________________
શ્રમણભગવત-૨
૧૬૯
જ્ઞાનવિશારદ, શાસનપ્રભાવક, બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી રેવતસાગરસૂરીશ્વરજી મહારાજ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશ-માળવા ધર્મક્ષેત્રે વેરાન હતું તે પૂજ્ય શ્રમણભગવંતના આવાગમનથી હર્યુંભર્યું બનવા લાગ્યું. એમાં માળવાના એક મહિદપુર શહેરમાં પણ ધર્મ જાગૃતિ પાંગરવા લાગી. અહીં વસતા આંચલિયા પરિવારમાં સં. ૧૯૭૩ના જેઠ વદ
ને દિવસે જન્મેલા આ ચરિત્રનાયક એ સંસ્કારી વાતાવરણમાં ઊછરવા માંડ્યા. આ બાજુ શ્રમણભગવંતોનું, ખાસ કરીને પૂ. આગમ દ્વારકશ્રીના સમુદાયવતી શ્રમણભગવંતોનું અને તેમાં યે, ખાસ કરીને માલવદેશદ્ધારક પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું આવાગમન વિશેષ રહેતાં, તેઓશ્રીના સત્સમાગમને લાભ વિશેષ મળે. અને એ લાભ ધર્મલાભની ચરમસીમાએ પહોંચતા એ તેમને સંયમ-વૈરાગ્યને માર્ગે દોરી ગયે. અને એક દિવસ, સં. ૧૯૧ના અષાઢ વદ ૮ના દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી રૈવતસાગરસૂરીશ્વરજી નામે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા અંગીકાર કરીને તેઓ અપ્રમત્તભાવે સંયમની સાધના કરવાપૂર્વક સ્વાધ્યાય, ગુરુભક્તિ અને વિતરાગભક્તિમાં મગ્ન બની ગયા. ધર્મશાના ઉચ્ચ અભ્યાસમાં અને સ્વ-પર કલ્યાણનાં કાર્યોમાં પ્રવીણ બનતાં, પૂજ્યશ્રીની યોગ્યતા જાણીને પૂજ્ય ગુરુદેવે સં. ૨૦૧૧ના માગશર સુદ બીજના દિવસે અમદાવાદમાં ગણિપદવીથી અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ના દિવસે સુરતમાં પંન્યાસપદવીથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી જ્ઞાનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં અને સાથેસાથે વીતરાગની વાણી દ્વારા અનેકેને ધર્મમાં જાગૃત અને પ્રવૃત્ત કરતાં તેમ જ શાસન પ્રભાવનાનાં કાર્યો યશસ્વી રીતે પ્રવર્તાવતાં, તેઓશ્રી વિશેષ યેગ્યતાને અનુરૂપ શાસનની ભારૂપ આચાર્યપદે વિ. સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૩ના દિવસે, ડગ (રાજસ્થાન) મુકામે, જમ્બુદ્વીપ નિર્માણ આદિ જનાના સફળ માર્ગદર્શક પૂ. પંન્યાસશ્રી અશોકસાગરેજી મહારાજના વરદ હસ્તે આરૂઢ થયા. પૂ. આ. રેવતસાગરસૂરિજી મહારાજ પદમાં સૂરિવર અને જ્ઞાનમાં વિશારદ હેવા છતાં કીતિથી દૂર રહેતા અને આત્માની નજીક રહેતા. છેલ્લાં વર્ષોમાં તબિયત વધુ અસ્વસ્થ રહેતાં આલેટ સ્થિર હતા. સં. ૨૦૪પના ચૈત્ર વદ ૮ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના અંતિમ સમયે પૂ. ઉપર શ્રી યશોભદ્રસાગરજી મહારાજે, તેઓશ્રીના સેવાપરાયણ શિષ્યરત્ન મુનિશ્રી ષસાગરજી મહારાજે તથા આલોટ શ્રીસંઘે સારી એવી સેવા-સુશ્રષાવૈયાવચ્ચ કરી. એવા પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદન !
અ. ૨૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org