________________
૩૧૪
શાસનપ્રભાવક
વિધિપૂર્ણાંક કરી; ચતુથ પ્રસ્થાનની આરાધના ઉના-અજારા પાર્શ્વનાથના સાંન્નિધ્યમાં મહોત્સવપૂર્વક કરી અને પાંચમા પ્રસ્થાનની એટલે કે સૂરિમ`ત્રના છેલ્લા પ્રસ્થાનની આરાધના પણ સ ૨૦૪૫ના પાલીતાણા ગિરિવિહારના ચાતુર્માસ દરમિયાન સુખરૂપ પૂર્ણ કરી. જૈનધર્માંનાં ચારે ય અંગાને મમ્રૂત બનાવવામાં અહોનિશ ક રત રહેતા આચાર્ય દેવનાં સ કાર્યો સફળ અને કીર્તિદા બની રહો એવી અતરની અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણામાં કેટિ કોટિ વંદન ! ( સકલન : જૈન ’ પત્રના સૌરાષ્ટ્ર કેસરી સ્મૃતિ વિશેષાંક 'માંથી સાભાર. )
6
સૌરાષ્ટ્ર કેસરી ’ના નંદન, સમર્થ વ્યાખ્યાતા, મહાન શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયયશારત્નસૂરીશ્વરજી મહારાજ
વ્યક્તિ સ્વયં નાની કે મેટી નથી. વ્યક્તિને તુચ્છ કે મહાન બનાવે છે તેની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ. અર્થાત્ વૃત્તિ એ વાણી અને વનનાં સારાં ખરાબ લક્ષણાનું ઉદ્ગમસ્થાન છે. મનેાવૃત્તિમાં સદ્ભાવનુ વાવેતર થાય ત્યારે આદ જન્મે છે. એ આદને મૂર્ત રૂપ આપે ત્યારે માનવી ઉચ્ચ જીવનને પામે છે. એ આદર્શોને મૂર્ત રૂપ આપવામાં માનવીને અનેક ક્ષણજીવી સુખાના ત્યાગ કરવા પડે છે. અનેક તપશ્ચર્યા દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પછી જ એ નરમાંથી નારાયણ બની શકે છે. જિનશાસનમાં અગણિત આચાર્ય દેવેશ, મુનિવર્યાં, સાધ્વીજી મહારાજોનાં જીવન દ્વારા એ સંસિદ્ધ થઈ ચૂકયુ છે, સૌરાષ્ટ્ર કેસરી નંદન પૂ. આ. શ્રી વિજયયશેરત્નસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ એવા જ ઉચ્ચતમ આદનું સર્વોત્કૃષ્ટ દૃષ્ટાંત છે.
6
સૌરાષ્ટ્રની સાધુસ ંતશ્રી સુવાસિત ભૂમિ પર વસેલી ભાવવાડી નગરી ભાવનગર એ પૂજ્યશ્રીની જન્મભૂમિ. ત્યાં શ્રી ચત્રભુજ પોપટલાલ શેઠના ઘરમાં શીલસંસ્કારવતી ધર્મ પત્ની શાંતાબેનની રત્નકુક્ષિએ સ ૨૦૦૪ના કારતક સુદ ૩ની મધ્યરાત્રિએ એક પુત્રરત્નનો જન્મ થયા. નૂતન વષઁના ત્રીજા જ દિવસે પુત્રને જન્મ થતાં સમગ્ર કુટુંબમાં આનંદોત્સવ થઇ રહ્યો. પુત્રનુ નામ નીંનચંદ્ર રાખવામાં આવ્યું. આ દિવ્ય બાળકના આગમનને પ્રતાપે ઘરમાં ધર્મવૃદ્ધિ અને સુખવૃદ્ધિ થવા લાગ્યાં. સહેાદર બંધુએ ખાંતિભાઇ અને પ્રતાપભાઈ નાનકડા વીરા નવીનને લાર્કકોડથી રાખવા માંડવા અને શિક્ષણ તેમ જ સંસ્કારના ઝૂલે ઝુલાવવા માંડચા. ભાવનગરની ભાવપુષ્ટિકારક ભૂમિ, મનમેાહન જિનાલયેા અને સમ્યક્ત્વને નિળ કરતા ઉપાશ્રયામાં નવીનચંદ્રનો અંતરાત્મા પ્રસન્ન થતા થતા કેઇ અનેરા અધ્યાત્મ-અનુભવમાં રાચવા લાગ્યા. ભાઈ નવીનચંદ્રે વ્યાવહારિક શિક્ષણ કિરણ વિદ્યાલયમાં લીધું. અભ્યાસમાં ઘણા તેજસ્વી હતા. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર કેસરી ’પૂ. મુનિરાજ શ્રી ભુવનવિજયજી ( પછીથી આચાર્ય શ્રી ) મહારાજ ભાવનગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનામાં હજારોની મેદની ઊમટતી. નવીનભાઈ પણ પૂજ્યશ્રીનાં પ્રવચન સાંભળવા હમેશાં જતા. આ પ્રવચનને લીધે પ્રભુભક્તિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org