________________
શ્રમણભગવંતો-ર
૨૪૯ વ્યાખ્યાનવિશારદ, પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયકનારત્નસૂરીશ્વરજી મહારાજ
પતિતપાવની ગુણવંતી ગુજરાતની ભૂમિ પર વસેલા ધંધુકા પાસેના ધોલેરા ગામે શેઠશ્રી રતિભાઈનાં સગુણી ધર્મપત્ની સૌ. મણિબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૮રના મહા સુદ ૧૩ના શુભ દિને એક પુત્રને જન્મ થયે. ધર્મપ્રેમી માતાપિતાની શીળી છાયામાં ઊછરેલા બાળકે વતનમાં જ ચાર ગુજરાતી ધોરણને અભ્યાસ કર્યો. ત્યાર બાદ પાલીતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં તથા સોનગઢ શ્રી જૈન ચારિત્રરત્નાશ્રમમાં પાંચમી ઇગ્લિશ સુધી અભ્યાસ કર્યો. સાથે સાથે પંચપ્રતિકમણ, નવમરણ વગેરેને ધાર્મિક અભ્યાસ પણ ત્યાં જ કર્યો. પાલીતાણ ગુરુકુળમાં ભણતી વખતે દર રવિવારે સર્વ વિદ્યાથીઓ સાથે ગિરિરાજની યાત્રા કરવાને ક્રમ હિતે. યાત્રા કરીને નીચે આવતાં, શ્રી જૈન સાહિત્ય મંદિરમાં બિરાજતા પૂ. ગુરુદેવને વંદન કરવા જતા. ત્યાં પૂ. આ. શ્રી વિજય મેહસૂરીશ્વરજીના પ્રશિષ્ય પૂ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજના સમાગમમાં અવારનવાર આવવાનું થયું. નાનપણથી જ તત્ત્વજ્ઞાન તરફની રુચિના કારણે જે જે શંકાઓ ધર્મતત્ત્વ સંબંધી થતી તેનું સમાધાન અહીં મળી જતું. ધર્મતત્ત્વ જાણવાની ઊંડી જિજ્ઞાસાને કારણે તેમની વૈરાગ્યવૃત્તિ ઉત્તરોત્તર મજબૂત બની ગઈ હતી. અંતે તે સમયના પંન્યાસજી મહારાજ (હાલના “યુગદિવાકર આચાર્યશ્રી ના વરદ હસ્તે બોટાદ પાસે અલાઉતીર્થ સં. ૧૯૮ના મહા સુદ ૩ના મંગલ દિને પ્રવજ્યા અંગીકાર કરી, મુનિશ્રી કનકવિજયજી નામે ઘેષિત થયા. ત્યાર પછી તરત જ પૂ. ગુરુદેવ સાથે વિહાર કરી, વઢવાણ શહેર, પૂ. ગુરુદેવની જન્મભૂમિમાં શ્રી શાંતિનાથ પ્રભુનું નૂતન જિનાલય ગુરુદેવની પ્રેરણાથી બંધાયું હતું તેની અંજનશલાકા કરી, પાલીતાણાના સુપ્રસિદ્ધ આગમમંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા.
દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પાંચ કર્મગ્રંથ, તત્વાર્થસૂત્ર, બૃહત્ સંગ્રહણી, યોગશાસ્ત્ર, ગુણસ્થાનકક્ષમારેહ, ષદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદમંજરી, તર્કસંગ્રહ, મુક્તાવલી, સ્યાદ્વાદકલ્પલતા, શ્રી સિદ્ધહેમવ્યાકરણ, પંચકાવ્ય વગેરેનો ગહન અભ્યાસ કર્યો. અને બંગાળની કલકત્તા યુનિવર્સિટીની વ્યાકરણતીર્થ, ન્યાય, સાહિત્યવિશારદ પદવીઓ સંસ્કૃતની સાત પરીક્ષાઓ આપી મેળવી. ત્યાર બાદ શ્રી આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, શ્રી ભગવતીજી વગેરે ૪૫ આગમસૂત્રના ગોદ્વહન તપશ્ચર્યા પૂર્વક કરવા સાથે પૂ. ગુરુદેવેની યથાશક્તિ ભક્તિવિનય–વૈયાવચ્ચમાં પણ તે રહ્યા. સાધુજીવનમાં અતિ આવશ્યક સંયમ-અનુરાગ-ભવભીરુતા-શ્રી જિનશાસનશરણ-વિનયવિવેક-ગુણાનુરાગ આદિ સદ્દગુણે પૂજ્યશ્રીમાં ખૂબ ખીલ્યા છે. પિતાની તેમ જ કેઈ પણની ક્ષતિ-ખેલનાએ, અતિચારને સુધારવા તત્પર રહ્યા છે. સતત અધ્યયનચિંતનશીલ ચારિત્રથી અનેકેને અધ્યયન પ્રત્યે વાળી શક્યા છે. આમ, પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ અનેકેને પ્રેરણાદાયી બની રહ્યું છે. શ્ર. ૩૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org