________________
ઉપર
શાસનપ્રભાવક આરાધના, વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન દેરાસર-ઉપાશ્રયમાં કરતા. ગેડીજીમાં સામાયિક-પ્રતિકમણુ–પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત્ત થતી, તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ અને દેરવણ નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. આવા ૮૦-૯૦ આરાધકેની એક મંડળી હતી અને તેના તેઓ આગેવાન હતા. આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર મૂકવામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી. અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું. પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા.
ચીમનભાઈ પૂ. આગમેદ્વારકશ્રીનાં તાત્વિક વ્યાખ્યાનેથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. તેમના ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ મેહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના પ્રશ્ન દ્વિધામાં હતા. પરંતુ ચીમનભાઈને સંકલ્પ દઢ હતે. અંતે પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીની હૂંફ મળી. એક વખત ગેડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા આરાધકોને એમ હતું કે ચીમનભાઈ પરિસ્થિતિવશ દીક્ષા લઈ શકે તેમ નથી. પરંતુ ચીમનભાઈ એ જોરદાર સંયમરંગ રાખે. સ્તવનાદિ લલકારી બધાને સંયમ તરફ વાળવા અભિગ્રહ આપવા માંડ્યો. અને પ્રાંતે પિતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી “મુનિ શ્રી ચંદ્રસાગરજી” નામે સંયમજીવનને સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠ સાથે મૂળ માત્ર છપાવી અને આનંદધિની નામે સુંદર વિદ્રોગ્ય ટીકા લખી, વિદ્વાનેમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર સામે બુલંદ અવાજ તેમ જ ત્યાગ–તપ–સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડયું. માલવાની–ઉજજેનની પુણ્યભૂમિમાં વીમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેને પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચકાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભેજનશાળા, ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ–મયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરેને ઉદ્ધાર કરી, શ્રી કેશાજીની દેહપ્રમાણે તે જ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી હાલ ધૂલેવામાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લેકેક્તિને ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજજૈન જૈન સંઘને પણ પુનરોદ્ધાર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org