________________
૨૮૬
શાસનપ્રભાવક
મેરુગુરુના ચરણોમાં વિકાસ : પૂજ્યશ્રી વલ્લભવિજ્યજીને પાછલા વર્ષોમાં ગુરુસેવા સાથે સાથે શાને પણ ઠીક ઠીક અભ્યાસ થઈ ગયું હતું. આ યુવાન મુનિરાજને વધારે અભ્યાસ કરાવીને ધર્મ અને દર્શનના જુદા જુદા વિષયો પર નિષ્ણાત અધિકારી બનાવવાની દાદાગુરુની ભાવના હતી. તેથી સં. ૧૯૪૬ના ચાતુર્માસ પછી, સં. ૧૯૪૭માં પટ્ટી ગામે પં. શ્રી ઉત્તમચંદજી પાસે અને અમૃતસર મુકામે પં. શ્રી કર્મચંદજી પાસે મુનિશ્રીને વધુ અભ્યાસ કરાવવાનો પ્રયત્ન થયે, પણ તેમાં અનેક કારણોને લીધે આંશિક સફળતા ન મળી. સં. ૧૯૪૮નું ચાતુર્માસ અંબાલામાં થયું. તે સમયે પૂ. દાદાગુરુની યશોગાથા સમસ્ત ભારતમાં અને દેશાવરમાં પહોંચી ગઈ હતી. તેઓશ્રીની પ્રેરણાથી શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા વિદ્વાન વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલવામાં આવ્યા હતા. તેમણે અમેરિકા-યુરોપમાં જૈનધર્મને ઠીક ઠીક પ્રચાર કર્યો હતો. શ્રી વલ્લભવિજયજી આ બધી બાબતેના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેથી તેઓશ્રીમાં જ્ઞાનપ્રાપ્તિ વિશેષ સ્થાને હતી. ભારતના ઇતિહાસમાં આ કાળ સંકાન્તિને હતે. નવા જમાનાની હવા ચોમેર પ્રસરી રહી હતી. એક વાત સૌ કોઈના મગજમાં બેસી ગઈ હતી કે જે સમાજ વિદ્યાભ્યાસ અને નવી કેળવણીમાં પછાત રહી જશે તે સમાજનો વિકાસ અટકી જશે. આ વાતને સંપૂર્ણપણે સમજનારી આત્મારામજી-વલ્લભવિયજીની જેડીએ મને મન વિચાર્યું કે હવે ઠેર ઠેર જિનમંદિરને બદલે સરસ્વતીમંદિરની સ્થાપના થવી જોઈએ. પરંતુ આ જ અરસામાં, સં. ૧૯૫૨માં કર કાળે ગુજરાનવાલામાં દાદાગુરુને ઉપાડી લીધા. મુનિશ્રી વલભવિજયજી વળી એકલા પડી ગયા. પરંતુ તે પહેલાં સર્વ ધીમંત અને શ્રીમંતને સહકાર મેળવી આ મહાભારત કાર્યને આગળ ધપાવવાની જવાબદારી દાદાગુરુએ પૂજ્યશ્રીને સેંપી દીધી હતી. પૂ. દાદાગુરુના વિયેગમાંથી બહાર આવીને પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાને સંકલ્પ કર્યો: (૧) આત્માનંદ જેન સભાની પંજાબનાં અનેક નગ માં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિમંદિર. (૩) ઠેર ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) “આત્માનંદ” (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પિતાના જીવનકાળ દરમિયાન વહેલામેડા બધા જ સંક૯પ પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં. ૧૯૯૪માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી આત્માનંદ જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબમાં વિવિધ પ્રદેશમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. આમ, પૂજ્યશ્રીએ એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના સર્વ ધર્મપ્રેમીઓને પ્રેમ સંપાદન કર્યો અને ગુએ આપેલી “પંજાબને સાચવવાની આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું. પંજાબને કર્મભૂમિ બનાવી છતાં તેઓશ્રીને “સબ ભૂમિ ગોપાલ કી” પ્રમાણે બધા જ પ્રદેશ પ્રત્યે પ્રેમભાવ હતો. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિને લાભ આપ્યું. ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડઈ, મિયાગામ, ખંભાત, પાલીતાણા આદિ સ્થળોએ રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બાલાપુર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યો. જવનનાં અંતિમ વર્ષો મહાનનગરી મુંબઈમાં વિતાવીને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org