________________
શાસનપ્રભાવક
૩૧૬ મુંબઈથી પાલીતાણું જેવા અનેક નાના-મોટા છરી પાલિત સંઘના આયોજન દ્વારા પૂજ્યશ્રીએ અનેરી કાર્યદક્ષતા સિદ્ધ કરી. સં. ૨૦૩૪ના ચૈત્ર સુદ ૧૪ને દિવસે પૂ. ગુરુદેવશ્રીને કારણે વિયેગ થતાં થલતેજ તીર્થના મુક્તિધામની બધી જ જવાબદારીઓ તેઓશ્રીએ ઉપાડી લીધી. આજના ભયંકર અંધકારમાં અથડાતી સૃષ્ટિને પરમ જ્ઞાનના પંથે લઈ જનારી આ વિદ્યાપીઠ સત્વરે પરિપૂર્ણ થાય અને તેમાંથી શાસનનાં બાળકે શાસનરત્ન બનીને સ્વ-પરને અજવાળવા સજ્જ બને એવા ઉદ્દેશને પાર પાડવા માટે પૂજ્યશ્રી ૨૩ વર્ષથી સતત-અવિરામ-અવિરત પુરુષાર્થ કરી રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રીના વિયેગ બાદ સર્વ પ્રથમ ચાતુર્માસ પિતાના શિષ્યરત્ન શ્રી દિવ્યયશવિજ્યજી મહારાજ સાથે કાંદીવલી–મહાવીરનગરમાં કર્યું. ગુરુનિશ્રામાં એકત્રિત કરેલી તમામ શક્તિઓને સક્રિય કરવા માટેનો આ પ્રથમ અવસર હતો. “સૌરાષ્ટ્ર કેસરી'ની પ્રવચનશૈલીની ઝલક, એ જ વાણીપ્રવાહ, એ જ મધુર કંઠ, એ જ સિંહ સમા નાદથી કાંદીવલીના શ્રીસંઘને જાગ્રત કર્યો. સં. ૨૦૪પના માગશર સુદ બીજને દિવસે કાંદીવલી મુકામે પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસજીની પ્રેરણાથી કાંદીવલીથી થાણ તીર્થના છરી પાલિત સંઘનું આયોજન થયું. સં. ૨૦૪પનું પ્રાર્થનાસમાજનું ચાતુર્માસ તપસાધના અને અનુષ્કાને બાબતમાં ભવ્ય બની રહ્યું.
સુંદર સુવાસિત પુછપ ઉદ્યાનને દીપાવે, મધ્યાકાશે મલકતે ચંદ્ર સમગ્ર રજનીને અજવાળે, મેંઘામૂલી માનવતા સમગ્ર જીવનને ભાવે, તેમ અનેક ગુણરત્નના મનોહર પ્રકાશથી દેદીપ્યમાન પૂ. પં. શ્રી યશોવિજયજી મહારાજના અદ્ભુત તપ, ત્યાગ અને ધર્મમય રત્નત્રયી જીવનને પ્રભાવે અનેક જીમાં પ્રેરણા પ્રગટી રહી છે. પૂજ્યશ્રીના સુદીર્ઘ સંયમપર્યાયથી, પ્રભાવક શાસનપ્રવૃત્તિઓની અનુમોદનાથી પ્રેરાઈ મુંબઈ-પ્રાર્થનાસમાજ જેન વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના સુપ્રયત્નોથી, બૃહદ્ મુંબઈના અનેક સંઘની ભાવના તથા ભારતભરના અનેક ગામ-નગરેના સંઘની વિનંતીથી, તેઓશ્રીને આચાર્યપદ અર્પણ કરવાને મહોત્સવ ઊજવાય. સં. ૨૦૪૬માં માગશર સુદ પાંચમે મુંબઈ-પાયધુની નેમિનાથ ઉપાશ્રયમાં, શતાવધાની પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ સહિત દસ-દસ આચાર્યદેવની નિશ્રામાં, અસંખ્ય સાધુ-સાધ્વીજી મહારાજે અને શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિ વચ્ચે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને મુનિશ્રી રાયશવિજયજી, મુનિશ્રી દિવ્યયશવિજયજી તથા મુનિશ્રી શીલરત્નવિજયજી નામે શિષ્યો છે. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજ્ય રત્નસૂરીશ્વરજી મહારાજ શ્રમણ સંઘનું ગૌરવ છે. પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પામી, અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જયવંતા વર્તે એવી શાસનદેવને હાદિક પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં પાવન ચરણમાં કેટિ કેટિ વંદના !
(સંકલનઃ “જેન” પત્રમાંથી સાભાર.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org