________________
શ્રમણભગવંતો-૨
પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે ગુજરાનવાલા ગુરુકુળ માટે એક લાખ રૂપિયાને ફાળે એકઠો ન થાય ત્યાં સુધી ગોળ-ખાંડ નહીં વાપરવાનો નિયમ કરેલો. અડસઠ હજારે ફાળો અટકી ગયું હતું. મુનિશ્રી લલિતવિજયજી તે વખતે મુંબઈમાં હતા. તેઓશ્રીથી આ વાત સહન ન થઈ તેઓશ્રીની પ્રેરણાથી અજેનમાંથી જેન બનેલા શ્રી વિઠ્ઠલદાસ ઠાકરદાસે તરત જ બત્રીશ હજાર રૂપિયા અર્પણ કરીને ગુરુદેવશ્રીને સંકલ્પ પૂરો કર્યો. પૂજ્યશ્રીની ગુરુભકિત અનન્ય હતી. તેઓશ્રી કહેતા કે, ગુવજ્ઞાનું પાલન કરતાં કરતાં દેહ પડી જાય તે પણ પિતાની જાતને ધન્ય માનીશ. ગુરુ-આજ્ઞાથી જ વાકાણાનું શ્રી પાર્શ્વનાથ વિદ્યાલય તેમ જ ફાલનાની જેન કોલેજનું કાર્ય અવિરામ પુરુષાર્થથી પાર પાડવામાં આવ્યું હતું. આવા ગુરુભક્ત અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય સં. ૨૦૦૬માં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની સ્થાપેલી સંસ્થાઓ આજે પણ પૂજ્યશ્રીની યશગાથા ગાઈ રહી છે. એવા એ કર્તવ્યનિષ્ઠ સાધુવરને અનેકાનેક વંદના!
(સંકલન : શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વાર્ષિક અંકમાંથી સાભાર)
-
૪
-
શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નવોત્થાનના પ્રેરક અહિંસા અને
એકતાના સંદેશવાહક; ખાદીના હિમાયતી; રાષ્ટ્રીય સંત પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ
જૈનશાસનની વર્તમાનની જાહેરજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રત આચાર્ય ભગવંતેની કર્તવ્યનિષ્ઠાને અને શાસનપ્રભાવનાનાં કાર્યોને ફાળો મહત્ત્વનું છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવ પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતેનું પ્રદાન મોખરે છે. જેનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધે હોય તેવા અનેક શ્રમણભગવંતેની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજજ્વળ છે. યુગવીર આચાર્યદેવ શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનમાં એક ન જ યુગ પ્રવર્તાવ્યા હતા. પૂ. ગુરુદેવે સાધમિક ક્ષેત્રે પ્રવર્તતી ઉદાસીનતા દૂર કરી, સાતે સાત ક્ષેત્રોને નવપલ્લવિત કર્યા હતાં. શિલ્પી ટાંકણાથી મૂતિ ઘડે તેમ તેઓશ્રીએ પિતાના શિષ્યપ્રશિષ્યને ઘડ્યા હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એ જ ગુરુદેવશ્રીની શિક્ષા, સંસ્કાર અને પ્રેરણા ઝીલીને શાસનસેવામાં પ્રવૃત્ત રહેનાર આચાર્યશ્રી છે.
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ એટલે જેમણે અનુપમેય ગુરુભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં પાવન ચરણની અનન્યભાવે સેવા કરી હતી, જેમણે પૂ. ગુરુવર્યના અતલ જીવનસાગરને અવગાહવા પ્રયત્ન કર્યો હતો, જેમણે પૂ. ગુરુદેવની ગંભીર જીવનગંગામાંથી ઉદાત્ત ભાવનાઓ અને ઉત્તમ વિચારોનાં નિર્મળ નીર બેબેલે ખેબેલે પીધાં હતાં, જેમણે હંસ બનીને એ આરાધ્ય ગુરુના માનસરોવરમાંથી કિનારે આવતાં ધીરતા, સમતા, કાર્યદક્ષતા, દીર્ઘદશિતા અને સેવાભાવનારૂપી સાચા મોતીનો ચારો ચર્યો હતો, એવા એ ઝળહળતી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org