________________
શ્રમણુભગવંતે-૨
૩૧૧ ડાબી બાજુ પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરિજીની ચરણપાદુકા પધરાવવાનું નક્કી થયું. એવા એ સમગ્ર ભારતવર્ષમાં વિચરનારા સાધુવરને અને તેઓશ્રીની સદા જાગ્રત ધર્મતને કેટિશઃ વંદના !
અનન્ય જિનધર્માનુરાગી, વૈરાગ્યમૂર્તિ, સંયમજીવનના પથપ્રદર્શક સાધુવર
પૂ. આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ
સંયમ માનવજીવનમાં એવી ઉત્કૃષ્ટ ભૂમિકા સમજે છે કે તેના વિશે જેમ જેમ વાંચતા જઈએ, તેમ તેમ તેના પ્રત્યે આદર અને ઉત્સાહ વધતા રહે છે. પૂ. આચાર્યશ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજનું જીવન આવું જ સંયમજીવનની પ્રેરણારૂપ હતું. દઢ ધર્માનુરાગી, આ ધર્મમૂતિ આચાર્યશ્રીને જન્મ ગુજરાતના ગોધરા શહેરમાં સં. ૧૯૭૩ના વૈશાખ વદ ઉના શુભ દિવસે થયે હતે. પિતા સુશ્રાવક શ્રેષ્ટિવર્ય શ્રી છગનલાલ છેલ ને માતા દિવાળીબહેનના શંકર લાડકા સંતાન હતા. પરંતુ શંકરભાઈના ભાગ્યમાં માબાપનું સુખ ઝાઝું હતું નહીં. ત્રણ વર્ષની વયે માતા અને દસ વર્ષની વયે પિતા ગુમાવ્યા. શંકરભાઈ એકલા બની ગયા. કુટુંબીજને અને ટ્રસ્ટીઓ તેમની દેખભાળ રાખતા. ગામમાં જ પાંચ ઘેરણને અભ્યાસ કર્યો. ત્યાર બાદ શ્રી યશોવિજ્યજી જેન ગુરુકુળ-પાલીતાણામાં મૂકવામાં આવ્યા અને શંકરભાઈમાં ધાર્મિક અભ્યાસને ખૂબ વધારે થયે. ધર્મના અભ્યાસમાં વિશેષ રુચિ જાગતાં શિવપુરી, જેને તત્વજ્ઞાન વિદ્યાપીડમાં ત્રણ વર્ષ માટે જોડાયા. ત્યાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી આદિ ભાષાઓમાં ઘણા ધર્મ
ને અભ્યાસ કર્યો. તે સમયે તેમના સહાભ્યાસી તરીકે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, શ્રી બાલાભાઈ દેસાઈ (જયભિખુ) શ્રી અમૃતલાલ પંડિત વગેરે હતા. અહીં તેમને દીક્ષાની ભાવના જાગી. દરમિયાન સંયમજાગૃતિનાં પ્રથમ બીજ પૂ. શાસનસમ્રાટના શિષ્ય પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ આદિએ રેપ્યાં. પરિણામે, પૂ. ગનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂજ્ય આચાર્ય શ્રી વિજ્યલાભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે સં. ૨૦૦૭માં દીક્ષિત થયા. ગુરુનિશ્રામાં તેમ જ ગુર્વાસાથી નાના-મોટા અનેક સંઘમાં પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણા દ્વારા અનેરી ધર્મપ્રભાવના કરતા રહ્યા. અનેક સંઘ દ્વારા થતી વિનંતિઓ સ્વીકારીને પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૧૨માં જોટાણામાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં ૨૦૩૫માં અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની આચાર્યપદવી વખતે તેઓશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપવામાં આવ્યા. અને સં. ૨૦૩માં પાંચડા ( બનાસકાંઠા)માં આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા, ત્યારે સકળ શ્રીસંઘ દ્વારા ભવ્ય મહોત્સવ ઊજવાય હતે.
વૈરાગ્યમૂતિ આચાર્યદેવ શ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી, મુનિશ્રી વિનીતપ્રભ વિજ્યજી, મુનિશ્રી વાસેનવિજયજી, મુનિશ્રી આનંદઘનવિજ્યજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org