________________
શ્રમણભગવ તા-૨
૨૭૯
રહેતા. જ્યાતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઇ સહુકોઇ આશ્ચર્ય પામતા. તદુપરાંત, તેઓશ્રીએ અનેક ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને પોતાની એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. ગુરુદેવશ્રી સાથેના બે ભવ્ય છરી પાલિત સઘામાં વિહાર કરીને પૂજ્યશ્રીએ પોતાના એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય આપ્યા હતા. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાએ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કેઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં લેકચર આપી શકે છે; તે સ ંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે કાઇ કાશીના પડિત વ્યાખ્યાન આપી રહ્યા છે. તો ગુજરાતી કે રાજસ્થાની બેાલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ લાગે ! આમ, પૂજ્યશ્રી ભાષાના પ્રકાંડ પંડિત છે.
વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધક તરીકે પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં પૂ. આ. શ્રી વિજયનીંનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીંને આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્ય શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખા ભાવિકોનાં હૃદય સ્થાન પામી ચૂકયા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહેનિશ વરસતી રહે છે; જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનુ કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકયા છે. સ. ૨૦૪૩ના આસા માસથી સ. ૨૦૪૫ના આસે સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર હશે ! એવા એ મહાન તપસ્વીને કેબિટ કેપિટ વંદના !
સ ગીતપ્રેમી, સરળમૃતિ
પૂ. આચાર્ય શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ
ગરવા ગુજરાતનુ છાણી ગામ તે સયમ સ્વીકારવામાં વિશ્વવિખ્યાત બનેલુ છે. પૂજ્યશ્રી પણ એ જ લતાના પુષ્પ છે. દાદા જમનાદાસભાઇ, કાકા દલસુખભાઇ, માતા અને ત્રણ બહેનો- એક જ કુટુંબમાંથી એક કરતાં વધુ ભવ્યાત્માએ અસાર સ`સારને છેડીને વીરપ્રભુના શાસનમાં વિહરવા તત્પર બન્યા હોય ત્યાં જપ-તપ-સંયમનું સામ્રાજ્ય હોય એમાં શી નવાઇ ! પૂજ્યશ્રીએ પણ આ જ વાતાવરણમાં વૈરાગ્યના અંચળા આઢવાનો નિશ્ચય કર્યાં. સ. ૧૯૭૮ના ભાદરવા સુદ ૮ને દિવસે જન્મેલા આ પુણ્યાત્માએ સ. ૨૦૦૧ના માગશર સુન્ન છને શુભ દિવસે ખંભાત શહેરમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસૂરીંશ્વરજી મહારાજ હુસ્તક પ્રત્રજ્યા અંગીકાર કરી, અને શ્રી અરુણુપ્રભવિજયજી મહારાજ બન્યા. દીક્ષા ગ્રહણુ કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વાધ્યાય-તપનું અહેરાત આરાધન કરતા રહ્યા છે. પૂજ્યશ્રીની સૂરિવર તરીકેની એ વિશિષ્ટતાએ સહુ કોઈ ને પ્રભાવનું કારણ બની રહે છે, અરુણુની પ્રભા જેવી સરળતા અને પ્રસન્નતા મુખ પર પ્રકાશતી હાય એવા એ પૂજ્યશ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org