________________
૧૫૮
શાસનપ્રભાવક
શાસનકંટકે દ્ધારક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ
શાસનસ્તંભ–શાસનક ટકે દ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજને જન્મ વિ. સં. ૧૯૫૪ના કારતક વદ ને સોમવારે ઠળિયા ગામે થયો હતો. પિતાનું નામ દીપચંદ જેરાજભાઈ અને માતાનું નામ ઉજમબેન તથા પોતાનું સંસારી નામ હઠીચંદ હતું. હકીચંદને બાળપણથી જ ધર્મપ્રીતિ સવિશેષ હતી. એમાં નાનપણમાં માતાપિતાને સ્વર્ગવાસ થતાં કુટુંબની જવાબદારી તેમની ઉપર અને વડીલ બંધુ ખેતીચંદભાઈ ઉપર આવતાં નાની વયે ધંધાર્થે મુંબઈ જવાનું થયું. મુંબઈમાં ધંધા સાથે હંમેશાં પ્રભુપૂજા–પ્રતિક્રમણ-સામાયિક અને વ્રતનિયમ–તપ આદિ કરવાપૂર્વક ધર્મકાર્યોમાં દિન-પ્રતિદિન આગળ વધતા રહ્યા. ધર્મસમાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું આરાધન કરવા રાસ વાંચતા. એ માટે સેંકડોની માનવમેદની મળતી. સં. ૧૯૭૬માં લગ્ન થયા. તેમને બે પુત્ર અને એક પુત્રી થયાં. પરંતુ ધર્મ પ્રત્યેની ભાવના જરાયે ઓછી થઈ ન હતી. સં. ૧૯૮૫માં દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગયને ત્યાગ કર્યો. ભરયુવાનીમાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. ૮-૧૦૧૧-૧૫–૧૬-૨૧ ઉપવાસ અને વર્ધમાન તપની ઓળીએ આદિ તપસ્યા કરી. સં. ૧૯૮૫માં મુંબઈથી ઠળિયા આવી, શ્રીસંઘને એકત્રિત કરી, નૂતન જિનમંદિર બંધાવવાને શુભ નિર્ણય કરાવ્યું. પિતાને છે વિનયને ત્યાગ હોવા છતાં, યથાશક્તિ ભાગ લેવાની ભાવનાઓ શ્રી જિનમંદિર અંગેના પથ્થરો કઢાવવા માટે કાટકડા ગામનાં જંગલમાં આઠ આઠ દિવસ રહીને પથ્થરની ખાણમાંથી પથ્થરે કઢાવતા અને ગામ પહોંચાડતા. સં. ૧૯૮૬માં ખાતમુહૂર્ત અને શિલા સ્થાપન કરી, પાયા મથાળ સુધી લાવી, ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ પાછા મુંબઈ ગયા. મુંબઈ સં. ૧૯૮૭ના કાતિક વદ ૬ને રવિવારે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૨૦ હજારની માનવમેદની વચ્ચે, હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી (તે વખતે મુનિ શ્રી ચંદ્રસાગરજી) મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ દોઢ વર્ષ સુધી પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ સાથે રહ્યા. બાદ સુરત પધારી સ્વસમુદાય સાથે થઈ ગયા.
દીક્ષા બાદ પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં ધર્મશાનું તથા આગમોનું સુંદર જ્ઞાન સંપાદન કર્યું. પિંડનિયુક્તિ ગ્રંથને અનુવાદ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર, તત્વતરંગિણ ગ્રંથ કમતાહિવિષ જાંગુલી મંત્ર તિમિરતરણિના અનુવાદ, પ્રાચીન–અર્વાચીન ઇતિહાસની સમીક્ષા કરતું સાહિત્ય નિર્માણ કર્યું. અનેક સમાધાનગ્રંથ બનાવ્યા; અનેક ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવ્યા. કાવ્યરચના ક્ષેત્રે સ્તવન વીશી, ચૈત્યવંદન ચોવીશી આદિ ભાવવાહી કૃતિઓની રચના કરી. આમ, આગમશા, ઇતિહાસ, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રમાં તેઓશ્રીએ અગાધ પ્રતિભાબળે અપૂર્વ વિકાસ સાથે. પૂજ્યશ્રીએ અનેક ગામમાં જિનમંદિરનાં નિર્માણ કરાવ્યાં. સેંકડે પ્રતિમાજીને પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી. પિતાના પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજાઓને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org