________________
૨૦૪
શાસનપ્રભાવક તેઓશ્રીના દર્શનથી હૈયું હર્ષવિભોર બન્યું ! બાલ્યકાળને વૈરાગ્ય વેગવંત બન્યા. સંસારની અસારતા દર્શાવી, વડીલે પાસે હૈયાના ભાવ પ્રગટ કર્યા. મહાધીન કુટુંબીઓ પાસેથી દીક્ષાની અનુમતિ ન મળી તે, ભયણી તીર્થ પાસેના ઘેલડા ગામની નજીકના જંગલમાં પિતાની જાતે જ સાધુવેશ પરિધાન કરી, સં. ૧૯૭૩ના ફાગણ વદ ૬ને દિવસે, ૨૨ વર્ષની ભરયુવાનીમાં, અણગાર બની શાસનના સાચા શણગાર બન્યા.
શાસનને શોભાવતા, અંતરને અજવાળતા, સકલામરહસ્યવેદી પ. પૂ. આચાર્યદેવ શ્રા વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાસે વિધિપૂર્વક પ્રવજ્યા સ્વીકારી, તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ તરીકે ઘોષિત થયા. સાધુની શાનને શોભાવતા, ગુરુભક્તિ સાથે જ્ઞાનને પ્રચંડ પુરુષાર્થ કર્યો. સંવેગી ઉપાશ્રયે પ્રથમ ચાતુર્માસ કર્યું અને રૈવતાદિ તીર્થોદ્ધારક, આગમજ્ઞાતા, સંયમત્રાતા પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ દાદાગુરુદેવ પાસે શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન લઘુવૃત્તિ વ્યાકરણને અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવવા કાવ્યાનુશાસન આદિ અનેક ગ્રંથે સટીક વાંચ્યા. આત્માથીઓને ગ્રંથોનું વાચન કરાવવાની તેઓશ્રીની શૈલી અને ખી હતી. એ અધ્યયન-પદ્ધતિથી ઉદયપુરમાં પૂજ્યશ્રી સાથે થયેલા ચાતુર્માસમાં અગમ-અગોચર આગમજ્ઞાતા–મૃતપિપાસુ-આગમવાચનાવાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ વિજય અભયસાગરજી મહારાજ પણ અત્યંત પ્રભાવિત થયા હતા. શ્રાવકવર્ગમાં જ્ઞાનપિપાસા જાગૃત કરવાની તેઓશ્રીની તમન્ના અજોડ હતી. રાત્રે પ્રતિક્રમણ પછી ૧૧-૧૨ વાગ્યા સુધી જીવવિચાર અને નવતત્ત્વને મૌખિક અભ્યાસ કરાવતા. પૂજ્યશ્રીએ એ માટે નાનીમેટી અસંખ્ય પાઠશાળાઓ સ્થાપી. શ્રેષ્ઠ પંડિતે તૈયાર કરવા માટે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન તત્ત્વ પ્રચારક વિદ્યાલયની સ્થાપના કરી; જેના ફળસ્વરૂપે અનેક આત્માઓ ચારિત્રમાર્ગમાં સુંદર સાધન સાધી રહ્યા છે. જ્ઞાન એ આત્મબોધનું પરમ સાધન છે, જેનાથી રાગરૂપ સંસારને નાશ થતાં જ ચારિત્ર રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજ્યશ્રીના ચારિત્રની સુવાસ આજે પણ મારવાડની મરૂભૂમિમાં મઘમઘી રહી છે. - ભાભર જેવા ગામમાં ભગવાનની જેમ પૂજાયેલા પૂજ્યશ્રીએ ખરેખર, કમાલ કરી નાખી ! જગતના સર્વ ને સુખ પીરસવાની સક્રિય સાધના એટલે જ ચારિત્રની સાચી રમણતામાં મસ્ત બનેલા આ મહાપુરુષનું અનેખું જીવન જ આદર્શરૂપ બનતાં, અનેક પંથ ભૂલેલાને પંથે ઉપર લાવીને પરમાર્થ કરનારા બન્યા. એક વાર, ઉપાશ્રયે સામાયિક કરવા આવનાર શેઠ બહાર થંકવા જતાં, કઠેડો નહિ હેવાથી પગ સરકતાં, પહેલે માળેથી નીચે પડતાં બેશુદ્ધ થઈ ગયા. તેમને તરત જ હોસ્પિટલ લઈ જતા હતા, ત્યાં પૂજ્યશ્રી નીચે દોડી આવ્યા, ને પિતાને રજોહરણ ત્રણ વખત ફેરવતાં શેઠ બેઠા થઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં ઝૂકી પડ્યા! એક વાર, એક શેઠના નવપરિણીત પુત્રને સર્પ ડંખતાં પૂજયશ્રીએ ભક્તામરની અમુક ગાથા સાત વાર કાનમાં કહેતાં ઝેર ઊતરી ગયું. પૂજ્યશ્રીની અજોડ ચારિત્રસાધનાની ભૂરી ભૂરી અનુદના આજે પણ તેમના જીવનમાં પ્રત્યેક ગુરુભગવંત માટે અનેરી ભક્તિ જગાવી રહ્યા છે ! એક વાર, શ્રી તારંગાના છરી પાલિત સંઘમાં, શ્રીસંઘ તારંગાજી પહોંચતાં,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org