર્મતીર્થ જે મહિમા ધરાવતું ફલેદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૧ના વૈશાખ સુદ બીજના દિવસે એમને જન્મ થયે. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એ ઉજ્વળ સંકેત એમાં સમાય હતે ! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યા હતા. એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પિતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે. પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે છે, એમને જીવ મેહ-માયા-મમતામાં રાચનારે કે વૈભવ, વિલાસ, સુખોપભેગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનાર નહીં હૈય; પણ એમના હૃદયને તે તપ-ત્યાગ-વૈરાગ્યને માર્ગ જ પસંદ હશે. અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે. અને તેથી જ જળકમળવત્ સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત જેવું જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાને ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. ગુરુના સમાગમને યોગ કંઈક એવું કામણ કરી ગયા કે જેથી સંસારથી અળગા થવાની ઈચ્છા ધરાવતું મન એ માટે અતિ ઉત્સુક્તા અનુભવી રહ્યું. અને એક દિવસ એમની આ ઉત્સુકતા સફળ થઈ. અક્ષયરાજને સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વથી શોભી ઊઠયો. પણ આવું ઉચ્ચ કેટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પિતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને વિવેકભરી સમજૂતીથી કામ લઈને પિતાના પૂરા પરિવારને—ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રને સાથે લઈ ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. એટલે આ રીતે, પિતાના આખા પરિશ્વરને ભવસાગર તરી જવાના દિવ્ય વહાલ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મના ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધે.
આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કે આવકારદાયક બને! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org