________________
૨૯૬
શાસનપ્રભાવક દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી ગુરુસેવા, શાસ્ત્રાભ્યાસ અને આરાધનામાં નિમગ્ન રહેવા લાગ્યા. તેઓશ્રીને જુદાં જુદાં શામાં ખૂબ જ રસ હતું. તેમાં સં. ૧૯૮૨ પછી જયપુર પધાર્યા. ત્યાંની વિશ્વવિખ્યાત વેધશાળાની મુલાકાત લીધી. તે સમયે તેઓશ્રીએ જાણ્યું કે વેધશાળાનું યંત્ર પરમ જ્યોતિર્વિ૬ શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથ પરથી તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારથી તેઓશ્રીને શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના આ શાસ્ત્રમાં ઊંડો રસ પડ્યો. આગમ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય આદિ સાથે જોતિષવિદ્યા અને ખગોળવિદ્યામાં પણ તેઓશ્રી ઊંડા ઊતરતા ગયા. એ માટે લીલાવતી ગણિત, ગ્રહલાઘવ, યંત્રરાજ આદિ ગણિત, તિષ અને ખગોળ વિદ્યાના મહાગ્રંથને અભ્યાસ કર્યો. સં. ૧૯૮૯માં તિથિચર્ચાને પ્રશ્ન ચર્ચા અને આજ સુધી જેન-પંચાંગ જેવું કંઈ નથી એ જાણીને પૂજ્યશ્રીને દુઃખ થયું સં. ૧૯૯૦માં જયપુર પહોંચીને પંચાંગ વિશે વ્યવસ્થિત અધ્યયન કર્યું. અનેક પંચાગના અધ્યયન-સંશાધનને અંતે જેનધર્મ માટે મહેન્દ્ર-પંચાંગ બનાવ્યું. સમગ્ર જૈન સમાજ ઉપર પૂજ્યશ્રીને આ સૌથી માટે ઉપકાર છે. વળી, પૂજ્યશ્રીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાંતમાં વિહાર કરીને શિક્ષણ અને સમાજના ઉત્થાન માટે પણ અનેક કાર્યો કર્યા છે. પૂજ્યશ્રીને સં. ૧૯૯૭માં ગણિપદવી, સં. ૧૯૯૮માં રાધનપુરમાં પંન્યાસપદવી અને સં. ૨૦૧૭ના ફાગણ વદ ૭ને દિવસે અમદાવાદમાં આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૧૬ના મહા વદ અમાવાસ્યાને દિને અમદાવાદમાં શ્રી મહેન્દ્ર જેને પંચાંગને રજતજયંતી મહોત્સવ ઊજવાયે, તે પ્રસંગે અનેક શ્રીસંઘ વતી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ હસ્તક “અભિનદનપત્ર” અર્પણ કરવામાં આવ્યો. પૂજ્યશ્રી સં. ૨૦૨૭ના જેઠ સુદ ૧૦ના રોજ ૭૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રીને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય શાસનસેવામાં પ્રવૃત્ત હતું, જેમાં શ્રી વિનયવિજયજી, શ્રી ઈન્દ્રવિજયજી, શ્રી ચંદ્રોદયવિજયજી, શ્રી ધર્મવિજ્યજી, શ્રી રૂપવિજયજી આદિની મુખ્યતા છે. એવા એ સમર્થ શાસ્ત્રવેત્તા સાધુવરને અંતઃકરણપૂર્વક કેટિ કેટિ વંદના !
પ૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયને જેન બનાવનાર પરમારક્ષત્રિયેારક
પરમ શાસનપ્રભાવક વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયઈંદ્રદિન્નસૂરીશ્વરજી મહારાજ
પંજાબકેસરી, યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયઈન્દ્રન્નિસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું જ આદરવંત છે. તેઓશ્રીને જન્મ વડેદરા પાસે આવેલા સાતપુરા નામક ગામમાં થયે હતો. પિતાનું નામ રણ છેડભાઈ અને માતાનું નામ બાલુદેવી હતું. સં. ૧૯૮૦ના આસો વદ ને શુભ દિવસે બાલવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. બાળકનું નામ મેહનલાલ પાડ્યું. પિતાને ધંધે ખેતીને હતે. મોહનલાલનું મન ધંધામાં કે સંસારમાં લાગતું ન હતું. અઢાર વર્ષની ઉંમરે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org