________________
૩૧૦
શાસનપ્રભાવક
પંથના પ્રવચનસાર, નિયમસાર, સમયસાર, ગોમટ્ટસાર, પુરુષાર્થસિદ્ધિ ધવલગ્રંથ, આદિ ગ્રંથને અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીને કંઠ મધુર અને આકર્ષક હોવાથી તેમ જ તેઓશ્રીનાં વ્યાખ્યાનમાં વિશદ ચર્ચા અને રસિક દષ્ટાંતે આવતાં હોવાથી સૌને તેમાં અદ્ભુત રસ પડત. આઠ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરીને સં. ૨૦૦૪માં સૌરાષ્ટ્રમાં પધાર્યા. વલભીપુર, પાલીતાણા, ગારિયાધાર, રાજકોટ, જૂનાગઢ એમ સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ-ઉજમણો દ્વારા શાસનને યજ્યકાર પ્રવર્તાવ્યું. આમ, ૧૭ યશસ્વી ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં કરવા પૂર્વક તેઓશ્રીને ધ્રાંગધ્રામાં “સૌરાષ્ટ્ર કેસરી’નું બિરુદ આપવામાં આવ્યું. સં. ૨૦૧૮નું ચોમાસું મોટટેળીમાં બહુ જ ભવ્ય રીતે યાદગાર બની રહ્યું. ત્યાંથી વિહાર કરીને સં. ૨૦૨૦માં કલકત્તા પધાર્યા. તે વખતે પૂ. ગુરુદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગ ગમનના સમાચાર મળતાં કલકત્તામાં ભવ્ય મહોત્સવ કર્યો. ત્યાંથી બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં વિચરીને અનેક કાર્યો કરતાં કરતાં પુનઃ ગુજરાતમાં પધાર્યા. અમદાવાદમાં પ્રકાશ હાઈસ્કૂલના પટાંગણમાં તા. ૧૮-૫-૧૯૭૯ના શુભ દિને પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને તે સમયે આચાર્યશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. આ પ્રસંગે ૪૦૦ ઉપરાંત કામળીઓ વહેરાવવામાં આવેલ. રૂા. ૧૦,૦૦૧માં નત્તમ કેશવલાલ નવાબે પહેલી કામળી હેરાવી. વર્ધમાન વિદ્યાના પટ્ટની બેલી ૩પ,૦૦૧ની થઈ. પૂજ્યશ્રીની એક મનીષા એ હતી કે એક મોટી વિદ્યાપીઠ સ્થાપવી. અમદાવાદથી ૭ કિ.મી. દૂર થલતેજ ખાતે, ગાંધીનગર હાઈવે પર, વિશાળ વિદ્યાલયની યોજના સાકાર થઈ જેમાં ભવ્ય જિનમંદિર, ધર્મશાળા, દવાખાનું આદિ તૈયાર કરવામાં આવ્યાં. મૂળનાયક આદિનાથ સહિત ૨૧ બિંબની સ્થાપના કરવામાં આવી. એક ઘેઘૂર રાયણવૃક્ષ દૂરથી જ આ ભવ્ય વિદ્યાલયની ધજા ફરફરાવી રહ્યું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં મુંબઈ–મુલુન્ડથી પાલીતાણાને છરી પાલિત સંઘ ૭૦ દિવસની પદયાત્રા દ્વારા પાલીતાણા પહોંચ્યા હતા. તે દરમિયાન ગામેગામ અને શહેરે શહેર જિનશાસનને જયકાર પ્રવર્તાવ્યો હતે.
વિદ્યાલયના નિર્માણનું અંતિમ લક્ષ સિદ્ધ કરીને પૂજ્યશ્રીએ સં. ૨૦૪૨નું ચાતુર્માસ પાલડી-જૈનનગરમાં કર્યું. સં. ૨૦૪૩ના ચાતુર્માસ માટે વાલકેશ્વર સંઘને હા પાડી. શેષકાળ નાગજી ભૂદરની પાળે રહીને, મુંબઈ તરફ વિહાર કરવા સં. ૨૦૪૩ના ફાગણ વદ ૬ને દિવસે નીકળ્યા પણ ભવિતવ્યતા જુદી જ હતી. રસ્તામાં જ તબિયત બગડી. પાલેજ પહોંચતાં તે તબિયત ખૂબ ગંભીર બની ગઈ. પરિણામે, ચૈત્ર સુદ ૧૪ને દિવસે વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવતા હતા ત્યાં જ રસ્તામાં કરજણ ફાટક પાસે દિવ્ય જ્યોત બુઝાઈ ગઈ. પૂજ્યશ્રીના પાર્થિવ દેહને થલતેજ લાવવામાં આવ્યો. ત્યાં કેશર-સમુદાયનાં ૧૬૦ સાધુ-સાધ્વીજીઓની ઉપસ્થિતિમાં, વિશાળ ભાવિકજનેની વચ્ચે પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસકાર થયું. ત્યાં પૂજ્યશ્રીની સ્મૃતિમાં કમળ આકારનું ભવ્ય જલમંદિર રચવાનું આયોજન થયું, જેમાં ૪૧ ઈંચના આદિનાથની ચરણપાદુકાની જમણી બાજુ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરિજી અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org