________________
૨૫૧
શ્રમણભગવંતે-૨ જુદાં અનેક સ્થળોએ ચાતુર્માસની લ્હાણ આપી છે. શ્રીસંઘમાં અત્યંત આનંદ અને ઉલ્લાસપૂર્વક ધર્મજાગૃતિમાં વૃદ્ધિ કરી છે. સરળ સ્વભાવ, અંતરની ઉદારતા, સૌ પ્રત્યે પ્રેમભાવ, પ્રસન્ન સમિત ચહેરો, શાસનકાર્યોમાં અપ્રમત્ત પ્રવૃત્તિ, ગુરુદેવ પ્રત્યે વિનયવિવેક આદિ સર્વ ગુણલક્ષણેને પ્રભાવે પૂજ્યશ્રી નાનાંમોટાં સૌના પ્રીતિપાત્ર છે. પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા અનેક સ્થળોએ ઉપધાન તપની આરાધના આદિ ધર્મપ્રવૃત્તિઓ થઈ છે. મલાડ (વેસ્ટ)માં દેવકરણ મૂળજી જૈન વાડીમાં રૂ. ૨૫ લાખના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ, વડેદરા-કારેલી બાગમાં નૂતન જિન મંદિર તથા નૂતન ઉપાશ્રયનું નિર્માણ, ડભોઈમાં પ-૭ લાખ રૂપિયાના ખર્ચે નૂતન આયંબિલભવનનું નિર્માણ – આદિ ભવ્ય કાર્યો થયાં છે. આ કાર્યો પૂજ્યશ્રીની પ્રભાવક પ્રવચનશૈલીને આભારી છે. પિતાના પૂ. ગુરુદેવશ્રી “યુગદિવાકર” શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશ દ્વારા થયેલા શાસનનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી સતત સહયોગ આપતા રહ્યા છે. પૂજ્યશ્રીને સં. ૨૦૩૫ના કારતક વદ પાંચમે પાલીતાણામાં ગણિપદ તથા માગશર સુદ પાંચમે પંન્યાસપદ પૂ. ગુરુદેવના વરદ હસ્તે અર્પવામાં આવ્યાં. ત્યાર બાદ સં. ૨૦૪૪ના કારતક વદ સાતમે મુંબઈ-અંધેરી (વેસ્ટ)માં પૂ. સાહિત્યકલારત્ન આચાર્યદેવ શ્રી વિજયયશેદેવસૂરીશ્વરજી મહારાજની અનુજ્ઞા અને આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંચપરમેષ્ઠીના ત્રીજા પદે-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. એવા પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ધાયુ પામી શાસનકાર્યો દ્વારા સિદ્ધિવંત બને એવી શાસનદેવને અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશ વંદના!
વ્યાકરણવિશારદ, સાહિત્યસર્જક અને ન્યાયતીર્થ પૂ. આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ
ગુજરાતમાં વડોદરા જિલ્લાના ડભેઈ-દર્ભાવતીનગરના પૂર્વકાળ જેમ ગૌરવવંતું હતું, તેમ વર્તમાનકાળ પણ ગૌરવવંતો રહ્યો છે. પૂર્વે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા પુણ્યવંતા મહાપુરુષે અંતિમ આરાધના અને સાધના કરીને અહીંની ધરાને પાવન કરી ગયા છે, તેમ વર્તમાનમાં પણ અનેક શ્રમણરત્નને જન્મ આપીને બડભાગી બની છે. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને જન્મ પણ આ જ ડભેઈનગરીમાં વિ. સં. ૧૯૮૮ના મહા વદ ૧૪ (મહાશિવરાત્રિ)ના પાવન દિને થયું હતું. ધર્મપરાયણ પિતા ચીમનભાઈ અને સંસ્કારશીલ માતા મણિબહેનના સુખી સમૃદ્ધ અને સંસ્કારી કુટુંબના કારણે બાલ્યકાળથી જ તેમનામાં ધર્મસંસ્કારે દઢ અને વૃદ્ધિગત બન્યા હતા. લઘુવયથી જ ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસમાં તેમની તેજસ્વી પ્રતિભા ચમકતી હતી. બાલ્યવયે તેમની ધાર્મિકસૂત્રો બેલવાની વિરલ છટા અને ગાથાઓ, લેકે, પ્રાર્થના ગાવાની અનુપમ શૈલી તેમ જ કંઠની હલક
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org