________________
શ્રમણભગવંતો૨
૩૦૧
સમારોહ પ્રસંગે તેઓશ્રીએ મારો સંદેશ” નામે લાગણીસભર પ્રવચનમાં પિતાના સંતોષ ખાતર આ ત્રણ મુનિવરોને બહુમાનપૂર્વક વિશેષ પદ આપવાની જાહેરાત કરી, તે પ્રમાણે આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીને થતશીલવારિધિ', મુનિશ્રી જનકવિયજી ગણિને સર્વધર્મસમન્વયી અને મુનિશ્રી વલ્લભદત્તવિજ્યજીને આદર્શ ગુરુભક્ત'નું પદ આપ્યું. - ત્યાર બાદ પૂજ્યશ્રી જનકવિજયજી મહારાજે કાંગડા-અંબાલા લુધિયાણાનાં અનેક સ્થળોએ યુવાને માટે શિબિરનું આયોજન કરીને, જૈનધર્મનું તત્વજ્ઞાન સમજાવીને, યુવાનોમાં સદાચારનું સિંચન કર્યું છે. અપરિગ્રહવૃત્તિ અને વિશ્વબંધુત્વની ભાવનાવાળા તેમ જ ખાદીપ્રેમી આ વિશિષ્ટ વ્યક્તિએ ભારતભરના જૈનસંઘની વિનંતિઓ થતાં તા. ૨૧-૧-૧૯૮૪ના શુભ દિને માંજલપુર-વડોદરા મુકામે, દેરાસરજીની પ્રતિષ્ઠા વેળાએ પૂ. આ. શ્રી વિજ્યઈન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી ગ્રહણ કરી. પૂજ્યશ્રીનું ધ્યેય ઔર પ્રગ – એક પ્રશ્નોત્તરી” નામે પ્રસિદ્ધ થયેલું પુસ્તક ખૂબ લોકપ્રિય થયું છે. જે રીતે મુનિશ્રી સંતબાલજીએ સર્વોદયને નાદ ગુંજતો કર્યો, તેવો લાભ પૂજ્યશ્રી જનકવિજ્યજીએ પણ સમાજને આપે. તેનો યશ પૂ આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને અને વિશુદ્ધહૃદયી ગુરુદેવ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને ફાળે જાય છે. આ પુસ્તકમાં ગામ અને શહેરી જનતાના ઉત્થાન, ધર્મમય સમાજરચનાની સ્થાપના અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અહિંસક સમાજરચના માટેનું આયેજન આપ્યું છે. એમાં રાષ્ટ્રહિત માટે સાધુ-સંતે શું કરી શકે ? તેનું દર્શન પ્રાપ્ત થાય છે. આચાર્ય શ્રી તુલસીની દષ્ટિએ આ પુસ્તકમાં સિદ્ધાંત અને અનુભવને સંયોગ થયેલું છે. આ ગ્રંથના સહલેખક મુનિશ્રી નેમચંદજી છે.
હમણ, ઈ. સ. ૧૯૯૧માં પૂ. આચાર્ય શ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પિતાની દીક્ષા અંગીકારના ૩૮ વર્ષ પછી પ્રથમવાર જ, મુનિશ્રી ધર્મધુરંધર મહારાજ સાથે જંબુસર પધાર્યા ત્યારે જેન–જેનેતર સમાજમાં આનંદ અને ઉત્સાહ સાથે ધાર્મિક ચેતના વ્યાપી ગઈ હતી ! એવા એ સમર્થ શાસનપ્રભાવક સૂરિવર અનેકવિધ શાસનસેવા માટે નિરામય દીર્ધાયુ પામો એવી શાસનદેવને વિનમ્ર પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં પાવન ચરણમાં કેટિ કેટિ વંદના !
(સંકલન : પ્રા. બિપીનચંદ્ર ર. ત્રિવેદી)
છે
.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org