________________
શ્રમણભગવંતો-૨
૨૯૯ તીર્થરક્ષક તપસ્વીરત્ન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયવ્હીકારસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજ્યપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આચાર્યશ્રી વિજ્યહીંકારસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના પૂ. ગુરુદેવની જેવા જ તપસ્વીરત્ન અને શાસનપ્રભાવક શ્રમણભગવંત છે. તેઓશ્રીના જીવનની માહિતી ઉપલબ્ધ બની શકી નથી, પણ તેઓશ્રીની જન્મભૂમિ રાજસ્થાન હવાને અને શ્રીમંત અને ધર્મ સંપન્ન કુટુંબમાં તેઓશ્રીને જન્મ થયે હેવાને નિર્દેશ રાજસ્થાનમાં તેઓશ્રીની શુભ નિશ્રામાં, તેઓશ્રીના સંસારી કુટુંબીજનો દ્વારા તેમ જ રાજસ્થાનના અનેક શ્રીસંઘ દ્વારા અનેક ગ્રામ-નગર અને તીર્થ. સ્થાનમાં અવિરત-ઊલટભેર ઊજવાતાં અનુષ્ઠાનોથી થાય છે. દક્ષિણ ભારતમાં વસતા રાજસ્થાની જેને દ્વારા પણ તે પ્રદેશનાં અનેક ગ્રામ-નગરમાં પૂજ્યશ્રીના પાવન પગલે શાસનપ્રભાવનાના જે અભૂતપૂર્વ પ્રસંગે ઊજવાયા છે અને યશસ્વી તેમ જ ચિરંજીવ રૂપે પ્રસ્થાપિત થયા છે, તે દક્ષિણ ભારતના વર્તમાન શાસનપ્રભાવમાં તેઓશ્રીનું નામ પણ આજ ઝળહળી રહ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નૂતન જિનમંદિરના નિર્માણ, પ્રાચીન જિનમંદિરના નિર્માણ, પ્રાચીન જિનમંદિરના જીર્ણોદ્ધાર, અનેક તીર્થોના ઉદ્ધાર, વિકાસ અને રક્ષણ પણ થયાં છે. તેમાંય સમેતશિખરજી તીર્થના રક્ષણ માટે તેઓશ્રીએ જીવના જોખમે જે કાર્ય કર્યું તે તે તેઓશ્રીની નિર્ભયતા, મક્કમતા, ધીરજ, સમતા અને વિરલ શાસનદાઝનાં દર્શન કરાવે છે. પૂજ્યશ્રી જેમ શાસનપ્રભાવક અને તીર્થ રક્ષક છે તેમ તપસ્વીરત્ન પણ છે. તેઓશ્રીની અપ્રમત્ત સંયમસાધના, સતત શાસ્ત્રાભ્યાસ, નિરંતર કલ્યાણ માગે વહેતી પરોપકારી વાણું અને સાથે સાથે અવિરત ચાલતી તપ-આરાધના જ એક આદર્શ સૂરિવરની ઉન્નત જીવનશૈલીનાં દર્શન કરાવે છે. એવા સમર્થ સાધુવરને શતશઃ વંદના !
પંજાબ-હરિયાણામાં અનેકને વ્યસનમુક્તિના માર્ગે દોરનારા,
સર્વ–ધર્મ-સમન્વયી'નું બિરુદ પ્રાપ્ત કરનારા ઔદાર્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જંબુસરથી વડોદરા આવેલે એક બાળક, માતા સાથે ભાવપૂર્ણ રીતે વંદન કર્તા જોઈ મુનિવર્ય શ્રી હંસવિજયજી તેની મુખાકૃતિ જોઈને બોલી ઊઠયા હતાઃ “આ બાળક દીક્ષા લેશે. આ બાળક તે આજના આચાર્યશ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૮૨ના જેઠ વદ પાંચમને શુભ દિને થયો હતે. જંબૂસરમાં પિતા ડાહ્યાભાઈ ગોરધનદાસ ભગત અને માતા તારાબેન ધર્મનિષ્ઠ દંપતી તરીકે ખ્યાત હતાં, ધર્મ, સંસ્કાર અને સદ્ગુણોથી છલછલ છલકાતા વારસામાં અવતરેલા સુરેન્દ્રની ચાર બહેને સંયમપંથે સંચરી ચૂકી હતી. લાડકવાયા બાળ સુરેન્દ્રને પણ પૂર્વ ભવના પુષ્પગે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org