________________
૨૯૦
શાસનપ્રભાવક
મરુધરદેશદ્ધારક, અનેક સંસ્થાઓના નિર્માતા, વિનય–વિવેકી ગુરુભક્ત,
કર્તવ્યનિષ્ઠ સૂરીશ્વરજી પૂ. આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ
ગુરુસેવામાં જ સર્વ શક્તિ-સમયને સમર્પિત કરીને શિષ્યપદને અને સાધુપદને કૃતકૃત્ય બનાવનાર આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ જિનશાસનના સમર્થ સમાજસેવી સાધુવર હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તેઓશ્રીને અમૂલ્ય ફાળો છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૭૨માં મુંબઈના ચાતુર્માસ દરમિયાન પૂ. પંન્યાસશ્રી (પછીથી ઉપાધ્યાયજી) સેહનવિજ્યજી મહારાજ સાથે મકાનકુંડની શરૂઆત કરાવી અને સં. ૧૯૭૯માં અણીને વખતે ગુરુવર્યની આજ્ઞાથી વિદ્યાલય માટે પંજાબથી ઉગ્ર વિહાર કરીને મુંબઈ પહોંચી પૂ. પંન્યાસશ્રી ઉમંગવિજયજી (પછીથી આચાર્યશ્રી) સાથે કામ કરી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્વાગી વિકાસમાં મહત્વને ફાળો આપે. આ સમયગાળામાં વિદ્યાલયને નાણાભીડ હતી, તેમાં ડોકટરી લાઈનને અભ્યાસ કરવા સામે વિરોધ ઊભું થયું ત્યારે પૂ. પંન્યાસશ્રી લલિતવિજયજી મહારાજ પિતે વિદ્યાલયના ઉત્કર્ષ માટે મથ્યા રહ્યા અને પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠ શ્રી વાડીલાલ સારાભાઈ તરફથી એક લાખ રૂપિયાનું મોટું દાન પ્રાપ્ત થયું અને વિદ્યાલય સુદઢ સંસ્થા બની રહી. આ પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીનું યોગદાન અવિસ્મરણીય છે. પંજાબની વિભૂતિ પૂ. શ્રી આત્મારામજી મહારાજના અંગત મંત્રી જેવી જવાબદારી બનાવવાનું કાર્ય ગુજરાતના સંત પૂ. આ. શ્રી વિજય વલ્લભસૂરિજી સંભાળતા; જ્યારે તેમના અંગત મંત્રી જેવું કામ પંજાબના મુનિ શ્રી લલિતવિજયજી મહારાજે સંભાળ્યું એ પણ સાનંદાશ્ચર્ય જન્માવે તેવી ઘટના છે.
પૂજ્યશ્રીનું મૂળ વતન પંજાબમાં ગુજરાનવાલા જિલ્લાનું ભાખરિયારી ગામ. સં. ૧૯૩૭માં જન્મ. જન્મનામ લક્ષ્મણદાસ. પિતાનું નામ દોલતરામ. કુટુંબ શૈવધમી. તેઓશ્રી એકના એક સંતાન હોવાથી માતાપિતા પાસેથી લાડકોડ પામ્યા હતા. પરંતુ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. તેથી જેનધમી ઓસવાલ લાલા ભૂકામલ ભગતને ત્યાં ઊછર્યા. પરિણામે ધીમે ધીમે લક્ષ્મણદાસનું વલણ જૈનધર્મ પ્રત્યે વળ્યું અને સં. ૧૯૫૪માં પંજાબમાં રેવલના ગામે મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી, મુનિશ્રી લક્ષ્મણવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રી રામભક્ત લક્ષ્મણની જેમ ગુરુદેવશ્રીના અનન્ય સેવક તરીકે રહેવા લાગ્યા. પૂજ્યશ્રીને સં. ૧૯૭૬માં બાલીમાં પંન્યાસપદ અને સં. ૧૯૩માં વિસલપુરમાં આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને તે સમયે તેઓશ્રીને આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી શાસ્ત્રવેત્તા, પ્રભાવશાળી વક્તા અને સંગીતજ્ઞ હતા. પૂજ્યશ્રીએ અનેક સ્થળોએ વિહાર કર્યો, પરંતુ તેઓશ્રીનું મુખ્ય કાર્યક્ષેત્ર મારવાડ રહ્યું હતું. મારવાડમાં પછાત જેનેને ઉદ્ધાર કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જ પુરુષાર્થ કર્યો, તેથી તેઓશ્રીને મરુધરદેશદ્વારક” બિરુદ આપવામાં આવ્યું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org