________________
૨૯૫
શ્રમણભગવંતો-૨ એકવીસ જેટલાં વર્ષીતપ કર્યા હતાં. પિતાની જન્મભૂમિ રાજસ્થાનમાં અનેક ચાતુર્માસ કરીને ત્યાંના શ્રીસંઘની ખૂબ ખૂબ ભક્તિ-પ્રીતિ સંપાદન કરી હતી. પૂજ્યશ્રીના કાળધર્મ સમયે એકત્રિત થયેલી જનમેદની અને અંતિમ સંસ્કાર માટે બોલવામાં આવેલી ઉછામણી પૂજ્યશ્રીની વત્સલમૂતિને પરિચય આપી ગઈ હતી. પૂજ્યશ્રી ૮૧ વર્ષની ઉંમરે, તખતગઢ મુકામે, સં. ૨૦૩૪ના વૈશાખ વદ ૧૪ને રવિવાર, તા. ૪-૬-૧૯૭૮ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. બીજે દિવસે પૂજ્યશ્રીની કર્મભૂમિ ઉમેદપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શાસનના વીર સુભટ, મહાન તપસ્વી અને ધર્મપ્રભાવક આચાર્યદેવને કોટિ કોટિ વંદના!
મહેન્દ્ર જૈન પંચાંગના પ્રણેતા. સમર્થ શાસ્ત્રવેત્તા સાધુવર પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ
એકેએક જૈનાચાર્યમાં કેઈ ને કઈ વિશિષ્ટતા હોય છે જ. કઈ મહાતપસ્વી હોય છે, તે કઈ સમર્થ શાસ્ત્રવેત્તા હોય છે. કેઈ ઉત્કૃષ્ટ સમાજસેવી હોય છે, તે કઈ મહાન સાહિત્યકાર હોય છે. કેઈ બહુશ્રત વિદ્વાન હોય છે, તે કેઈ ઉત્તમ વ્યાખ્યાતા હોય છે. એમાં સંયમજીવનની સાર્થકતા રૂપ તપશ્ચર્યાઓ અને સાધુજીવનની શેભારૂપ શાસ્ત્રાભ્યાસ તે, શ્વાસોચ્છવાસ જેમ જીવનમાં વણાઈ ગયા હોય છે. પૂ. આચાર્યશ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સમર્થ શાસ્ત્રવેત્તા તરીકે વિખ્યાત થયા. તેઓશ્રીએ વેરવિખેર પડેલાં ભારતીય પંચાંગને વ્યવસ્થિત કરીને એ વિદ્યાનું સાચું સ્વરૂપ સમજાવ્યું અને મહેન્દ્ર જેન પંચાંગ રચીને નૂતન પ્રણાલિકા સ્થાપી. તેઓશ્રીને જન્મ રાધનપુર મુકામે ધર્મનિષ્ઠ શેઠશ્રી કેસરીચંદ જસરાજને ત્યાં સુવ્રતધારી પાર્વતીબેનની કુક્ષિએ સં. ૧૯પપના ભાદરવા સુદ ૧૧ના શુભ દિવસે થયું હતું. તેમનું સંસારી નામ ભેગીલાલ હતું. ભેગીલાલને બે બહેને અને એક ભાઈ હતા, જેમાં એક બહેન કરીને સંજમશ્રીજી નામે દીક્ષા ગ્રહણ કરી હતી. ભેગીલાલનું મોસાળ વારાહીમાં વીરજીભાઈ દલીચંદ ડેટાને ત્યાં હતું. તેમનાં લગ્ન મણિબહેન નામના ધર્મસમ્પન્ન સન્નારી સાથે થયાં હતાં. પરંતુ તે પૂર્વે સં. ૧૯૬૫માં પિતાની છાયા ગુમાવી અને ભેગીભાઈને સંસારની અસારતાનાં દર્શન થયાં. સં૧૯૬૬માં પૂ. શ્રી વલ્લભવિજયજી મહારાજ (પછીથી યુગપ્રવર્તક આચાર્યદેવ) રાધનપુર પધાર્યા ત્યારે પૂજ્યશ્રીનાં સુધાભર્યા વચનોથી ભેગીલાલને ખૂબ શાતા થઈ. વૈરાગ્યનાં બીજ વવાયાં. એમાં સં. ૧૯૭૩માં ધર્મપત્ની સ્વર્ગે સિધાવતાં દામ્પત્યજીવન કરમાઈ ગયું. અને સં. ૧૯૮૧માં માતાનું અવસાન થતાં ઘરસંસાર પરથી મન તદ્દન ઊડી ગયું. તે વખતે પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પંજાબ-બીનૌલીમાં બિરાજમાન હતા, ત્યાં પહોંચ્યા અને દીક્ષા ગ્રહણ કરવાની ભાવના દર્શાવી. સં. ૧૯૮૨ના જેઠ સુદ ૩ના રોજ પૂ. ગુરુદેવે દીક્ષા આપીને પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી વિકાસવિજ્યજી નામે ઘેષિત કર્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org