________________
શ્રમણભગવંતો-૨
૩૧૩ ત્યાગ, વિનય, વૈયાવચ્ચ આદિ ગુણોની ઉપાસના સાથે વિવિધ આરાધનાઓ કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, એરીસા, બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશમાં, એટલે કે ભારતના ચારે ખૂણે વિચરીને, અનેક સ્થળોએ ચાતુર્માસ સ્થિરતા કરીને, અનેક ધર્મ-આરાધના અને શાસનપ્રભાવનાનાં કાર્યો કર્યા અને ઉત્સવ-ઉજમણો દ્વારા જિનશાસનને
જ્યકાર પ્રવર્તાવ્યું. સં. ૨૦૨૦માં ખંભાતના ચાતુર્માસ દરમિયાન પૂ. દાદા ગુરુદેવશ્રીના આશીર્વાદથી મંગલ પ્રવચનો આરંભ થયે. પૂજ્યશ્રીની માતૃભાષા તેલુગુ હોવા છતાં ગુજરાતીમાં અને હિન્દીમાં કાવ્યમય શૈલીમાં વ્યાખ્યાન આપવાની અજબ કુશળતા તેઓશ્રીએ પ્રાપ્ત કરી છે. પૂજ્યશ્રીની વૈરાગ્યવાસિત વાણુના પ્રભાવે અનેક ભવ્ય આત્માએ સંયમમાગે સંચર્યા છે. આજે પૂજ્યશ્રીને આઠ શિષ્ય, બે પ્રશિષ્ય અને અનેક સાધ્વીજીએને વિશાળ સમુદાય છે. આમ, અનેક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરેલા મુનિવર્યને ઘણા શ્રીસંઘની વિનંતિથી સં. ૨૦૩૨માં પાલીતાણા મુકામે પૂગુરુદેવની નિશ્રામાં ગણિપદ પ્રદાન થયું. સં. ૨૦૩૫માં “સૌરાષ્ટ્ર કેસરી” પૂ. ગણિવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજની આચાર્ય પદવી વખતે પૂજ્યશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, સં. ૨૦૪પના માગશર સુદ ૬ને શુભ દિવસે મુંબઈમાં પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. દાદાગુરુ આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજની ભાવના અનુસાર અને પૂ. ગુરુદેવ શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પાલીતાણામાં વયેવૃદ્ધ સાધુ-સાધ્વીજીઓ માટે, ચતુર્વિધ શ્રીસંઘની આરાધના માટે શ્રી મુક્તિ-ચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ દ્વારા ગિરિવિહારમાં કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું, જેમાં પૂ. આ. શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પ્રેરક અને પ્રેત્સાહક છે.
- સં. ૨૦૧૩માં પૂ. ગુરુદેવશ્રીને કેન્સરને મહાવ્યાધિ થતાં તેઓશ્રીની સેવામાં અહોનિશ સતત ખડે પગે રહ્યા. પૂજ્યશ્રીએ કલકત્તા, કુંભાકેનમ, ચાસબકા જેવાં જુદાં જુદાં સ્થાનમાં પ્રતિષ્ઠા કરાવી છે. મદ્રાસમાં બની રહેલા નૂતન જિનાલયમાં જિનેશ્વર ભગવાનને ભાવ-ઉલ્લાસ વધતાં રૂા. ૩૧ લાખ જે ઐતિહાસિક ચટા થયે હતે ! પૂજ્યશ્રીની નિશ્રામાં પાલીતાણા, બાશ, મદ્રાસ વગેરે સ્થળોએ ઉપધાનતપની મંગળ આરાધનાઓ થઈ છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક છરી પાલિત સંઘે નીકળ્યા છે. પૂજ્યશ્રી જૈનેતર હોવા છતાં જૈનત્વના એવા અનુરાગી બની ગયા છે કે દાદાગુરુની કે ગુરુદેવની વૈયાવચ્ચમાં એક આદર્શરૂપ સેવામૂતિ તરીકે સૌનાં અંતરમાં બિરાજી રહેલ છે. સમુદાયાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણીનું આયોજન કર્યું. ધર્મશ્રદ્ધાને બળવાન અને વેગવાન બનાવનારા સાહિત્યનું પુનઃ પ્રકાશન હાથ ધર્યું. આજે તપગચ્છાધિપતિ ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજના નિર્વાણને ૧૦૦ વર્ષ પૂરાં થતાં તેઓશ્રીની નિર્વાણશતાબ્દી ઊજવવાપૂર્વક વિવિધ આયેાજન સહિત ભવ્ય મહોત્સવ ઊજવે. વળી એ જ વર્ષે પૂ. આચાર્યશ્રીએ ગિરિવિહારમાં ચાતુર્માસ દરમિયાન સૂરિમંત્રની ત્રણ પ્રસ્થાનની આરાધના
છે. ૪૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org