________________
૩૧૨
શાસનપ્રભાવક
આદિ મહારાજાઓએ અને અનેક સાધ્વી-મહારાજેએ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂજ્યશ્રીએ અનેક જિનમંદિરના નિર્માણ અને જીર્ણોદ્ધાર માટે પ્રેરણા આપી હતી. અનેક સ્થળોએ ઉપાશ્રયે, પાઠશાળાઓ આદિની સ્થાપના પણ કરાવી, જેમાં પાલનપુર, હિંમતનગર, પામેલા, પાંચડા, વડગામ, મહેમદપુર, સલાલ, છાપી, કોડ (ગાંગડ), કમ (સુરત), નિમાજ વગેરે સ્થળો મુખ્ય છે. પૂજ્યશ્રીએ ગુજરાત, રાજસ્થાન, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં વિચરીને નિજશાસનને જયજયકાર પ્રવર્તાવ્યું અને ભારે લોકચાહના પ્રાપ્ત કરી. પૂ. આચાર્યશ્રી જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને હતા, જેથી તેઓશ્રીનું જીવન જ્ઞાન-વૈરાગ્ય-ત્યાગ અને તપશ્ચર્યાની ઉચ્ચ ભાવનાનું પ્રતીક હતું. સરળતા, નમ્રતા અને વિવેક પૂજ્યશ્રીની સાધુતાના શણગારરૂપ સદ્દગુણો હતા. શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થવા છતાં અપ્રમત્તભાવે શાસનપ્રભાવનામાં નિમગ્ન રહી પાલીતાણા-ગિરિવિહારમાં ઘણા સમયથી સ્થિરતા સેવી હતી. અને ત્યાં જ સં. ૨૦૪૭માં ઘણી જ સમતા અને સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા હતા. અનેક ભવ્ય જીને સંયમજીવનની પ્રેરણા આપનારા એ પ્રશાંતમૂતિ, સંયમમૂતિ, તપોભૂતિ આચાર્યદેવને ભાવભરી કેટિશઃ વંદના !
(સંકલનઃ પૂ. મુનિ શ્રી વાસેનવિજ્યજી મહારાજ)
સદગુણસંપન્ન વાત્સલ્યમૂર્તિ. જનહિતચિંતક વર્તમાન ગચ્છનાયક પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ
ગનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના વર્તમાનમાં સમુદાયનાયક ધર્મ-સંઘ-હિતચિંતક આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીને જન્મ આંધ્રપ્રદેશની રાજધાની હૈદ્રાબાદમાં તા. ૨૦-૧૧-૧૪૪ના રેજ . પિતાનું નામ નરસિંહસ્વામી અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તેમનું સંસારી નામ વીરાસ્વામી હતું. વિરાસ્વામીને ધાર્મિક સંસ્કાર ધરાવતા કુટુંબમાં ધર્મ વિશેના સંસકારે તે બાલ્યકાળથી જ મળવા માંડ્યા હતા. ત્યાં બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૬માં “સૌરાષ્ટ્રકેસરી” પૂજ્ય મુનિરાજ શ્રી ભુવનવિજ્યજી (પછીથી આચાર્યશ્રી) મહારાજના સંપર્કમાં આવતાં તેમની ધર્મમય વૃત્તિમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં અને દીક્ષાની ભાવના જાગૃત થઈ મુનિ શ્રી ભુવનવિજયજીના ગુરુદેવ પૂ. પં. શ્રી ચંદ્રવિજયજી મહારાજને સમાગમ થતાં દિક્ષાને ભાવ વધુ ઉત્કટ બન્યું. અને સં. ૨૦૦૭ના કારતક વદ ૭ને શુભ દિને અમદાવાદમાં કીક ભટ્ટની પળમાં દીક્ષા મહોત્સવ ઊજવાય. પૂ. આ. શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી ચંદ્રવિજયજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી દર્શનવિજ્યજી આદિ ત્રિપુટી મહારાજેની નિશ્રામાં ૧૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી વીરાસ્વામી મુનિ શ્રી પ્રવિચંદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી હેમપ્રભવિજ્યજી મહારાજ બન્યા.
પરમ પૂજ્ય દાદા ગુરુદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ શ્રી પ્રભવચંદ્રવિજયજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૦૭ થી ૨૦૩૩ સુધી રહીને જ્ઞાન, ધ્યાન, તપ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org