________________
શ્રમણભગવંતે-૨
૨૭૭
કંદમૂળ, રાત્રિભોજન, અભક્ષ્ય, દ્વિદળ જેવા અનેક અધર્મી કુટુંબમાં પહેલેથી જ જોવા મળતા નહીં. દર્શન કર્યા વગર નવકારશી મળે નહીં. ઘરમાં હંમેશ પૂજા, સામાયિક, ધાર્મિક સૂત્રને અભ્યાસ થાય; અને બાળક વસંતકુમારનું અંતર આ ધર્મસંસ્કાર ઝીલતું વિકસતું રહે છે. સમય જતાં મુંબઈમાં વસવાટ થતાં યૌવનકાળે વસંતભાઈ એ વ્યાખ્યાનવાચસ્પતિ દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના સાન્નિધ્યને લાભ મળે. જન્મજાત સંસ્કાર, સંતસમાગમ, અને લાલબાગમાં પૂ. દાદા ગુરુદેવના વૈરાગ્યરંગ્યાં પ્રવચનથી વસંતના હૈયામાં વૈરાગ્યની વસંત બેઠી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૬ને દિવસે રાધનપુરમાં મુનિવર્ય શ્રી વિક્રમવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી સ્થૂલભદ્રવિજયજી તરીકે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા પછી પૂ. દાદા ગુરુદેવની અખંડ સેવાભક્તિને લાભ લેવા સદાય અપ્રમત્ત રહ્યા. નાનામોટા સર્વ મુનિવરોની સેવા કરવી એ તેઓશ્રીને જીવનધર્મ બની ગયે. વૈયાવચ્ચ સાથે જ્ઞાનારાધના પણ ચાલે. આગમિક ગ્રંથોથી માંડીને વ્યાકરણ, ન્યાય, કેશ, કાવ્ય, અન્ય ધર્મશામાં પારંગત થયા. જ્ઞાનાર્જન સાથે પૂજ્યશ્રીમાં વિનય-વિવેક આદિ અન્ય ગુણેને પણ ઉત્તમ વિકાસ થયે છે. દીક્ષા થયા પછી એક રાત્રે ગુરુભગવંતના ચરણારવિંદમાં ભક્તિ કરવા બેઠેલા. પૂજ્ય ગુરુદેવને નિદ્રા આવી ગઈ. સંથારાની આજ્ઞા ન મળતાં પૂજ્યશ્રી આખી રાત બેસી રહ્યા. પૂ. ગુરુદેવે જાગીને તરત પૂછ્યું કે “હજી સંથાર નથી કર્યો ?” ત્યારે પૂજ્યશ્રીએ ઉત્તર આપે કે, “ગુરુદેવ, આપે આજ્ઞા નહોતી કરી.” તેઓશ્રીની આવી ગુરુભક્તિથી પ્રસન્ન થઈને છાણીમાં પૂ. દાદા ગુરુદેવે તેઓશ્રીને “દર્શન-જ્ઞાન-ચારિત્રની ત્રિવેણી સંગમના મહાન આધક” તરીકે બિરદાવ્યા. પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મહારાજે પૂજ્યશ્રીના સંયમની, જ્ઞાનની, વૈરાગ્યની અત્યંત પ્રસંશા કરી. ભાવિ શાસનપ્રભાવક સૂરિવર તરીકે અનેક પૂજ્યના અંતરના આશીર્વાદ પૂજ્યશ્રીના શિરે ચઢતા રહ્યા. પૂ. ગુરુદેવશ્રી વિકમસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને યંગ્ય જાણી સમેતશિખરજીમાં સં. ૨૦૨૮ના વૈશાખ સુદ ૬ને દિવસે ગણિપદ પ્રદાન કર્યું. ૨૦૩૧ના મહા સુદ ૧૦ને દિવસે રાધનપુરમાં પંન્યાસપદ પ્રદાન કર્યું. તે સમયે પૂજ્યશ્રીએ પોતાના પિતાશ્રી કાંતિભાઈને ૭૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ દીક્ષા આપી, પિતાના ગુરુભ્રાતા મુનિશ્રી કમલયશવિજયજી બનાવ્યા અને તેમની અખૂટ અને અથાગ વૈયાવચ્ચ કરી જીવન ધન્ય બનાવ્યું. પદપ્રદાન પછી પૂજ્યશ્રીએ શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. અનેક પુણ્યાત્માઓને સંયમાગે ચઢાવ્યા. અનેક સંઘોમાં ચાલતા વિખવાદ દૂર કરી શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અમદાવાદમાં સં. ૨૦૪૩માં મહામહોત્સવપૂર્વક પૂ. આ. શ્રી નવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રી આદિ ત્રણ ગુરુબંધુઓને આચાર્યપદે અલંકૃત કરવામાં આવ્યા.
પૂજ્યશ્રીએ સંઘ, ઉજમણુંઓ, પ્રતિષ્ઠા-અંજનશલાકાઓ, સાધમિકેના ઉદ્ધારનાં કાર્યો તથા ગ્રાચીન તીર્થોના જીર્ણોદ્ધારનાં અને નૂતન તીર્થોનાં નવનિર્માણનાં કાર્યો કર્યા છે. એમાં નાનાપોશીના તીર્થનો ઉદ્ધાર અને કર્ણાટક રાજ્યમાં બેંગલેર જિલ્લાના દેવનહલ્લી ગામે વિશાળ અને ભવ્ય એવા શ્રી નાકડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જિનપ્રાસાદ નામે નૂતન તીર્થની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org