________________
શ્રમણભગવત-૨
૩૨૧
એક પળ એટલે સમય પણ એળે જવા ન પામે એની ખેવના કરવા લાગ્યા. આ રીતે કેટલાક સમય ગુરુસેવા અને શાસ્ત્રાભ્યાસમાં ગાળી, ગુરુવર્યાની આજ્ઞાથી અન્ય મુનિવરે સાથે મુનિશ્રી કીર્તિવિજયજી પણ સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (તે કાળે પંન્યાસશ્રી)ની પાસે છાણી મુકામે આવી પહોંચ્યા અને ત્યાં તેઓશ્રીએ ગોદ્રહનપૂર્વક સં. ૧૯૯૨ના મહા વદ બીજને શુભ દિને વડી દીક્ષા અંગીકાર કરી. વડી દીક્ષા વખતે પૂજ્યશ્રીના નામમાં ફેરફાર કરવામાં આવ્યું, અને કીર્તિવિજયજીને બદલે કનકવિજયજી નામ રાખવામાં આવ્યું. આ નામપરિવર્તનમાં પણ જાણે કેઈ ભાવિન શુભ સંકેત હશે કે પૂજ્યશ્રીની સાધના કનક જેવી વિમળ અને બહુમૂલી થવાની જાણે આગાહી કરતી હેય. આ શ્રમણભગવંતની જીવનકથા એ વાતની સાક્ષી પૂરે છે કે આ આગાહી પૂરેપૂરી સાચી પડી હતી.
દીક્ષા લીધા પછી સં. ૧૯૬૨ થી ૧૯૭૬ સુધીનાં ૧૫ ચોમાસા મુનિશ્રી કનકવિજયજીએ ગુજરાત, કચ્છ અને માળવામાં જુદાં જુદાં ગ્રામ-નગરમાં કર્યા. તેમાં ક્યારેક પૂ. આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ સાથે, ક્યારેક પિતાના પૂજ્યપાદ દાદાગુરુ શ્રી
જીતવિજયજી મહારાજ સાથે અને ક્યારેક અન્ય મુનિવર સાથે કર્યા. આ અરસામાં ત્રણ પ્રસંગે વિશેષ નોંધપાત્ર બન્યા, જે આ પ્રમાણે છે:
(૧) વિ. સં. ૧૯૭૧માં, પાટણમાં પરમ પૂજ્ય આગમેદ્ધારક આચાર્યપ્રવરશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ જુદા જુદા સમુદાયના સાધુમહારાજે સમક્ષ આગમવાચના આપવાના હતા, તેમાં જીતવિજયજી દાદાએ, પિતાના પ્રશિષ્ય કનકવિજયજી મહારાજની આ માટેની સુપાત્રતાને વિચાર કરીને, અન્ય મુનિવરે સાથે આ અવસરને લાભ લેવા એમને પાટણ મેકલ્યા. આ રીતે તેઓશ્રીનું એ ચોમાસું પાટણમાં થયું. (૨) પૂ. મુનિશ્રી કનકવિજયજીની યોગ્યતાને સાર્થક બનાવવા પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૧૯૭૬ના કારતક વદ પાંચમે ગિરિરાજ શત્રુંજયની પવિત્ર છાયામાં પાલીતાણા શહેરમાં તેઓશ્રીને ગણિપદ અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. (૩) આ બે પદોથી વિભૂષિત બનીને પૂ. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજ્યજી ગણિ પિતાના પરમ ઉપકારી દાદાગુરુ પૂજ્યશ્રી જીતવિજયજી મહારાજના દર્શન-વંદન કરવા કચ્છ વાગડમાં પલાંસવા ગામે પધાર્યા ત્યારે, પિતાના પદવીધારી પ્રશિષ્યની પદવીનું બહુમાન કરવાની ઉમદા ભાવનાથી પ્રેરાઈને ૭૭ વર્ષના અતિ વયોવૃદ્ધ દાદા પણ ચાલીને સામૈયામાં ઉપસ્થિત રહ્યા હતા. દાદાગુરુ અને પ્રશિષ્યના મિલનનું દશ્ય દેવેને ય દુર્લભ એવું અદ્ભુત હતું કે જેનારા ધન્ય બની ગયા. એમનાં નેત્રે કૃતકૃત્ય બની હર્ષાશ વરસાવી રહ્યાં. કેવી સરળ પરિણામી હતી એ દાદાગુરુ-પ્રશિષ્યની સંતબેલડી !
પરમ પૂજ્ય શ્રી જીતવિજ્યજી દાદાની માંદગી અને વૃદ્ધાવસ્થા હોવાથી અત્યંત અશક્તિને લીધે સં. ૧૯૭૬ થી ૧૯૭૮ સુધીનાં ચાર ચોમાસા પૂ. પં. શ્રી કનકવિજયજી મહારાજ આદિએ પલાંસવા મુકામે જ કર્યા. તેમાં ચોથા ચોમાસામાં દાદાગુરુની તબિયત વધારે અસ્વસ્થ થતાં તેઓશ્રી સેવા-વૈયાવચ્ચમાં ખડે પગે રહ્યા. પણ ચોમાસાની શરૂઆતમાં જ, તબિયતે ગંભીર છે. ૪૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org