________________
૩૦૬
શાસનપ્રભાવક
ઓળખ માટે સતત ચિંતન કરવા લાગ્યા. એવામાં તેઓશ્રીને ૧૧૧ ગ્રંથના આલેખક-વિરલ અધ્યાત્મગ્રંથના પ્રણેતા યુગનિષ્ઠ પૂ. બુદ્ધિસાગરજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. અજિતસાગરજી મહારાજને પરિચય થયો. આ સમાગમ સેનામાં સુગંધરૂપ હતે. પૂ. કેશરસૂરિજી અને પૂ. બુદ્ધિસાગરજી મહારાજને સમાગમ થતાં અધ્યાત્મજીવનમાં એક નવી ઝલક પ્રાપ્ત થઈ પરિણામે તેઓશ્રીએ સં. ૧૯૭૮માં અક્ષયતૃતીયાના શુભ દિવસે સંવેગી દીક્ષા અંગીકાર કરી અને પૂ. કેશરસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી ચંદ્રવિજયજી બન્યા. સચ્ચારિત્ર્યપંથે પ્રયાણ કરતાં તેઓશ્રીની આનંદયાત્રામાં એર ઉત્સાહ પ્રગટયો. સંયમજીવનની આ શ્રદ્ધા દમૂલ થતાં, પાદરા મુકામે સં. ૧૯૭૮ના અષાઢ સુદ ૩ના શુભ દિને વડી દીક્ષા ગ્રહણ કરી અને રત્નત્રયીની સાધના-આરાધના માટે સદા જાગ્રત સાધુવર શ્રી ચંદ્રવિજયજી બન્યા.
મુનિશ્રી ચંદ્રવિજયજી મહારાજ સંયમ, તપ, ધ્યાન, યોગ આદિના મૂર્ત સ્વરૂપ જ બની રહ્યા. પૂ. ગુરુવર્યોની વત્સલ છાયામાં ભક્તિ, સેવા, ગ, ધ્યાન, અભ્યાસ આદિમાં દિન-પ્રતિદિન આગળ વધવા લાગ્યા. એમાં યે વેગનિષ્ઠા વિશે આગવી છાપ પાડતા રહ્યા. માનવી તપ કરે, સંયમ માળે, સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરે, પણ જ્યાં સુધી જીવ ધ્યાનમાં આગળ ન વધે અને કષાયાદિથી મુક્ત બની સ્વ-ઈન્દ્રિયને જીતે નહીં, ત્યાં સુધી મેક્ષ નથી એમ શ્રી જિનેશ્વર ભગવાનનું વચન છે. પૂ. આબુવાળા શ્રી શાંતિસૂરિજી મહારાજ, સ્વગુરુ શ્રી વિજય કેશસૂરિજી મહારાજ, શ્રી મણિલાલ જેસિંગભાઈ, શ્રી નાનજી લધા વગેરેના પ્રગાઢ પરિચયમાં આવતાં પૂજ્યશ્રી યોગ અને ધ્યાનમાં પારંગત બનવા લાગ્યા. તેઓશ્રીને આધ્યાત્મિક વિકાસ થવા લાગે. પરિણામે અનેક શ્રીસંઘની વિનંતીથી, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, સં. ૧૯૯૫માં સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં ગણિ–પંન્યાસપથી વિભૂષિત કરવામાં આવ્યા.
પૂજ્યશ્રી આધ્યાત્મિક વિકાસ માટે પ્રાથમિક કેળવણીથી ધ્યાન આપવાના મતના હતા. તેથી તેઓશ્રીએ નાનાં બાળકો માટે શાળા-પાડશાળાઓ સ્થાપવાની-ચલાવવાની વિકસાવવાની પ્રવૃત્તિઓ હાથ ધરી. પરિણામે, તેઓશ્રીના વરદ હસ્તે બારસીમાં જેન બોડિંગની સ્થાપના થઈ પૂનામાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી, જેના સહાયક ફંડ એકત્ર કરાવ્યું. પૂના પાસે સોપા તથા શ્રી શેરીસા તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા. વડાલી, સરદારપુર અને શ્રી સિદ્ધક્ષેત્રમાં ઉદ્યાપનની ઉજવણું કરાવી. માટુંગા (મુંબઈ)માં ગુજરાતી તથા કચ્છી-એમ બંને ઉપાશ્રય તથા સ્તંભન તીર્થ–ખંભાત લાડવાડાને ઉપાશ્રય ધર્મસ્થાનક બનાવવા પાછળ પૂજ્યશ્રીની પ્રેરણા છે. શાંતિનગર–નવરંગપુરામાં શ્રીસંઘની નવેસરથી વ્યવસ્થા કરી. શિરપુર-ખાનદેશમાં અને યેવલા-મહારાષ્ટ્રમાં ઘણાં વર્ષોથી સંઘમાં કલહ-કલેશ-કુસંપ ચાલ્યા આવતા હતા, તે મિટાવીને શાંતિ–સહકાર-સંપનું સામ્રાજ્ય સ્થાપ્યું. ગવાડા, પાલીતાણા, વલસાડ, યેવલા, બાલાપુર, બારસી, પૂના, વિલેપાર્લે આદિ સ્થળેનાં ચાતુર્માસ દરમિયાન મહામહત્સવ પૂર્વક ભવ્ય ઉપધાનતપની આરાધનાઓ થઈ. વળી, પૂજ્યશ્રીના પ્રત્યેક ચાતુર્માસમાં અભિગ્રહના અડ્ડમ કરાવવામાં આવ્યા. અભિગ્રહના અઠ્ઠમમાં પારણે એકાસણું ધારી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અભિગ્રહ ધારણ કરવાને. એ પ્રમાણે પિતે ધારણ કરેલી ધાણ જાહેરાત વિના પાર પડે તે જ એકાસણું કરી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org