________________
શ્રમણભગવંતો-ર
૨૮૧
કરીને પૂજ્યશ્રી એક દિવ્ય પ્રભાવક બની રહ્યા છે. મરાઠાવાડામાં અનેક નગર–ગ્રામમાં ત્રણ વર્ષ સતત વિચરીને ધર્મવિમુખ પ્રજાને ધર્માભિમુખ બનાવી. ઓરંગાબાદમાં પૂજ્યશ્રીની ૭૫મી કામચૌવિહારી એકાદશીની એળીના પારણે અનેક સંઘોએ મહેસપૂર્વક તેઓશ્રીને “મરાઠાવાડા ઉદ્ધારકની પદવી આપી. પૂજ્યશ્રીએ પ્રથમવાર જ મરાઠાવાડા પ્રદેશમાં ઉદ્યાપન, ઉપધાન તપ, અંજનશલાકા મહોત્સવ ઊજવવાને યશ પ્રાપ્ત કર્યો છે.
જેમ દક્ષિણ ભારતના પ્રાંતમાં પૂજ્યશ્રી શાસનપ્રભાવના દ્વારા જેન જયતિ શાસનમને જ્યષ ગાજતે કરી રહ્યા, તેમ ભારતના છેક ઉત્તર છેડે-નેપાલમાં પણ તેઓશ્રીએ વિરપ્રભુના શાસનને ધ્વજ લહેરાવ્યા છે. નેપાલમાં મૂર્તિપૂજક શ્રમણ તરીકે પ્રવેશ કરનાર પૂજ્યશ્રી પહેલા છે. નેપાલની સરહદે ફારબસગંજ, ફૂલકા વગેરે નગરમાં જિનમંદિરની પ્રતિષ્ઠા તેઓશ્રી હસ્તક થઈ છે. ઉગ્ર વિહાર એ પૂજ્યશ્રીનું એક પ્રભાવક લક્ષણ છે. તે ઉગ્ર તપશ્ચર્યા એ તેઓશ્રીનું બીજુ વિશ્વવિક્રમી લક્ષણ છે. વર્ધમાન તપની ૮૭મી એળી પૂર્ણ કરી (સં. ૨૦૪૭) ૮મી ઓળી ઠામચૌવિહારી એકદત્તાથી કરી રહ્યા છે. એકદની કામચૌવિહારી ઓળી કરનાર વર્તમાનમાં પૂજ્યશ્રી વિશ્વવિક્રમ ધરાવનાર આચાર્યપ્રવર છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવના પણ અત્યંત પ્રભાવક પુરવાર થઈ છે. તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ સંઘમાં અનેક આયંબિલ ખાતાં સ્થપાયાં છે. પૂજ્યશ્રીએ પણ ૭૦૦૦ આયંબિલ અને ૧૫૦૦ એકાસણુની આરાધના કરી છે. ૫ ઉપધાન તપ, ૬ શિખરબંધ મંદિરમાં પ્રતિષ્ઠાઓ, ૬ ગૃહમંદિરે પ્રતિષ્ઠાઓ, અંતરિક્ષ તીર્થ તેમ જ હિંગળીથી શત્રુંજય તીર્થને ૯૨૫ કિ.મી., ૩૦ દિવસને, અતિ ઉગ્ર વિહારપૂર્વક અને અઢાર અભિષેકના ઐતિહાસિક પ્રસંગે રાજય તીર્થે ઉપસ્થિત થઈ અનુમોદનીય બનેલે અદ્વિતીય યાત્રાસંઘ; ૧૦ અંજનશલાકા ઉત્સવ, ૨૧ માસક્ષમણ તપશ્ચર્યા, ૪ દીક્ષાઓ, ૭૧ છોડનાં ઉજમણું આદિ અનેક શાસનપ્રભાવનાઓ પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ છે. એવા એ મહાન ઉગ્રવિહારી, ઉગ્ર તપસ્વી સાધકને અંતઃકરણપૂર્વક શતશઃ વંદના !
પ્રસિદ્ધ પ્રવચનકાર, સંસિદ્ધ સાહિત્યકાર, પંચ મહારાજ”
' તરીકે પ્રસિદ્ધ સંગઠનપ્રેમી પૂ. આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજ
વીર–સેનાના સૈનિક’ શ્રી વીરસેનસૂરીશ્વરજી મહારાજ પણ છાણ ગામની ચિંતામણિ ખાણમાંના જ એક રત્ન છે. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૯ના ભાદરવા સુદ પાંચમે થયે હતે. નગર અને કુટુંબના ધર્મમય વાતાવરણમાં ઊછરેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ વૈરાગ્યને રંગ લાગે હતે. સં. ૨૦૧૪ના વૈશાખ વદ ૬ને મંગળ દિને છાણમાં જ પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટદીપક તરીકે પ્રવજ્યા અંગીકાર કરી મુનિશ્રી વીરસેનવિજ્યજી બન્યા. પૂજ્યશ્રીનાં બે બહેને અને લઘુબંધુ પણ સંયમમાર્ગના સહપાંથી બન્યાં છે. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ છે. ૩૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org