________________
શ્રમણુભગવંત-૨
ર૮૯ આપીને છૂટી જવું, એના કરતાં તે પિતાની આજીવિકા પિતે જ ઉત્પન્ન કરી શકે તે માટે તેને વ્યવસાય, નેકરી, ઉદ્યમમાં લગાડવા એ જ તેમના કાયમી ઉત્કર્ષને રસ્તે છે, એમ માનીને નબળા વર્ગ માટે બીકાનેર, પાલીતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપના કરાવી અને અનાજ-કપડાંથી માંડીને શાળા-કોલેજોની ફી તથા પુસ્તકના વિતરણની વ્યવસ્થા કરાવી. તેઓશ્રી માનતા કે શ્રીમંતાઈ ઘણુંખરું ધાર્મિકતાથી વંચિત રાખે છે. ધર્મપરંપરા વિકસાવવા માટે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવવા જરૂરી છે. (ઘ) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મપ્રભાવના માટે જિનમંદિરોની આવશ્યકતા છે, તેમ શિક્ષણસંસ્થાઓની પણ જરૂરત છે. તેથી પૂજ્યશ્રી દાન આપવાની ભાવનામાં એવું પરિવર્તન કરતા કે દેવદ્રવ્ય તિજોરીમાં પુરાઈ રહેવાને બદલે સમાજના ઉત્કર્ષમાં તેને ઉપયોગ થાય. (ડ) જૂની-નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકને અપાતાં વ્યાખ્યામાં અને રાત્રિચર્ચાઓમાં પૂજ્યશ્રી કહેતા કે, યુવાનેને કદી નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને શિખામણ આપતા કે તેઓએ વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહીને અપમાનિત કરવા નહીં. યુવકે અને વૃદ્ધોએ પિતાપિતાની રીતે સામાજિક ઉત્થાન માટે રસ લેવો જોઈએ. ગૃહસ્થાએ સામાજિક રીતરિવાજે, વહેમ, બાધાઆખડી–માન્યતાઓને ત્યાગ કરીને સાચા શિક્ષણને પ્રચાર કરવો જોઈએ. ઉંમરલાયક માણસોએ તીર્થયાત્રા, તીર્થ સેવા, સાધુસેવા દાનપ્રવૃત્તિ વગેરેમાં રસ લેવો જોઈએ. (૨) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારે : કન્યાવિક્રય અને વરવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં હિંસક કપડાં અને કેસરને મંદિરમાં ઉપગ, હિંસાથી તૈયાર થયેલા સાબુ અને ચામડાની ચીજોને વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ નહીં આપવાની માન્યતા-ઇત્યાદિ અનેક માન્યતાઓ ભારતના વિવિધ પ્રદેશમાં પ્રચલિત હતી. પૂજ્યશ્રીએ આ કુરિવાજો દૂર કરવા ભગીરથ પ્રયત્ન આદર્યા અને તેમાં તેઓશ્રીને ઘણી સફળતા મળી.
ઉપસંહાર : મહાપુરુષનાં ચરિત્રો પામવા સહેલાં નથી. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન વિશાળ દષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી સર્વધર્મસમભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન યુગદષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસકારો.” દષ્ટિની વિશાળતા વિનાને ધર્મ કૂપમંડૂક છે. પૂજ્યશ્રી સાચા અર્થમાં યુગદ્રષ્ટા અને સમયદશી આચાર્ય હતા. વર્તમાન સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સધ્ધરતાનાં દર્શન થાય છે તે આવા સમર્થ આચાર્ય દેવને આભારી છે. એવાં દિવ્ય-ભવ્ય જીવનથી સ્વપૂર કલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર કરનારા આચાર્ય ભગવંતને કેટિ કેટિ વંદના!
(સંકલન : “અર્વાચીન જેન તિર્ધર” પુસ્તકમાંથી સાભાર.)
» ૩૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org