________________
શાસનપ્રભાવક
અનેક સંસ્થાઓના સ્થાપક, પ્રશાંતમૂર્તિ
શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયપ્રકાશચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રાન્તમાં શાસનના તિર્ધરની ભવ્ય પરંપરા સર્જાઈ છે. તેમાં જેનાચાર્ય શ્રી વિજયપ્રકાશચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું ગૌરવસ્થાને છે. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૮ના ફાગણ સુદ ૩ને બુધવારે સિહી રાજ્યના ઝાડલી ગામે થયો હતે. મોટપણે તેઓ ધંધાર્થે મુંબઈ આવીને રહ્યા. વીસ વર્ષ સુધી મુંબઈમાં ધંધે કર્યો પણ મને લાગતું ન હતું. સાંસારિક વ્યવસાય કરતાં કંઈક એ વ્યવસાય કરવાની ભાવના થયા કરતી હતી કે જે ક્યારેય નષ્ટ ન થાય કે પરિવર્તન ન પામે. પરિણામે, ૩૩ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે સંયમ સ્વીકાર્યું. ત્યાર બાદ આત્મસાધના અને શાસનોન્નતિનાં કાર્યોમાં નિમગ્ન રહેવા લાગ્યા. પૂજ્યશ્રીના વ્યક્તિત્વ અને વિદ્વત્તાના પ્રભાવે તેઓશ્રીના વરદ હસ્તે અનેક ભવ્ય એ દીક્ષા અંગીકાર કરી, જેમાં શ્રી નંદનવિજ્યજી, શ્રી પવવિજ્યજી, શ્રી નિરંજનવિજ્યજી મુખ્ય છે. ગુજરાતના પાલેજમાં તેઓશ્રીએ “શ્રી આત્માનંદ જૈન જ્ઞાનભંડાર ”ની સ્થાપના કરી, જેમાં દસ હજારથી પણ વધુ ગ્રંથ સંગ્રહિત છે.
- પૂજ્યશ્રી પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની ભૂમિ પર વિચર્યા. તે દરમિયાન હોશિયારપુર અને લુધિયાણામાં ચાતુર્માસ સમયે ઉપધાનતપના યાદગાર ઉત્સવ થયા. ત્યાર બાદ ઉત્તર પ્રદેશને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ઉત્તરપ્રદેશની ભિન્ન ભિન્ન જેન સભાઓને એક સૂત્રમાં સાંકળી, અને તેઓને “શ્રી જેન વેતામ્બર મહાસભા-ઉત્તર પ્રદેશ” નામ નીચે સ્થાપી. અશિક્ષિત સમાજને ધર્મભક્તિ પ્રત્યે વાળવા માટે પૂજ્યશ્રીએ હસ્તિનાપુરની પુણ્યભૂમિમાં
શ્રી આત્માનંદ જૈન બાલાશ્રમ ની સ્થાપના કરી. કપિલાજી, ફરકાબાદ, લખની આદિનાં જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. પૂજ્યશ્રીને સં. ૨૦૨૪માં ગણિપદે, સં. ૨૦૨૭માં મુંબઈ મુકામે પૂ. આચાર્યદેવશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાયપદે અને સં. ૨૦૩૦ના અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે હસ્તિનાપુરમાં આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. તેઓશ્રીનું છેલ્લું ચાતુર્માસ અંબાલા શહેરમાં થયું. ચાતુર્માસ બાદ તેઓશ્રી જિન–શાસન-રત્ન આચાર્યદેવ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ પાસે લુધિયાણું પધાર્યા. ત્યાંથી પૂજ્યશ્રી પોતાના ગુરુ મહારાજ પાસે સેજતથી આગળ વિહાર કરવાના હતા ત્યાં જ એચિંતા કાળના ગર્તમાં વિલીન થઈ ગયા. પૂજ્યશ્રીને કાળધર્મ પામ્યાથી સમગ્ર ઉત્તર ભારતના શ્રીસંઘમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. એવા એ પરમ પ્રભાવક ગુરુદેવને શતશઃ વંદન!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org