________________
શ્રમણભગવતો-૨
૩૧૯
મહારાજને કોઈ શિષ્ય નહીં. એક વખતે બંને મુનિવર્યો મળ્યા ત્યારે શિષ્ય અંગે વાત નીકળી. પૂ. શ્રી સૌભાગ્યવિજયજીએ કહ્યું કે મારે એકેય શિષ્ય નથી. હવે ઘડપણ આવ્યું છે. ડહેલાના ઉપાશ્રયની ગાદી ખાલી રહે એ બરાબર નહીં. ત્યારે શ્રી પદ્મવિજયજીએ કહ્યું કે, મારી પાસે રત્નવિજયજી નામે શિષ્ય છે. બીજે કઈ શિષ્ય નથી. પણ જે બીજે શિષ્ય થશે તે આ શિષ્ય ચોક્કસ આપને આપી દઈશ. અને આ વચન પાળ્યું પણ ખરું. તેઓશ્રીને બીજા શિષ્ય મુનિશ્રી જીતવિજયજી થતાં, પિતાના પ્રથમ શિષ્ય મુનિશ્રી રત્નવિજયજીને ડહેલાવાળા પૂ. શ્રી સૌભાગ્યવિજયજીને સમર્પિત કરી દીધા.
મુનિશ્રી વિજયજી વૃદ્ધાવસ્થામાં કચ્છમાં પલાંસવા ગામે સ્થિરવાસ રહ્યા. ત્યાં સં. ૧૯૩૮માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. વાગડ સમુદાયના આ આદ્ય મહાત્મા જીવનભર વાગડદેશના ઉદ્ધાર માટે તત્પર રહ્યા. અગણિત વંદના હજો એ દિવ્ય વિભૂતિને !
જિનશાસનના બાગને હર્યોભર્યો કરી જાણનાર, સમતા-વત્સલતા–લેકપ્રિયતાને ત્રિવેણી સંગમ, કલ્યાણકારી મંગલ મૂર્તિ, કચ્છ-વાગડ દેશદ્ધારક પૂ. આચાર્યપ્રવરશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ
ક્ર જન્મ : સં. ૧૯૩૯ના ભાદરવા વદ ૫ ગામ પલાંસવા. કિ દીક્ષા : સં. ૧૯૬૨ના માગશર સુદ ૧૫; ગામ ભીમાસર. & આચાર્યપદ : સં. ૧૯૮૯ના પિષ વદ ૭; અમદાવાદ. * કાળધર્મ : સં. ૨૦૧૯ત્ના શ્રાવણ વદ ૪; ભચાઉ-કચ્છ.
પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી જીતવિજયજી દાદાએ વાગડ પ્રદેશની ધર્મભાવનાને જાગૃત કરીને, ત્યાંના જૈનસંઘના ધર્મમય જીવનમાં સંસ્કારની વાવણી કરીને એને પ્રફુલ્લિત કરવાને જે પરમ ઉપકારી પુરુષાર્થ કર્યો, તેની સાચવણી અને અભિવૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખનાર સંત-પરંપરા અત્યાર સુધી ટકી રહી છે, તે એ ભૂમિનું મોટું સદ્ભાગ્ય છે. પૂજ્યશ્રી જીતવિજયજી દાદા પછી એ જવાબદારીને સવાઈ રીતે શાભાવી જાણનાર આચાર્ય પ્રવર થયા તે તેમના વિનીત પ્રશિષ્ય અને સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ છે. ધર્મસંસ્કારથી વાગડ પરગણુની કાયાપલટ કરનારા આચાર્ય મહારાજને જન્મ વાગડ પરગણાના પલાંસવા ગામમાં વિ. સં. ૧૯૩૯ના ભાદરવા વદ પાંચમે થયે હતો. તેમનું સંસારી નામ કાનજીભાઈના પિતાનું નામ નામ નાનજીભાઈ ચંદુરા, માતાનું નામ નવલભાઈ હતું. જ્ઞાતિએ તેઓ વીસા શ્રીમાળી હતા. કુટુંબના સંસ્કાર ધર્માનુરાગથી સુરભિત હતા. કાનજીભાઈના કાકા હરદાસભાઈ એ વૈરાગ્યભાવનાથી પ્રેરાઈને પૂ. જીતવિજયજી દાદા પાસે દીક્ષા ગ્રહણ કરી હતી, અને મુનિ શ્રી હીરવિજયજીના નામથી તેઓશ્રીના શિષ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org