________________
શાસનપ્રભાવક જમીનદારે મુક્ત કંઠે પ્રશંસા કરી છે. સતત પુરુષાથી એવા આ ગીપુરુષે સં. ૧૯૮૮થી પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને આગમ મંદિરના પ્રત્યેક કામમાં ઊંડો રસ દાખવ્યું છે. સં. ૧૯૯૬થી શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરનાં તમામ મંદિરોમાં ફરીને પાંચસો જેટલા પ્રાચીન શિલાલેખ જાતે જ લીધા. પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને વીસેક ગ્રંથનું યશસ્વી પ્રકાશન કર્યું. વીશ વર્ષની અથાગ મહેનતને અંતે પાંચ ભાગમાં શબ્દકોશ પ્રગટ કર્યો. સુરત–આગમમંદિરની પ્રતિષ્ઠા સફળતાપૂર્વક મહામહોત્સવ પૂર્વક સંપન્ન કરી. આ સર્વ કાર્યોમાં પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા અને સહાધ્યાયી શ્રી ક્ષેમંકરસાગરજી મહારાજનો સહારે હતે. સં. ૨૦૧૧માં જીવ કરડવાથી પૂજ્યશ્રી ક્ષેમકરસાગરજી મહારાજ સ્વર્ગવાસી થતાં એકલે હાથે પણ ઘણું કાર્યો કરતા રહ્યા. પૂજ્યશ્રીના વરદ હસ્તે દીક્ષાઓ અને વડી દીક્ષાઓ પણ ઘણું થઈ પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવા રહ્યું છે. સં. ૨૦૦૦માં પડવંજથી ગોધરા, વડોદરા, સુરત, મુંબઈ સુધીનાં જે ગામે વિહારમાં આવ્યાં તે બધાંના પ્રતિમાલેખ-શિલાલેખ લીધા. જાતે જ લીધેલા આવા હજારથી વધુ લેખો તેઓશ્રી પાસે છે. સં. ૨૦૦૭ની પહેલાંથી જ્ઞાનપંચમીની જ્ઞાનભક્તિથી પિસ્તાલીસ આગામે ગઠવવાપૂર્વક–સ્થાપત્ય અને ચિત્રકળાનું બેનમૂન પ્રદર્શન–આ પ્રવૃત્તિ સં. ૨૦૪૨ સુધી ચાલતી રહી. સં. ૨૦૦૮માં પૂનાથી ચોરાયેલા આદીશ્વર ભગવાનને મુગટ, જે અનેક ટુકડાઓમાં મળે તે કારીગરે સાથે બેસીને આ સારે કરાવી આસં. ૨૦૧૪માં ગેધરાના ચાતુર્માસ દરમિયાન મંદિરનો જીર્ણોદ્ધાર અને અન્ય બે મંદિરોનું કાર્ય પૂરું કરાવ્યું. એ માટે સં. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬નાં ચાતુર્માસ ગોધરામાં જ કર્યા. સં. ૨૦૧લ્માં અમદાવાદ નવરંગપુરામાં ચાતુર્માસ દરમિયાન મંદિરને શણગારવા ઉપરાંત પ્રભુપ્રતિમા પ્રવેશ આદિ કાર્યો થયાં. સં. ૨૦૧૯માં ટીટેઈમાં મુહરી પારસનાથ મંદિરની જોડે પાવાપુરી જલમંદિર અને ચંપાપુરી નાના સ્કેલથી બનાવરાવ્યું, જેમાં પૂ. અભયસાગરજી મહારાજનો સારો એવો સહકાર સાંપડ્યો. સં. ૨૦૧૬માં ટીટેઈમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની દેરી બનાવરાવી. સં. ૨૦૨૨માં પાલીતાણામાં મોતીસુખિયા દેરાસરે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૩૯માં શ્રાવણ માસમાં જૈન મરચંટ સોસાયટીઅમદાવાદમાં મૂળ મંદિરની આજુબાજુ બે દેરીઓનું શિલા સ્થાપન કરાવ્યું. સં. ૨૦૪૦ના વૈશાખ સુદ ૧૩ને દિવસે તેની પ્રતિષ્ઠા કરી. સં. ૨૦૪૧માં પાલીતાણામાં જબૂદ્વીપની રચનાની પ્રતિષ્ઠા વખતે તેઓશ્રીની બુદ્ધિશક્તિ અને વ્યવસ્થાશક્તિને પૂરો પરિચય થયો. સં. ૨૦૪૨માં પૂજ્ય આ. શ્રી વિજ્યભાનુચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ, માદલપુર (અમદાવાદ) મુકામે અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. આ બધાં કાર્યોમાં તેઓશ્રીને મુનિશ્રી પ્રમેદસાગરજી મહારાજને સારો સહગ સાંપડ્યો.
યાત્રાઓ-તપશ્ચર્યા : પૂજ્યશ્રીએ કુલપાકજી, ભાંડુકજી, અંતરીક્ષજી, શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર, તારંગા, કુંભારિયા, આબુ, અચલગઢ, જીરાવાલા વગેરે તીર્થોની યાત્રાઓ કરી છે. ઉપરાંત, તેઓશ્રીની સાધના-આરાધના પણ અવિરત ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીએ ૮-૧૧-૨૦ અને મા ખમણબે વર્ષીતપ, એક વર્ધમાન તત્પની ઓળી, સાત આઠ નવપદની ઓળી,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org