________________
શ્રમણભગવ તા-૨
સેવા-સ્વાર્પણ-ત્યાગના ત્રિવેણી સંગમ સૌરાષ્ટ્ર કેસરી” પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ
કલાકના કલાકો સુધી જેમના સ્વમુખે કાઠિયાવાડી તળપદી ભાષા સાંભળવી ગમે એવા સુમધુર વ્યાખ્યાતા, સૌરાષ્ટ્ર-કેસરી આચાર્યદેવ શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજને સાંભળીએ ત્યારે સ્વનેય ખ્યાલ ન આવે કે આવી તળપદી કાઠિયાવાડી બેલનાર વ્યક્તિ રાજસ્થાની હશે! પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના ખેતાસર ગામમાં ટાંટિયા પરિવારમાં, એસવાલ જ્ઞાતિના શેઠ કુંદનમલજી અને ગૌરીબાઈને ત્યાં સં. ૧૯૭૮ના જેઠ સુદ પાંચમે થયો હતો. પુત્રનું નામ ધનરાજજી રાખવામાં આવ્યું. ધનરાજજીને શિક્ષણ અને સંસ્કાર માટે નજીકની એશિયા ગામની બોડિ•ગમાં મૂકવામાં આવ્યા, જ્યાં તેમણે સુંદર રીતે અભ્યાસ કર્યો. વિશાળ વાચન અને આત્મમંથન જીવને ચિત્તશુદ્ધિ અને સુખ આપવા માટે સમર્થ હોય છે, એ વાત એમના જીવનમાં દઢ થતી ગઈ. પૂજ્યશ્રીના વિકાસમાં મુખ્ય ભૂમિકા પૂ. શ્રી ચંદ્રવિજયજી મહારાજે નિભાવી. યેવલામાં સર્વ પ્રથમ મુલાકાત થઈ. પહેલા જ વ્યાખ્યાનમાં ગુમુખે સાંભળેલી સંસારની અસારતા અને સંયમની મધુરતા ધનરાજને સ્પર્શી ગઈ. પૂ. ગુરુ મહારાજે ચારિત્રધર્મની વાનગી રૂપે ઉપધાન તપની વાત મૂકતાં શ્રીસંઘે તે સહર્ષ વધાવી લીધી. ધનરાજ પણ તેમાં જોડાયા. આ પ્રસંગે હંમેશ ગુરુદેવ સાથે આધ્યાત્મિક ચર્ચા થતી ચાલી. પરિણામે ધનરાજજીના અધ્યાત્મજ્ઞાનમાં વૃદ્ધિ થતી ચાલી. જેનશાસન પ્રત્યેની શ્રદ્ધા બળવત્તર થતી ચાલી. ગુરુવાણીના સચેટ પ્રભાવથી ધનરાજજી ચારિત્રપંથે જવાની ભાવનાવાળા થયા. માતા-પિતાને ખેતાસર મુકામે જાણ કરી. માતા-પિતાએ સંયમના ઉપસર્ગો ને પ્રતિકૂળતાઓ જણાવી, ધનરાજને તે માર્ગે ન જવા કહ્યું. ધનરાજજીએ કહ્યું કે સુખદુઃખ એ ભાગ્યાધીન છે. કુંવારે કેડે મરે અને પરણેલો પિડાએ મરે એ સંસારની ગતિવિધિ છે. એ રીતે માબાપને સમજાવી લીધાં. એમની પાસેથી સંમતિપત્ર લખાવી લીધું અને એ સંમતિપત્ર લઈને પૂ. ગુરુદેવ પાસે ગયા. દરમિયાન તેમના એક ફઈ સ્થાનકવાસીમાં દીક્ષિત હતાં, તેમણે એ આગ્રહ રાખે કે ધનરાજજીએ સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી જોઈએ. એ માટે પુનઃ ખેતાસર બેલાવ્યા, ત્યારે ધનરાજજીએ કહ્યું કે,
સેયંબરો દિગંબરો વા બુદ્ધો વા અન્નલિંગીવા,
સમભાવ ભાવિ અપ્પા લહઈ મુફખો ન સંદેહે.” મતલબ કે, ગમે તે સંપ્રદાયને હોય, પણ સમભાવથી સ્થિરતા રાખીને વર્તે તે મેક્ષ પામી શકે છે. આ રીતે અનેક તર્ક-વિતર્ક દ્વારા ફઈ-મહારાજને સંતેષ પમાડી, હા પડાવી, ફરી પૂ. ગુરુદેવ પાસે યેવલા પહોંચ્યા. સં. ૧૯૯૬ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે ખાનદેશના શિરપુર મુકામે માતાપિતાની ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી ભુવનવિજ્યજી બન્યા. દીક્ષા પછી પૂજ્યશ્રી અધ્યયન-આરાધનામાં નિમન રહેવા લાગ્યા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, સમાધિશતક, ગદષ્ટિ સમુચ્ચય, ઉપદેશમાલા, ગબિંદુ, દ્રવ્યગુણ પર્યાય રાસ, વાસુપૂજ્યચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર, મહાવીરચરિત્ર, ધના–શાલીભદ્રરાસ આદિનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત, દિગબર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org